AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પ્રેસ કોન્ફરન્સમાં રડતા રડતા અભિનેતાએ કહ્યું જ્યાં સુધી મારા છૂટાછેડા નહી થાય ત્યાં સુધી હું ફિલ્મોમાં કામ નહીં કરું

રવિ મોહન હાલમાં પોતાના પારિવારિક કલેશના કારણે ચર્ચામાં છે. શનિવારના રોજ અભિનેતાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી પોતાનું દુખ વ્યક્ત કર્યું હતુ. તેમણે રડતા રડતા પોતાની વેદના મીડિયા સમક્ષ કહી હતી.

Breaking News : પ્રેસ કોન્ફરન્સમાં રડતા રડતા અભિનેતાએ કહ્યું જ્યાં સુધી મારા છૂટાછેડા નહી થાય ત્યાં સુધી હું ફિલ્મોમાં કામ નહીં કરું
| Updated on: May 17, 2026 | 8:27 AM
Share

તમિલ અભિનેતા જયમ રવિનો તેલુગુ અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટો ચાહક વર્ગ છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી, તે તેની ફિલ્મો માટે નહીં પરંતુ પર્સનલ બાબતો માટે ચર્ચામાં છે. તેનો તેની પત્ની આરતી સાથે વિવાદ ચાલી રહ્યો છે અને તે છૂટાછેડા માંગી રહ્યો છે. દરમિયાન, સિંગર કેનિશા ફ્રાન્સિસ સાથેના તેના અફેરે ઈન્ડસ્ટ્રીમાં ધ્યાન ખેંચ્યું છે. છૂટાછેડા પહેલા સિંગર સાથે કાર્યક્રમો અને મંદિરોમાં હાજરી આપવા બદલ તેને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો.તમિલ અભિનેતા રવિ મોહને હાલમાં એક પ્રેસ કોન્ફરન્સ પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરવા માટે બોલાવી હતી. જેમાં તે ભાવુક થયો હતો.

પોન્નિયિન સેલ્વનના અભિનેતા જે પત્ની આરતીથી અલગ હોવાના કારણે ચર્ચામાં છે. મીડિયા સાથે વાતચીત કરતા તે ભાવુક થયો હતો અને આંખમાંથી આસું આવ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી છુટાછેડા નહી થાય ત્યાં સુધી ફિલ્મોમાં કામ કરીશ નહી. રવિ મોહને વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. તેને 2 બાળકો પણ છે. તો ચાલો જાણીએ આ સમગ્ર મામલો શું છે.

15 વર્ષ પછી લગ્ન જીવનમાં કડવાશ આવી

તમને જણાવી દઈએ કે, રિવ મોહનના લગ્નને 15 વર્ષ થઈ ચૂક્યા છે. લગ્નના 15 વર્ષ પછી રવિએ પત્નીથી અલગ થવાની વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતુ કે, પરિવારની સન્માન કરે. તેમજ આ સંબંધમાં કોઈ પણ પ્રકારની અટકળો, અફવાઓ કે, આરોપ ન લગાવો,

છૂટાછેડા પછી કામ કરશે

શનિવારના રોજ રવિ મોહને એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી પોતાનું દુખ વ્યક્ત કર્યું હતુ. રવિ મોહને કહ્યું કે, આ લગ્નમાં ખુબ ઉતાર-ચઢાવ આવ્યા છે. બાળકોની ફી ભરવા છતાં બાળકોને મળવા દેવામાં આવતા નથી.માત્ર રવિ મોહન જ નહીં, તેની મિત્ર તનિષા ફર્નાન્ડિસ પણ ચર્ચામાં છે અને ટ્રોલ્સનું નિશાન પણ છે.

રવિ મોહને એમ પણ કહ્યું કે ,ઘણા લોકોએ તેમને નિશાન બનાવ્યા છે અને જ્યાં સુધી તેમના છૂટાછેડાનો નિર્ણય ન થાય ત્યાં સુધી તેઓ ફિલ્મોમાં કામ નહીં કરે. તેમણે કહ્યું, “જ્યાં સુધી મારા છૂટાછેડા ન થાય ત્યાં સુધી હું અભિનય નહીં કરું. મેં 23 વર્ષથી દિવસ-રાત કામ કર્યું છે, અને મારી 90 ટકા ફિલ્મો સફળ રહી છે.

મારા બાળકોને મળવા દેતી નથી

મારા પિતા અને ભાઈ ચાર વર્ષથી કામ કરતા નથી. હું બાળપણથી જ મારા પરિવાર માટે કામ કરું છું. હું અહીં મારા પરિવાર માટે છું. મારા બાળકોને મને જોવા દીધા નથી. હું તેમને કેવી રીતે છોડી શકું? હું તેમના માટે જીવ્યો છું. પણ આજે તે મને તેમને જોવા દેતા નથી. હું ભાડાના મકાનમાં રહું છું. એક મહિલાએ મને સમજાવવાનો પ્રયાસ કર્યો, અને હવે તેઓએ તેને (કેનિશા) પણ ઘરમાંથી કાઢી મૂકી છે. મેં મારા બાળકો માટે ચૂપ રહેવાનું જ શ્રેષ્ઠ માન્યું.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું.અહી ક્લિક કરો

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">