બોની કપૂરે ખાસ અંદાજમાં દિકરી જ્હાન્વીને આપી જન્મદિવસની શુભેચ્છા, લખી આ ઈમોશનલ નોટ

બોની કપૂરે જ્હાન્વીના જન્મદિવસ પર તેની બાળપણની એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું,અમારા જીવનની ખુશી, તમે જેમ છો તેમ જીવો છો, સરળ,ડાઉન ટુ અર્થ, દરેકને માન આપો, આ ગુણો તમને ચાંદની પેલી પાર લઈ જશે.

બોની કપૂરે ખાસ અંદાજમાં દિકરી જ્હાન્વીને આપી જન્મદિવસની શુભેચ્છા, લખી આ ઈમોશનલ નોટ
Boney kapoor wishes daughter janhvi on his birthday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 2:29 PM

Janhvi Kapoor Birthday : બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂર (Janhvi Kapoor) આજે તેનો 25મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના જન્મદિવસ પર તેમના પરિવાર સહિત ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સ (Bolly wood Stars) તેમને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે. આ ખાસ દિવસ પર તેના પિતા બોની કપૂરે પણ અલગ અંદાજમાં તેને શુભેચ્છા પાઠવી છે. બોનીએ જ્હાન્વીની બાળપણની એક તસવીર શેર કરીને ખૂબ જ ઈમોશનલ નોટ લખી છે.

ગુણો તમને ચાંદની પેલી પાર લઈ જશે……

બોની કપૂરે જ્હાન્વીના જન્મદિવસ પર તેની બાળપણની(Childhood)  એક તસવીર શેર કરી, સાથે કેપ્શનમાં લખ્યું,અમારા જીવનની ખુશી, તમે જેમ છો તેમ જીવો છો, સરળ,ડાઉન ટુ અર્થ, દરેકને માન આપો, આ ગુણો તમને ચાંદની પેલી પાર લઈ જશે. જન્મદિવસની શુભેચ્છા બેટા. આ સાથે તેણે અલગ-અલગ હેપ્પી ઈમોજીસ પણ શેર કર્યા છે.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

શ્રીદેવીના નિધન પછી ભાંગી પડી અભિનેત્રી

જ્હાન્વી સિવાય નિર્માતાને અન્ય ત્રણ બાળકો છે,જેમાં અભિનેતા અર્જુન કપૂર, અંશુલા અને ખુશી કપૂરનો સમાવેશ થાય છે.ઘણીવાર બોની પોતાના સોશિયલ એકાઉન્ટ પરથી પોતાના બાળકો સાથે ફોટા અને વીડિયો શેર કરતા જોવા મળે છે.તમને જણાવી દઈએ કે, જ્હાન્વીનો જન્મ વર્ષ 1997માં મુંબઈમા થયો હતો. સ્વર્ગસ્થ શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જ્હાન્વીએ 2018ની ફિલ્મ ધડકથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.જ્હાન્વી કપૂરે પોતાનો અભ્યાસ ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં કર્યો છે, સ્કૂલનો અભ્યાસ કર્યા બાદ તેમણે એક્ટિંગ કોર્સ કર્યો હતો.

તમને જણાવવુ રહ્યુ કે, જ્હાન્વી કપૂર પોતાની માતા શ્રીદેવીની ખુબ જ નજીક હતી અને તેમના નિધન પછી તે તૂટી ગઈ હતી. તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘ધડક’ માતા શ્રીદેવીને ડેડીકેટ કરી હતી.જ્હાન્વીની પહેલી ફિલ્મ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી જ્હાન્વી ‘ઘોસ્ટ સ્ટોરીઝ’, ‘ગુંજન સક્સેના’, ‘રૂહી’ ફિલ્મોમાં જોવા મળી હતી. આગામી દિવસોમાં તે ‘દોસ્તાના 2’થી લઈને ‘ગુડ લક જેરી’ અને ‘મિલી’ જેવી ફિલ્મોમાં જાન્હવી અલગ-અલગ અવતારમાં સ્ક્રીન પર જોવા મળશે.

આ પણ વાંચો : Happy Birthday Janhvi Kapoor: બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે અભિનેત્રી કરી રહી છે સખત મહેનત, જાણો તેના જીવન વિશેની આ વાતો

આ પણ વાંચો :Wedding Photos: કિયારા અડવાણીની બહેનના થયા લગ્ન, અભિનેત્રી નજર આવી ગ્લેમરસ લુકમાં

g clip-path="url(#clip0_868_265)">