Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan Attack : શું એક સત્ય છુપાવવા માટે સૈફ અલી ખાનનો પરિવાર “Safe Game” રમી રહ્યો છે?

સૈફ અલી ખાન પર થયેલા હુમલાનો કોયડો હજુ પણ ગુંચવાયેલો છે. દરરોજ નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. ત્યારે એવી પણ ચર્ચા લોકો કરી રહ્યા છે કે, સૈફ અલી ખાન શું સત્ય છુપાવી રહ્યો છે.

Saif Ali Khan Attack  :  શું એક સત્ય છુપાવવા માટે સૈફ અલી ખાનનો પરિવાર Safe Game રમી રહ્યો છે?
Follow Us:
| Updated on: Jan 28, 2025 | 11:48 AM

16 જાન્યુઆરીના રોજ સૈફ અલી ખાન સાથે જે ઘટના બની હતી. તે સત્ય માત્ર સૈફ અલી ખાન અને તે સમયે રહેલા લોકો જ જાણે છે.સૈફ અલી ખાનના નિવેદન મુજબ તે રાત્રે કરીના કપૂર, તેનો દીકરો જ્હાંગીર નર્સ અને હુમલાખોર હાજર હતા. આટલા લોકો હોવા છતાં એક આરોપીની ઓળખમાં આટલી સમસ્યા કેમ થઈ રહી છે. લોકોને પણ હવે દાળમાં કાંઈખ કાળું લાગી રહ્યું છે. અવનવા સવાલો પણ ઉઠાવી રહ્યા છે. હવે એટલા સવાલો ઉઠી રહ્યા છે કે, તેનો જવાબ પણ આપી શકતા નથી. સૈફ તે રાત વિશે શું છુપાવી રહ્યો છે, જે આ કેસને ઉકેલવા દેતો નથી?

10 બોડીગાર્ડ હોવા છતાં હોસ્પિટલ રિક્ષામાં કેમ જવું પડ્યું

એક તરફ, કરીના કપૂરે ઇન્સ્ટા સ્ટોરી પર એક ફોટો શેર કર્યો, જેમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે તે તેની બહેન કરીના સાથે છે. પરંતુ સૈફે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઘટનાની રાત્રે કરીના તેની સાથે બેડરૂમમાં હતી. બીજો પ્રશ્ન એ છે કે, 10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, તેમજ સૈફ અલી ખાનને રિક્ષામાં બેસી હોસ્પિટલ જવું કેમ પડ્યું,અભિનેતા પાસે મર્સિડીઝ-બેન્ઝ, ઓડી, બીએમડબ્લ્યુ, ફોર્ડ અને જીપ જેવી મોંઘી કાર છે. તો પણ રિક્ષા કેમ પસંદ કરી. તેમજ 10 બોડીગાર્ડ હોવા છતાં શું 16 જાન્યુઆરીની એ રાત્રે તેના ઘરમાં એક પણ બોડીગાર્ડ ન હતો કે, જે તેને હોસ્પિટલ લઈ જાય. કે પછી કાર ચલાવી શકે ?

19 ફિંગરપ્રિન્ટના રિપોર્ટ નેગેટિવ

અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાને લઈ નવો ખુલાસો થયો છે. તપાસ કરી રહેલી પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી મળેલા 19 ફિંગરપ્રિન્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આરોપી શહઝાદના નમૂના આ રિપોર્ટ સાથે મેળ ખાતા નથી. સીઆઈડીએ સૈફ અલી ખાનના ઘરેથી મળેલા ફિંગરપ્રિન્ટના સેમ્પલ મામલે ધરપકડ કરેલા આરોપી શરીફુલ ઈસ્લામના ફિંગર પ્રિન્ટને મેચ કરવા મુંબઈ પોલીસને જાણકારી આપી હતી. સીઆઈડીએ મુંબઈ પોલીસને ફિંગરપ્રિન્ટના સેમ્પલ નેગેટિવ રિપોર્ટ આપ્યો છે. એટલે કે, ઘટનાસ્થળથી લેવામાં આવેલા નૂમુનામાંથી 19 નમુના આરોપીના ફિંગરપ્રિન્ટ સાથે મેચ થતાં નથી. આરોપી શરીફુલની તમામ 10 આંગળીના નિશાન રાજ્યની સીઆઈડીના ફિંગરપ્રિન્ટ બ્યુરોને મોકલ્યા હતા.

8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
IPL 2025 દરમિયાન ધોનીને મળ્યું ખાસ સન્માન
આ કંપનીએ કરી ₹62000 કરોડની ડીલ, 1 એપ્રિલે શેર પર દેખાશે અસર!

એક મહિલાની પણ ઘરપકડ

સૈફ અલી ખાન પર હાલમાં એક હુમલા મામલે નવો ટ્વિસ્ટ સામે આવ્યો છે. એવી ચર્ચા છે કે, આ ઘટનમાં બોલિવુડ અભિનેતા પર તેના ઘરમાં હુમલો થવા મામલે મુંબઈ પોલિસે એક મહિલાની પણ ઘરપકડ કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવનેદ્ર ફડવણીસે સૈફ અલી ખાન મામલે મીડિયા સાથે વાત કરી છે. મુંબઈ પોલીસે સોમવારના રોજ સૈફ અલી ખાન પર હુમલા મામલે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાંથી એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. જાણકારી મુજબ પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હુમલા મામલે આરોપમાં ધરપકડ કરાયેલ બાંગ્લાદેશના નાગરિક શરીફુલ ફકીર દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલું સીમ આ મહિલાના નામ પર રજિસ્ટ્રેડ હતુ.

મહિલાના નામે સિમ રજીસ્ટર

પશ્ચિમ બંગાળ પોલીસના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “સૈફ અલી પર થયેલા હુમલાના સંદર્ભમાં મુંબઈના પોલીસ અધિકારીઓએ નાદિયા જિલ્લાના છાપરામાં એક મહિલાની પૂછપરછ કરી હતી.” મહિલાએ કહ્યું કે તે આરોપી શરીફુલને ઓળખતી નથી. મહિલાએ દાવો કર્યો હતો કે થોડા વર્ષો પહેલા જ્યારે તે કોલકાતામાં હતી ત્યારે તેનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો. તપાસ અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આરોપીઓએ મહિલાના નામે સિમ કેવી રીતે રજીસ્ટર કરાવ્યું.

g clip-path="url(#clip0_868_265)">