AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bunty Aur Babli 2 Trailer: ડબલ હશે બંટી ઔર બબલીની ધમાલ, સિદ્ધાંત અને શાર્વરીએ કરી દીધી છે ગેમ અપ

રાની મુખર્જી (Rani Mukerji) અને સૈફ અલી ખાન (Saif Ali khan)ની ફિલ્મ બંટી ઔર બબલી 2 (Bunty Aur Babli 2)નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 19 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Bunty Aur Babli 2 Trailer: ડબલ હશે બંટી ઔર બબલીની ધમાલ, સિદ્ધાંત અને શાર્વરીએ કરી દીધી છે ગેમ અપ
Bunty Aur Babli 2
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 6:38 PM
Share

રાની મુખર્જી (Rani Mukerji) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ની ફિલ્મ બંટી ઔર બબલી 2 (Bunty Aur Babli 2)ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહનો અંત આવવા જઈ રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. રાની અને સૈફ સાથે સિદ્ધંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને શાર્વરી પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સિદ્ધાંત ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ટ્રેલર રિલીઝ થવાની માહિતી આપી છે. તેમણે લખ્યું- ટ્રેલર આવી ગયું છે. મોટા પડદા પર મળીશું.

આવું છે ટ્રેલર

આ વખતે ચાહકો બંટી ઔર બબલીમાં ડબલ ધમાકો જોવા જઈ રહ્યા છે. જ્યાં એક તરફ જૂના બંટી અને બબલી રાની મુખર્જી અને સૈફ અલી ખાને લોકોને લૂંટવાનું બંધ કરી દીધું છે અને સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું છે, ત્યારે આ વખતે નવા બંટી અને બબલી સિદ્ધાંત ચતુર્વેદી અને શાર્વરીની એન્ટ્રી થઈ ગઈ છે. આ વખતે પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) પોલીસની ભૂમિકામાં જોવા મળશે.

ટ્રેલરની શરૂઆત થાય છે એક સામાન્ય પરિવારથી વિમ્મી દેવી તેમના પતિ રાકેશ ત્રિવેદી અને તેમના પુત્ર સાથે. જે છેલ્લા 15 વર્ષથી રેલ્વેમાં કામ કરે છે. આ સિંપલ કપલ પહેલા બંટી ઔર બબલી તરીકે ઓળખાતું હતું, જેણે ઘણા લોકોને છેતર્યા હોય છે. એકવાર ફરી બંટી અને બબલી પાછા ફરે છે, જેના કારણે પોલીસ બંનેને પકડી લે છે. કારણ કે કહેવાય છે કે બંટી અને બબલી ફરી એક્ટિવ થઈ ગયા છે. આ પછી નવા બંટી અને બબલીની એન્ટ્રી થાય છે. જેઓ પોતાનો દેખાવ બદલીને લોકોને છેતરી રહ્યા છે.

નવા બંટી અને બબલી દરેક જગ્યાએ છવાઈ જાય છે. તે પછી રાની અને સૈફ ફરી એકવાર બંટી અને બબલી બની આ નવા બંટી અને બબલીને પકડવા નીકળે છે. આ ચાર સાથે મળીને શું ધમાલ કરવા જઈ રહ્યા છે, આ માટે ફિલ્મની રાહ જોવી પડશે. બંટી ઔર બબલી 2નું નિર્દેશન વરુણ વી શર્મા દ્વારા કરવામાં આવ્યું છે અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 19 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો :- Friends Again :દુશ્મની ભૂલી મિત્ર બન્યા સલમાન ખાન અને Sanjay Leela Bhansali, આ પ્રોજેક્ટ માટે આવી રહ્યા છે સાથે

આ પણ વાંચો :- એક ઈવેન્ટ દરમિયાન અભિનેત્રી Shraddha Kapoorની હોટ સ્ટાઈલે બનાવી હેડલાઈન્સ, જુઓ અભિનેત્રીની તસ્વીરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">