એવું તો શું છે Bawal ફિલ્મમાં કે જાપાનના લોકોએ પણ ફિલ્મ રિલીઝ કરવાની માગ કરી, જાણો કારણ
જાન્હવી કપૂર અને વરુણ ધવનની ફિલ્મ 'બવાલ' (Bawal)21 જુલાઈ, 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. ભારતથી લઈને જાપાન સુધી આ ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ છે. હવે બવાલને જાપાની ભાષામાં ડબ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
વરુણ ધવન અને જાન્હવી કપૂરની ફિલ્મ બવાલ 21 જુલાઈના રોજ OTT પર રિલીઝ થઈ રહી છે. જ્હાન્વી અને વરુણ હાલના દિવસોમાં ફિલ્મનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં, જાપાનમાં પણ આ ફિલ્મની સ્ટોરીની ચર્ચા થઈ રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, જાપાનના લોકોએ ફિલ્મના મેકર સાજિદ નડિયાદવાલાને બવાલને જાપાનીઝમાં ડબ કરવાની માગ કરી છે. આખરે ફિલ્મમાં એવું તો શું છે કે જાપાનના લોકો તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
બવાલની સ્ટોરી બીજા વિશ્વયુદ્ધ સાથે સબંધિત
જાપાનના લોકોએ બવાલ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાને આ ફિલ્મને જાપાની ભાષામાં ડબ કરવાની માગ કરી છે. જાપાની લોકોની માગ છે કે, આ ફિલ્મને તેની ભાષામાં ડબ કરવી જોઈએ. તેનું કારણ છે ફિલ્મની સ્ટોરી. બવાલની સ્ટોરી બીજા વિશ્વયુદ્ધ સાથે સબંધિત છે. ફિલ્મની સ્ટોરી બીજા વર્લ્ડ વોરની અનેક ઘટનાઓ સાથે જોડાયેલી છે. જે જાપાનના ઈતિહાસનો ભાગ રહી છે, આજ કારણ છે કે, આ ફિલ્મને જાપાનની લોકલ ભાષામાં દેખાડવાની માગ કરી છે.
View this post on Instagram
( Source: nadiadwalagrandson)
આ પણ વાંચો : Project Kમાંથી પ્રભાસનો પહેલો લુક સામે આવ્યો, શાનદાર અંદાજમાં જોવા મળ્યો
તમને જણાવી દઈએ કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન સૌથી વધુ પ્રભાવિત થનારા દેશોમાંથી એક હતો. બવાલની સ્ટોરીમાં બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલ અનેક એલીમેન્ટસ જોવા મળ્યા છે. એટલા માટે જાપાનમાં ફિલ્મને જૈપનીઝમાં રિલીઝ કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મના મેકર્સ હજુ આના પર વિચાર કરી રહ્યા છે. સાથે ફિલ્મને મળી રહેલા આ પ્રેમને લઈ ખુબ એક્સાઈટેડ છે.
વરુણ ધવન અને જાહ્નવી કપૂરની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ બવાલ 21 જુલાઈ, 2023ના રોજ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. તમે Amazon Prime પર બાવલ જોઈ શકો છો. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે. સાજીદ નડિયાદવાલાના નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.