ડ્રગ્સ કેસમાં આર્યન બાદ અરબાઝ મર્ચન્ટ અને મુનમુનને જેલમાંથી મળી મુક્તિ, અરબાઝના પિતાએ કહ્યુ….
મુંબઈ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને 30 ઓક્ટોબરના રોજ મુક્તિ મળી હતી, ત્યારે આ કેસમાં આર્યન ખાન બાદ હવે તેના મિત્રો અરબાઝ અને મુનમુનને પણ રાહત મળી છે.
Cruise Drugs Case : મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન બાદ હવે અરબાઝ મર્ચન્ટને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. સાથે આ કેસમાં ફસાયેલી મોડલ મુનમુન ધામેચા પણ આજે સવારે ભાયખલા જેલમાંથી મુક્ત થઈ છે. આજે સવારે અરબાઝના પિતા પણ તેને મળવા જેલ પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે, અરબાઝ (Arbaaz Merchant) અને મુનમુનને આર્યન ખાનની સાથે 29 ઓક્ટોબરે જામીન મળ્યા હતા, ત્યારબાદ આર્યન ખાનને 30 ઓક્ટોબરે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ કાગળની કાર્યવાહી પૂર્ણ ન થવાને કારણે અરબાઝ અને મુનમુનને એક દિવસ જેલમાં જ રહેવાનો વારો આવ્યો હતો.
અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને જેલમાંથી મુક્તિ મળી
ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરના રોજ NCB એ ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં દરોડ પાડીને આર્યન ખાન (Aryan Khan) સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આર્યન ખાન બાદ હવે તેના મિત્રો અરબાઝ અને મુનમુનને પણ જેલમાંથી મુક્તિ મળી છે.
ડ્રગ્સ કેસમાં અરબાઝ મર્ચન્ટને મળી રાહત
Mumbai | I’m immensely happy, his mother is the happiest person that our son has come home. Our prayers & blessings came true. We’ll obey all the bail conditions religiously: Aslam Merchant, father of Arbaz Merchant pic.twitter.com/48bZnrTGlq
— ANI (@ANI) October 31, 2021
અરબાઝ મર્ચન્ટને ડ્રગ્સ કેસમાં (Drugs Case) રાહત મળતા પિતાએ કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું અને તેની માતા સૌથી વધુ ખુશ છે કે અમારો પુત્ર ઘરે આવ્યો છે. અમે તેના માટે જે પ્રાર્થનાઓ કરી હતી તે બધી સાચી પડી છે. તેમના ભાઈ અસલમ મર્ચન્ટે કહ્યું કે, અમે જામીનની તમામ શરતોનું સંપૂર્ણ પાલન કરીશું.
દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ ન થતા શનિવારે જેલમાં રહેવાનો વારો આવ્યો
મુનમુન ધામેચાના વકીલ કાશિફ ખાન દેશમુખે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) જામીન આપ્યા હતા, પરંતુ બંનેને શનિવારે જેલમાંથી મુક્ત ન થઈ શક્યા, કારણ કે બંનેના દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નહોતી.
આ પણ વાંચો: NCB અધિકારીઓ નિર્દોષ લોકોને ફસાવી રહ્યા છે, SC ઉપાધ્યક્ષના નિવેદન બાદ પણ નવાબ મલિક તેના આરોપો પર અડગ
આ પણ વાંચો: સમીર વાનખેડેથી નારાજ થયા અમિત શાહ, શું આર્યન ડ્રગ્સ કેસમાં NCB મુખ્યાલયને પણ અંધારામાં રાખવામાં આવ્યુ ?