Friends Again :દુશ્મની ભૂલી મિત્ર બન્યા સલમાન ખાન અને Sanjay Leela Bhansali, આ પ્રોજેક્ટ માટે આવી રહ્યા છે સાથે

બંને સેલેબ્સ સલમાન ખાન પર બનેલી ડોક્યુમેન્ટ શ્રેણી 'Beyond The Star' માટે સાથે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ સીરીઝ એક લોકપ્રિય OTT કંપની માટે બનાવવામાં આવી રહી છે.

Friends Again :દુશ્મની ભૂલી મિત્ર બન્યા સલમાન ખાન અને Sanjay Leela Bhansali, આ પ્રોજેક્ટ માટે આવી રહ્યા છે સાથે
Salman Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 11:55 PM

જો સલમાન ખાનને (Salman Khan)  બોલિવૂડમાં કોઈની સાથે દુશ્મની થઈ જાય તો તેઓ તેની સાથે દોસ્તી તો દુર પણ સાથે કામ ન કરવાના શપથ લે છે. આમાંથી એક નામ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીનું પણ સામે આવ્યું છે. પરંતુ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે સલમાન ખાન હવે સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) સાથે દોસ્તી કરી લીધી છે. અને બંને એક મોટા પ્રોજેક્ટ માટે હાથ મિલાવશે.

સીરીઝ માટે કરશે કોલોબ્રેશન

અહેવાલ છે કે બંને સેલેબ્સ સલમાન ખાન પર એક ડોક્યુમેન્ટ સીરીઝ ‘Beyond The Star’ માટે સાથે આવવાના છે. તમને જણાવી દઈએ કે આ સીરીઝ એક લોકપ્રિય OTT કંપની માટે બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનું નિર્માણ સલમાન ખાન ફિલ્મ્સ, વિજ ફિલ્મ્સ અને અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવશે.

ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો

આમાં સલમાનના જીવનની કહાની ફિલ્માવવામાં આવશે અને ચર્ચા છે કે આ શ્રેણીમાં સંજય લીલા ભણસાલી પણ જોવા મળશે.જોકે, ઘણા વધુ દિગ્દર્શકો, નિર્માતાઓ, અભિનેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. ભણસાલી એ લોકોમાંથી એક છે જેમણે સલમાનની સિરીઝ માટે પોતાની મંજૂરી આપી છે. જેથી સ્પષ્ટ છે કે બંને વચ્ચે મિત્રતા થઈ રહી છે.

જો કે, કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ભણસાલીએ આ શ્રેણી માટે તેના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન સાથે મિત્રતા અને પ્રેમ સિવાય, કેટલીક વ્યક્તિગત વાતો શેર કરી છે જેનાંથી દર્શકો અત્યાર સુધી અજાણ છે અને હવે તેઓ આ ખાસ પ્રોજેક્ટ દ્વારા જાણી શકશે. અત્યારે આ કોન્સેપ્ટ વિશે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

ઇન્શાઅલ્લાહ પર લાગ્યું તાળું

પહેલા એવી ચર્ચા હતી કે સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન ફિલ્મ ઇન્શાલ્લાહ બનાવશે. જોકે, ફિલ્મ શરૂ થાય તે પહેલા જ તે કોઈ કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. જ્યારે બંને 21 વર્ષ પછી ‘ઇન્શાઅલ્લાહ’ માટે સાથે આવવાના હતા, પરંતુ એવા અહેવાલો આવવા લાગ્યા હતા કે સલમાન અને સંજય વચ્ચે વસ્તુઓ બરાબર નથી અને ફિલ્મ માટે કેટલાક મતભેદોને કારણે, ફિલ્મ પર વાત બની શકી નથી.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, સલમાન ખાને તાજેતરમાં તેમની આગામી ફિલ્મ અંતિમ: ધ ફાઇનલ ટ્રુથની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. મહેશ માંજરેકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આવતા મહિને 26 નવેમ્બરે રિલીઝ થશે.

આ પણ વાંચો :- Satyameva Jayate 2 :દિવ્યા ખોસલા કુમારનું નવું લૂક પોસ્ટર આવ્યું સામે, આવતીકાલે રિલીઝ થશે ટ્રેલર

આ પણ વાંચો :- Karwa Chauth 2021 Wishes :અમિતાભ બચ્ચનથી પંકજ ત્રિપાઠી સુધી, બોલિવૂડ સેલેબ્સે પાઠવી ચાહકોને શુભેચ્છા

g clip-path="url(#clip0_868_265)">