AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

90’sના દોરનો જાદુ પાછો ફર્યો, પીળી સાડીમાં શર્વરીની ‘અદા’ અને આયુષ્માનનો ‘ઇશ્કિયા અંદાજ’

બોલિવૂડમાં ફરી એકવાર 90ના દશકનો રોમાન્સ પાછો ફર્યો છે. આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘની આગામી ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું નવું ગીત રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. વરસાદમાં બંનેની શાનદાર કેમિસ્ટ્રી અને મેલોડિયસ મ્યુઝિકે દર્શકોનું દિલ જીતી લીધું છે.

90'sના દોરનો જાદુ પાછો ફર્યો, પીળી સાડીમાં શર્વરીની 'અદા' અને આયુષ્માનનો 'ઇશ્કિયા અંદાજ'
| Updated on: Nov 03, 2026 | 7:46 PM
Share

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘની આગામી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ રિલીઝ પહેલા જ ચર્ચામાં બની રહી છે. ફિલ્મને લઈને દર્શકો વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે, ફિલ્મના ગીતો પણ સતત લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.

હવે મેકર્સે તેનું નવું ગીત ‘સાવન આયા હૈ’ રિલીઝ કરી દીધું છે, જે તેના મ્યુઝિક અને રોમેન્ટિક અંદાજથી સીધા 90ના દશકની યાદ અપાવે છે. ગીતમાં આયુષ્માન અને શર્વરીની શાનદાર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. વરસાદમાં બંનેનો રોમાન્સ અને ડાન્સ મૂવ્સ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

આ પહેલા ફિલ્મનું ટાઇટલ ટ્રેક અને હિમેશ રેશમિયાનું કંપોઝ થયેલું અન્ય એક ગીત રિલીઝ થઈ ચૂક્યું છે. હવે નવા ટ્રૅકે ફિલ્મના મ્યુઝિકલ માહોલને વધુ ખાસ બનાવી દીધો છે.

વરસાદમાં રોમાન્સ કરતા દેખાયા આયુષ્માન અને શર્વરી

‘સાવન આયા હૈ’ ગીતમાં આયુષ્માન ખુરાના શર્વરીને પોતાના સુરીલા અવાજથી પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતા નજરે પડી રહ્યો છે. શર્વરી સાડીમાં ખૂબ જ ખૂબસૂરત દેખાઈ રહી છે.

ગીતના અનેક ભાગોમાં બંને એક-બીજાના પ્રેમમાં ખોવાયેલા નજરે આવે છે. વરસાદ વચ્ચે તેમનો ડાન્સ અને રોમેન્ટિક અંદાજ ગીતને એક અલગ સુંદરતા આપે છે. તેની ધૂન અને ફિલ્માંકનમાં જૂની હિન્દી ફિલ્મોના રોમેન્ટિક ગીતોની ઝલક જોવા મળે છે.

આ ગીતને શ્રેયા ઘોષાલ અને કેશવ આનંદે પોતાનો અવાજ આપ્યો છે. રિલીઝ થયાના થોડા જ સમયમાં તેને હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર પણ દર્શકો ગીતના વખાણ કરી રહ્યા છે.

ઘણા લોકોને તેનું મ્યુઝિક અને બોલ જૂના જમાનાના મેલોડિયસ ગીતોની યાદ અપાવી રહ્યા છે. ફિલ્મના સંગીતની જવાબદારી હિમેશ રેશમિયાએ સંભાળી છે અને અત્યાર સુધી રિલીઝ થયેલા ગીતોને લઈને દર્શકોનો પ્રતિસાદ ઉત્સાહજનક રહ્યો છે.

ફેન્સને પસંદ આવ્યું શ્રેયા-હિમેશનું કોમ્બિનેશન

‘સાવન આયા હૈ’ રિલીઝ થતા જ ફેન્સે કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું. એક યુઝરે શ્રેયા ઘોષાલ અને હિમેશ રેશમિયાની જોડીના વખાણ કરતા લખ્યું કે, આ કોમ્બિનેશન જૂના સારા દિવસોની યાદ અપાવે છે. અન્ય એક ફેને ગીતના બોલને શાનદાર જણાવ્યા. કોઈએ તેને સુકુન આપનાર અને ખૂબસૂરત ટ્રૅક કહ્યો, તો કેટલાક દર્શકોને તેની ધૂન અને અંદાજ ઘણો પસંદ આવ્યો.

એક યુઝરે તો ત્યાં સુધી લખી દીધું કે, ફિલ્મ ફક્ત પોતાના ગીતોના લીધે જ સુપરહિટ થઈ શકે છે, તેને વાર્તાની પણ જરૂર નહીં પડે. જો કે, ફિલ્મની સફળતાનો નિર્ણય રિલીઝ પછી જ થશે પરંતુ ગીતોને મળી રહેલા પ્રતિસાદે તેના પ્રત્યે દર્શકોની ઉત્સુકતા જરૂર વધારી દીધી છે.

માધુરી દીક્ષિત સાથે પણ થિરકતી જોવા મળી ‘શર્વરી’

ફિલ્મ સાથે જોડાયેલી એક ખાસ પળ ત્યારે જોવા મળી હતી, જ્યારે શર્વરીએ રાજશ્રી પ્રોડક્શન્સની વિરાસતના જશ્ન માટે દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે ‘યે પ્રેમ મોલ લિયા’ના ટાઇટલ ટ્રેક પર ડાન્સ કર્યો હતો.

આ ખાસ મોકા પર હિન્દી સિનેમાની એક લોકપ્રિય અભિનેત્રી અને નવી પેઢીની અદાકારા એકસાથે નજરે પડી. આ પળ ફિલ્મના પ્રચારની દ્રષ્ટિએ પણ ઘણી ખાસ રહી.

27 નવેમ્બરે રિલીઝ થશે ફિલ્મ

‘યે પ્રેમ મોલ લિયા’ એક મ્યુઝિકલ ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ છે, જેનું નિર્દેશન સૂરજ બડજાત્યાએ કર્યું છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં નજરે આવશે. તેનું સંગીત હિમેશ રેશમિયાએ તૈયાર કર્યું છે.

રાજશ્રી પ્રોડક્શન્સે મહાવીર જૈન ફિલ્મ્સ સાથે મળીને તેનું નિર્માણ કર્યું છે. ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. હવે જોવું રસપ્રદ રહેશે કે, ગીતોના માધ્યમથી દર્શકો વચ્ચે બનેલી આ ઉત્સુકતા ફિલ્મની રિલીઝ પછી બોક્સ ઓફિસ પર કેટલી અસર દેખાડે છે.

‘રામાયણ 3’ બનશે? રણબીર કપૂરનો ‘મોટો ઇશારો’, યશના રિએક્શને વધારી ફેન્સની એક્સાઈટમેન્ટ

Follow Us
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર!
સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર!
દાહોદના ઠક્કર ફળિયામાં મોડી રાત્રે બેકાબૂ કારે સર્જ્યો અકસ્માત
દાહોદના ઠક્કર ફળિયામાં મોડી રાત્રે બેકાબૂ કારે સર્જ્યો અકસ્માત
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
g clip-path="url(#clip0_868_265)">