Breaking News: ‘ધુરંધર 2’ એ તો હદ કરી… 6 દિવસમાં જ મચાવી દીધી ધૂમ, વિદેશમાં તોડ્યા 6 બ્લોકબસ્ટર ફિલ્મના રેકોર્ડ
બોક્સ ઓફિસ પર અત્યારે રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2' નો જાદુ ચાલી રહ્યો છે. આ ફિલ્મે માત્ર 6 દિવસમાં જ કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ આ ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે.

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ અત્યારે સિનેમા જગતમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલી ફિલ્મ બની છે. ખાસ કરીને કમાણીની બાબતમાં જે રીતે ‘ધુરંધર: ધ રિવન્જ’ પ્રદર્શન કરી રહી છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે, હિન્દી સિનેમાનો નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે.
હવે સમાચાર મળી રહ્યા છે કે, વિદેશમાં પણ ‘ધુરંધર 2’ એ તોફાની કલેક્શન કરીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. યુનાઇટેડ કિંગડમ (UK) માં આ ફિલ્મે 6 બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.
વિદેશમાં છવાઈ ‘ધુરંધર 2’
અત્યાર સુધી ‘ધુરંધર 2’ ની રિલીઝને 6 દિવસના સમયમાં જ ધમાકેદાર કમાણી કરી બતાવી છે. માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વિદેશમાં પણ આ મૂવી બમ્પર કલેક્શન કરી રહી છે. આ અંગેની માહિતી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આપી છે.
#Xclusiv… ‘DHURANDHAR 2’ CROSSES ₹ 250 CR *OVERSEAS* – SETS NEW RECORD IN *UK*…#DhurandharTheRevenge | #Dhurandhar2 | #Overseas Note: *Day-wise* data from Wed previews till Tue.
⭐️ Wed previews + Thu: $ 5.5 million ⭐️ Fri: $ 4.9 million ⭐️ Sat: $ 6.2 million ⭐️ Sun: $ 6… pic.twitter.com/H41HX9gtCg
— taran adarsh (@taran_adarsh) March 25, 2026
તરણ આદર્શના જણાવ્યા અનુસાર, રિલીઝના માત્ર 6 દિવસમાં જ ધુરંધર 2 એ વિદેશોમાં (ઓવરસીઝ) 250 કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ રીતે ‘ધુરંધર: ધ રિવન્જ’ એ ઇન્ટરનેશનલ માર્કેટમાં સફળતાનો ઝંડો લહેરાવી દીધો છે. આ સાથે જ યુનાઇટેડ કિંગડમ (UK) માં આ મૂવીએ કમાણીનો મહા-રેકોર્ડ બનાવતા £ 2,460,523 (પાઉન્ડ) નો કારોબાર કર્યો છે.
આ સાથે જ ‘ધુરંધર 2’ યુકેમાં સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. ‘ધુરંધર: ધ રિવન્જ’ એ આ દિગ્ગજ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે:
- ચેન્નાઈ એક્સપ્રેસ
- પદ્માવત
- દિલવાલે
- રોકી ઔર રાની કી પ્રેમ કહાની (RRKPK)
- પીકે (PK)
- એનિમલ
ધુરંધર 2 નું વર્લ્ડવાઇડ કલેક્શન
વિદેશમાં થયેલી આ કમાણીને કારણે ‘ધુરંધર 2’ નું વર્લ્ડવાઇડ કલેક્શન ખૂબ જ ઊંચું રહ્યું છે. અત્યાર સુધી આ ફિલ્મ વૈશ્વિક સ્તરે 915 કરોડથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે. એવું માનવામાં આવે છે કે, ‘ધુરંધર: ધ રિવન્જ’ સૌથી વધુ વર્લ્ડવાઇડ કલેક્શન કરનારી બોલિવૂડ ફિલ્મ પણ બની શકે છે.
