AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘DDLJ’ ની ‘કમ્મો બુઆ’ આખરે ક્યાં ગાયબ થઈ ગઈ? ગ્લેમર છોડી સાદું જીવન જીવતી એક્ટ્રેસની આ અંગત વાત, તમને ખબર છે?

1990 ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી પર ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ના શૂટિંગ દરમિયાન દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જીવનના આ કપરા સમયમાં પણ તેમણે હિમ્મત ન હારી અને પોતાનો અભિનય ચાલુ રાખ્યો. જો કે, આજે તેઓ મુંબઈનું ગ્લેમર અને હાઈ ફાઈ જીવનશૈલી છોડીને સાદું જીવન જીવી રહ્યા છે.

‘DDLJ’ ની ‘કમ્મો બુઆ’ આખરે ક્યાં ગાયબ થઈ ગઈ? ગ્લેમર છોડી સાદું જીવન જીવતી એક્ટ્રેસની આ અંગત વાત, તમને ખબર છે?
| Updated on: Aug 01, 2026 | 1:54 PM
Share

1990 ના દાયકાની લોકપ્રિય અને શાનદાર અભિનેત્રી હિમાની શિવપુરીએ પોતાની દમદાર અદાકારીથી લાખો દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું. તેમણે ફિલ્મ ઇંડસ્ટ્રી અને ટીવી ઇંડસ્ટ્રી બંનેમાં કામ કરીને પોતાની એક ખાસ ઓળખ બનાવી. જો કે, તેમની આ સફળતા પાછળ એક ખૂબ જ દુઃખદ અંગત વાત છુપાયેલી છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

આ વાત વિશે તમને ખબર છે?

વાસ્તવમાં, 1990 ના દાયકાની સુપરહિટ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ના શૂટિંગ દરમિયાન હિમાની શિવપુરી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. એ સમયે હિમાની શિવપુરીના પતિનું અચાનક નિધન થઈ ગયું, જે તેમના જીવનનો સૌથી મોટો ઝાટકો હતો.

જો કે, આટલા મોટા દુઃખ પછી પણ તેમણે હિંમત ન હારી. તેમણે પોતાના આ દર્દને બાજુ પર મૂકીને કામ ચાલુ રાખ્યું અને ફિલ્મો તથા TV માં સતત સારું કામ કરીને પોતાની ઓળખ જાળવી રાખી.

હાલ તેઓ ક્યાં રહે છે?

ધ્યાન દોરવા જેવું એ છે કે, આજે બોલિવૂડની અને મુંબઈની ભાગદોડ ભરેલી જિંદગીથી દૂર હિમાની શિવપુરી ઉત્તરાખંડના પોતાના વતનમાં એક સાદું તેમજ શાંતિપૂર્ણ જીવન વિતાવી રહ્યા છે.

તેમણે પોતાના મસૂરી સ્થિત ઘરને એક હોમસ્ટેમાં બદલી નાખ્યું છે, જ્યાં તેઓ પ્રકૃતિ અને શાંતિ વચ્ચે સમય વિતાવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ આજે પણ પોતાના પ્રશંસકો સાથે જોડાયેલા છે અને પોતાના જીવનના આ નવા અધ્યાયને શેર કરી રહ્યા છે.

સુપરહિટ ફિલ્મોમાં યાદગાર કામ કર્યું

હિમાની શિવપુરીએ ‘હમ આપકે હે કૌન’, ‘રાજા’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘ખામોશી’, ‘હીરો નંબર 1’, ‘દીવાના મસ્તાના’, ‘બંધન’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘બીવી નંબર 1’, ‘હમ સાથ સાથ હૈં’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘મેં પ્રેમ કી દીવાની હૂં’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં યાદગાર કામ કર્યું છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ ટીવી ઇન્ડસ્ટ્રી બંનેમાં કામ કરીને તેમણે પોતાની એક ખાસ ઓળખ બનાવી અને આજે પણ તેમના દરેક પાત્રને લોકો ખૂબ જ યાદ કરે છે.

શું ‘રામાયણ’ માં ‘Ranbir Kapoor’ ડબલ રોલમાં જોવા મળશે ? આ એક સીને વધારી દીધા ચાહકોના ધબકારા

Follow Us
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...
આસારામના ગેરકાયદેસર આશ્રમ પર તંત્રનો સપાટો...
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'
અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...
કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...
નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'
નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'
વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ
વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">