AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નશામાં ધૂત રવિના ટંડન પર લાગ્યો વૃદ્ધ મહિલા સાથે મારપીટનો આરોપ, લોકોએ એક્ટ્રેસને ઘેરી, સામે આવ્યો- Video

અભિનેત્રી રવિના ટંડને ગઈકાલે રાત્રે દારૂના નશામાં તેની સાથે મારપીટ કરી હતી. આ પછી, અભિનેત્રીને સ્થાનિક લોકો દ્વારા ઘેરી લેવામાં આવે છે અને હુમલો કરવામાં આવે છે તેવો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નશામાં ધૂત રવિના ટંડન પર લાગ્યો વૃદ્ધ મહિલા સાથે મારપીટનો આરોપ, લોકોએ એક્ટ્રેસને ઘેરી, સામે આવ્યો- Video
Drunk Raveena Tandon accused of beating an elderly woman
| Updated on: Jun 02, 2024 | 1:01 PM
Share

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન હાલમાં તેના એક વીડિયોને લઈને હેડલાઈન્સમાં છે. વાસ્તવમાં, અભિનેત્રી પર એક વૃદ્ધ મહિલા અને તેના પરિવાર સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. પીડિતાનો આરોપ છે કે અભિનેત્રી રવિના ટંડને ગઈકાલે રાત્રે દારૂના નશામાં તેની સાથે મારપીટ કરી હતી. આ પછી, અભિનેત્રીને સ્થાનિક લોકો દ્વારા ઘેરી લેવામાં આવે છે અને હુમલો કરવામાં આવે છે તેવો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના રવિના ટંડનના ઘર પાસે બની હતી

વાસ્તવમાં, આ સમગ્ર ઘટના ગત શનિવારે રાત્રે બની હતી, પ્રાથમિક માહિતી અનુસાર, રવીનાના ડ્રાઇવર પર રિઝવી કોલેજ પાસે કાર્ટર રોડ પર બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને ત્રણ લોકોને ટક્કર મારવાનો આરોપ છે. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે તેમનો ડ્રાઈવર રવિના ટંડનના ઘર પાસે કારને રિવર્સમાં લઈ રહ્યો હતો, આ દરમિયાન તેનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. આ પછી મામલો ગરમાયો હતો.

રવિના પર મારપીટનો આરોપ

બહાર અવાજ સાંભળીને રવિના ટંડન બહાર આવી અને લોકોને સમજાવવાનો અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકોએ તેને ઘેરી લીધી અને તેના પર કથિત રીતે કેટલીક મહિલાઓ દ્વારા મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ દરમિયાન ત્યાં હાજર લોકોએ એક્ટ્રેસને ધક્કા-મુક્કી થઈ હતી. વીડિયોમાં રવિનાને એવું કહેતી સાંભળી શકાય છે કે, “મને ધક્કો ન મારશો …પ્લીઝ મને મારશો નહીં.” આ ઘટના બાદ બંને પક્ષના લોકો મુંબઈના પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં તેઓએ પોલીસને લેખિત નિવેદન આપ્યું કે તેઓ કોઈ ફરિયાદ ન કરે. હવે વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને આમાં રવીનાનો કોઈ દોષ નથી.

રવિનાનું વર્ક ફ્રન્ટ

કામની વાત કરીએ તો ‘મસ્ત-મસ્ત ગર્લ’ તરીકે પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન ટૂંક સમયમાં ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘ટાઈમ મશીન’માં જોવા મળશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">