શું Vicky Kaushal અને Katrina Kaif ટૂંક સમયમાં બંધાશે લગ્નના બંધનમાં? સલમાન ખાનના સ્ટાઈલિસ્ટે આપ્યા સંકેત

કેટરિનાએ તેમનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. કેટરીનાના જન્મદિવસ પર સલમાન ખાન (Salman Khan)ના સ્ટાઈલિસ્ટ એશલે રેબેલોએ તેમને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

શું Vicky Kaushal અને Katrina Kaif ટૂંક સમયમાં બંધાશે લગ્નના બંધનમાં? સલમાન ખાનના સ્ટાઈલિસ્ટે આપ્યા સંકેત
Vicky Kaushal,Katrina Kaif
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 7:54 PM

વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) હાલમાં ચર્ચામાં છે. જો રિપોર્ટ્સનું માનવામાં આવે તો બંને રિલેશનશિપમાં છે, પરંતુ હજી સુધી તેના વિશે પુષ્ટિ કરી નથી. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. વિક્કી કેટરીનાના ઘરની બહાર પણ ઘણી વખત જોવા મળ્યા છે. હવે સલમાન ખાન (Salman khan)ના સ્ટાઈલિસ્ટે કેટરિનાના લગ્ન વિશે એક વાત કહી છે.

શુક્રવારે કેટરિનાએ તેમનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. કેટરીનાના જન્મદિવસ પર સલમાન ખાન (Salman Khan)ના સ્ટાઈલિસ્ટ એશલે રેબેલોએ તેમને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આ સાથે તેમણે ચાહકોને એક સંકેત આપ્યો છે કે કેટરીના જલ્દીથી લગ્ન કરી શકે છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

વેડિંગ ગાઉનમાં શેર કર્યો ફોટો

એશલેએ કેટરીના કૈફની ભારતના સેટ પરથી જૂની તસ્વીર શેર કરી છે. આ ફોટોમાં કેટરીના વ્હાઈટ કલરના વેડિંગ ગાઉનમાં જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતી વખતે તેમણે લખ્યું – હેપી બર્થડે કેટરીના. જલ્દી આ રિયાલિટીમાં બદલી જાય.

એશલેની આ પોસ્ટ પછી સોશ્યલ મીડિયા પર લોકો અનુમાન લગાવી રહ્યા છે કે કેટરીના કૈફ ટૂંક સમયમાં લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહી છે. ચાહકોને લાગે છે કે કેટરીના અને વિક્કી કૌશલ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે કારણ કે બંને હાલમાં એક બીજાને ડેટ કરી રહ્યા છે.

હર્ષવર્ધન કપૂરે કર્યું હતું કન્ફર્મ

તાજેતરમાં જ અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરે પુષ્ટિ આપી હતી કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ રિલેશનશિપમાં છે. હર્ષવર્ધનની પુષ્ટિ થયા પછી પણ વિક્કી અને કેટરીના મૌન રહ્યા છે. જો અહેવાલોનું માનવામાં આવે તો હર્ષવર્ધને કેટરીનાના સંબંધની પુષ્ટિ કર્યા પછી તે તેનાથી નારાજ થઈ ગઈ છે. કેટરીના અને વિક્કી હજુ સુધી બધાની સામે પોતાના સંબંધો લાવી રહ્યા નથી.

વિક્કી સાથે કામ કરવા માંગે છે કેટરીના

કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં જ્યારે કેટરીના કૈફેને હોસ્ટ કરણે પૂછ્યું હતું કે તે કયા અભિનેતા સાથે કામ કરવા માંગે છે, ત્યારે તેમણે કહ્યું હતું કે, હું અને વિક્કી કૌશલ સાથે સારા દેખાઈશું. જ્યારે વિક્કીને આ વાતની જાણ થઈ ત્યારે તે ખુશીથી સોફા પર પડી ગયા હતા.

આ પણ વાંચો: Raghubir Yadav પર પત્નીએ લગાવ્યો આરોપ, કહ્યું- અભિનેતાને કારણે સોનું ગિરવી મૂકીને ચલાવી રહ્યી છે ખર્ચ

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">