AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગેમ-રીલ્સના ચક્કરમાં અભિનેત્રીની હાલત બગડી, ગરદનની 3 લાખની સર્જરી કરાવવી પડી

હાલમાં એક એવી ઘટના સામે આવી છે. જેને સાંભળ્યા પછી તમે પણ ફોનનો ઓછો ઉપયોગ કરવા લાગશો. એક ફેમસ અભિનેત્રી મોબાઈલ પર ગેમ અને રીલ્સ જોવા કલાકો બેસી રહેતી, હવે તેને ગરદનની સર્જરી કરાવવી પડી છે.

ગેમ-રીલ્સના ચક્કરમાં અભિનેત્રીની હાલત બગડી, ગરદનની 3 લાખની સર્જરી કરાવવી પડી
Image Credit source: AI
| Updated on: Aug 13, 2026 | 11:23 AM
Share

સાઉથ સિનેમાની ફેમસ અભિનેત્રી રહેલી શકીલા હાલમાં પોતાના સ્વાસ્થ સાથે જોડાયેલી એક ગંભીર સમસ્યાથી પીડાતી જોવા મળી હતી. આ પરેશાનીના કારણે તેમને ગરદનની સર્જરી કરાવવી પડી છે. જેમાં 3 લાખ રુપિયાનો ખર્ચો પણ થયો છે. હોસ્પિટલથી ઘરે પરત ફર્યા પછી તેમણે એક વીડિયોમાં પોતાની રિકવરી વિશે જાણકારી આપી હતી. આ વીડિયોમાં તે ગરદન પર કોલર પહેરતા જોવા મળી હતી. શકીલાએ જણાવ્યું કે, આ સમસ્યા ખોટી સ્ટાઈલમાં કલાકો સુધી ફોન પર ગેમ અને વીડિયો જોવાના કારણે થઈ છે.

હવે અભિનેત્રીએ પોતાના ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા છે. હોસ્પિટલથી ઘરે પરત ફર્યા પછી પોતાની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં શકીલાએ પાતાના સ્વાસ્થ વિશે વિસ્તારથી વાત કરી છે.

અભિનેત્રી હોસ્પિટલમાંથી કેટલાક વીડિયો શેર કર્યા છે. તેમજ આ વીડિયોમાં હોસ્પિટલના બેડથી લઈ ઘર પરત ફરવાની જર્ની જોવા મળી રહી છે.અભિનેત્રીના મતે, કલાકો સુધી એક પડખે પડીને ફોન પર ગેમ રમવાથી તેની ગરદનની નસ પર અસર પડી. પરિણામે, શકીલાને સર્જરી કરાવવી પડી, જેનો ખર્ચ 3 લાખ થયો છે. તેમજ લોકોને ફોનનો વધારે ઉપયોગ ન કરવાની પણ અપીલ કરવા સિવાય બાળકોને ગેજેટ્સ ન આપવાની પણ સલાહ આપવામાં આવી છે.

3 લાખની સર્જરી કરાવવી પડી

વીડિયોમાં અભિનેત્રીએ પોતાની મજાક પણ ઉડાવી છે. શકીલાએ કહ્યું હવે બેડ પર બેસી જમવાથી લઈ ઉભા થવા તેમજ દેખરેખ કરવા માટે મદદની જરુર પડી છે. તેમણે કહ્યું હાલમાં મારી સર્જરી થઈ છે. આ એક મોટી સર્જરી હતી. હું તમને એક ગંભીર વાત જણાવું છું ફોન એક કામની વસ્તુ છે. પરંતુ તેનો જરુરતથી વધારે ઉપયોગ ન કરો.

કોણ છે શકીલા?

આંધ્ર પ્રદેશના નેલ્લોરની પાસે જન્મેલી શકીલા સી બેગમ,સોફ્ટકોર એડલ્ટ ફિલ્મો દ્વારા ફેમસ છે. તેમણે ડાયરેક્ટર આરજે પ્રસાદની ફિલ્મ કિન્નારાથુમ્બિકલમાં મુખ્ય ભૂમિકાન નિભાવી હતી. આ ફિલ્મ શાનદાર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.આ ફિલ્મનું બજેટ માત્ર 12 લાખ રુપિયા હતું. પરંતુ તેમણે 4 કરોડ રુપિયાની મોટી કમાણી કરી હતી. તેમજ આ ફિલ્મથી શકીલાને કેરળમાં પોપ-કલ્ચરના આઈકોન પણ બનાવી હતી.

Breaking News : ધ ટ્રેટર્સ સીઝન 2ના પ્રીમિયર પહેલા અભિનેત્રીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">