AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Film Award 2026: ગુજરાતમાં યોજાનાર નેશનલ ફિલ્મ એવોર્ડસ 2026, આ કલાકારોને મળશે

National Film Award 2026 : નેશનલ ફિલ્મ એવોર્ડસ 2026નું આયોજન આ વખતે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં થશે નહી. આવું પહેલી વખત હશે. જ્યારે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડસ દિલ્લી બહાર આ એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આ સ્થળ વિશે વધુ જાણો. તેમજ કયા કલાકરને એવોર્ડ મળશે તે વિશે જાણો.

National Film Award 2026: ગુજરાતમાં યોજાનાર નેશનલ ફિલ્મ એવોર્ડસ 2026, આ કલાકારોને મળશે
Image Credit source: AI
| Updated on: Sep 08, 2026 | 10:42 AM
Share

નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન દર વર્ષે દિલ્લીમાં કરવામાં આવે છે. પરંતુ આ વખતે આ પરંપરામા ફેરફાર થવા જઈ રહ્યો છે. કારણ કે, આ વખતે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડનું આયોજન દિલ્લીથી બહાર થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડનું દિલ્લી સાથે જુનું કનેક્શન છે. દર વર્ષે દિલ્લીમાં સિનેમા જગતની મોટી હસ્તીઓ વર્ષના સૌથી શાનદાર જશ્ન મનાવવા માટે એકસાથે પહોંચે છે. પરંતુ આ વર્ષે આ પ્રતિષ્ઠિત સમારોહ દિલ્લીના બદલે એક નવા સ્થળે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે એવોર્ડ સમારોહ રાષ્ટ્રીય રાજધાનીના બદલે ગુજરાતના એકતા નગરમાં આયોજિત કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ મુર્મૂ એવોર્ડ આપશે

પીટીઆઈના રિપોર્ટ અનુસાર આ વખતે નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન 22 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના એકતાનગરમાં આયોજિત કરવામાં આવશે. નેશનલ ફિલ્મ એવોર્ડના 72 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એવું જોવા મળશે. જ્યારે આનું આયોજન દિલ્લી બહાર થઈ રહ્યું છે. સોમવારના રોજ અધિકારીઓએ જણાવ્યું કે, આ મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ગુજરાત પ્રવાસ દરમિયાન ફિલ્મી હસ્તીઓને આ સન્માન આપશે. એકતા નગરને પહેલા કેવડિયાના નામથી ઓળખતા હતા. હવે આ સ્ટૈચ્યુ ઓફ યુનિટી માટે ફેમસ છે.

આ કલાકારોને નેશનલ એવોર્ડ મળશે

તમને જણાવી દઈએ કે, 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતાની જાહેરાત આ વર્ષે જુલાઈ મહિનામાં જ કરી દેવામાં આવી હતી. ભારતીય સિનેમાના અનેક દિગ્ગજો અને ફિલ્મોએ બાજી મારી છે.”આર્ટિકલ 370″ ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ અને તેની મુખ્ય અભિનેત્રી યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. મલયાલમ સુપરસ્ટાર મામૂટી અને બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યનને “બ્રહ્મયુગમ” અને “ચંદુ ચેમ્પિયન” માં તેમની ભૂમિકાઓ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવશે. અભિનેતા-ફિલ્મ નિર્માતા રણદીપ હુડાને વિનાયક દામોદર સાવરકરની બાયોપિક, “સ્વતંત્ર વીર સાવરકર” પરના તેમના કામ માટે શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શકનો એવોર્ડ આપવામાં આવશે.

‘કલ્કિ 2898 AD’ ને પણ મળશે એવોર્ડ

તેલુગુ સાયન્સ ફિક્શન ફિલ્મ કલ્કિને શાનદાર મનોરંજનવાળી બનાવવા માટે સૌથી લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ મળશે. જ્યારે અરુણ મથેશ્વરનની ડાયરેક્ટર કરેલી અને ધનુષની લીડ રોલ વાળી તમિલ ફિલ્મ કૈપ્ટન મિલરને રાષ્ટ્રીય ,સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સહાન આપનારી સૌથી બેસ્ટ ફીચર ફિલ્મ પસંદ કરવામાં આવી છે.

આ એવોર્ડ સમારોહ કેવડિયામાં યોજાશે

ગુજરાતનું કેવડિયા શહેર, જે હવે એકતા નગર તરીકે ઓળખાય છે, તે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 597 ફૂટ ઊંચી પ્રતિમા છે, જેનું ઉદ્ઘાટન 2018માં પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 22 સપ્ટેમ્બરના રોજ યોજાનાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2026 સમારોહ અહીં યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ પ્રસંગે વિજેતાઓનું સન્માન કરશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ માત્ર ગુજરાત અને ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વના ગર્વ તરીકે જોવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 597 ફૂટ છે. અહી ક્લિક કરો

Follow Us
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત હાઇકોર્ટ બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને 'મોટી સફળતા'
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">