AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Aishwarya Rai: જ્યારે ઐશ્વર્યા રાયે વૃક્ષ સાથે લગ્ન કરવાની અફવા ગણાવી, નારાજગી વ્યક્ત કરી

વર્ષ 2007માં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન સમયે ચાહકોમાં ઉત્સાહ હતો, પરંતુ ઘણી અફવાઓ પણ હતી. એવું કહેવાય છે કે, ઐશ્વર્યા (Aishwarya Rai)એ અભિષેક પહેલા એક વિધિ માટે વૃક્ષ સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ 2008ના એક ઈન્ટરવ્યુમાં આ અફવા અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.

Happy Birthday Aishwarya Rai: જ્યારે ઐશ્વર્યા રાયે વૃક્ષ સાથે લગ્ન કરવાની અફવા ગણાવી, નારાજગી વ્યક્ત કરી
જ્યારે ઐશ્વર્યા રાયે વૃક્ષ સાથે લગ્ન કરવાની અફવા ગણાવી, નારાજગી વ્યક્ત કરી Image Credit source: Instagram
| Updated on: Nov 01, 2022 | 9:56 AM
Share

Happy Birthday Aishwarya Rai: બોલિવુડની સૌથી સુંદર અભિનેત્રી એશ્વર્યા રાય આજે પોતાનો 49મો જન્મદિવસ મનાવી રહી છે. વધતી ઉંમરનો આજે પણ એશ્વર્યા રાય પર કોઈ અસર નથી તે પહેલા પણ સુંદર દેખાતી હતી અને આજે પણ તેની સુંદરતા અદભુત છે. તેણે સારા અને ખરાબ બંન્ને દિવસો જોયા છે. એક અભિનેત્રી હોવાને કારણે તે કેટલીક વખત વિવાદોમાં પણ ફસાઈ છે તેમાંથી એક અફવા તેના લગ્ન સાથે જોડાયેલી છે જેના કારણે એશ્વર્યા રાયને ખુબ ગુસ્સો આવ્યો હતો.

આ વાત 2007ની છે એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નને લઈ ચાહકોમાં ખુબ ઉત્સાહ હતો, તેના ચાહકો તેના લગ્નના રિતી રિવાજો જોવા માંગતા હતા પરંતુ બચ્ચન પરિવારે જુહૂ સ્થિત ઘરમાં ધાર્મિક વિધિઓ અને લગ્નને પ્રાઈવેટ રાખવા વધુ યોગ્ય સમજતા હતા. તેમાંથી એક વાત હતી અભિષેક સાથે લગ્ન પહેલા એશ્વર્યાએ એક વૃક્ષ સાથે લગ્ન કર્યા હતા.

એશ્વર્યા રાયે વૃક્ષ સાથે લગ્ન કર્યા ?

2008 NDTVને આપેલા એક ઈન્ટરવ્યુમાં પ્રથમ વખત એશ્વર્યા રાયે આ વિશે ખુલ્લીને વાત કરી હતી. તેના લગ્ન સાથે જોડાયેલી વાતો વિશે તેને પુછવામાં આવ્યું હતુ જેની તેને આશા પણ ન હતી. આના પર એશ્વર્યા રાયે કહ્યું કે, કેટલીક વસ્તુઓની આશા અમને હતી પરંતુ કેટલીક આશા તેમણે કરી પણ ન હતી.

ગુસ્સામાં અફવાને બકવાસ હોવાનું જણાવ્યું

આ પછી, તેને આગળ પૂછવામાં આવ્યું કે શું તે વૃક્ષ સાથે લગ્નની અફવા અને વિવાદ વિશે વાત કરી રહી છે, જેના પર તેણે કહ્યું, ‘હા, આ વાત ત્યારે વધુ ચર્ચામાં હતી. મને લાગે છે કે તે સંપૂર્ણપણે નકામું હતું. ઐશ્વર્યાએ વધુમાં કહ્યું હતું કે, ‘મહાન વાત એ છે કે અમે એક પરિવાર તરીકે મજબૂત હતા. અમે બધા લોકોની નજર સામે હતા.અમે વિચાર્યું કે પરિવારના પિતાએ આ વિશે વાત કરવી જોઈએ. પાએ લગ્ન બાદ આ વિશે મીડિયા સાથે વાત કરી અને સવાલોના જવાબ આપ્યા.

આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે સમસ્યા

ઐશ્વર્યા રાયે પણ આ અંગે ઈન્ટરનેશનલ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘તે આઘાતજનક હતું. આપણે તેને એક વાતનો અંત માનીને ખુશ થઈએ છીએ, પરંતુ તેમ છતાં તે લોકોના મનમાં અને અખબારોમાં છપાઈ જાય છે. અને જ્યારે મેં વિદેશ પ્રવાસ શરૂ કર્યો ત્યારે મને આનો અહેસાસ થયો. આવા ઘણા પ્રસંગો હતા. સતત આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાત કરી રહ્યા છો અને તેઓ આવી બકવાસ પર વિશ્વાસ કરી રહ્યા છે. ત્યારે તમે વિચારો કે, હે ભગવાન હું આને ક્યાંથી સમજાવાનું શરુ કરુ.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">