AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટ પર સ્પષ્ટતા કરી, કહ્યું રણવીર સિંહ માટે કહ્યું નથી

બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી પોતાના એક ટ્વિટને કારણે સતત ચર્ચામાં છે. ફિલ્મ નિર્માતા દ્વારા એક ટ્વીટ તેને રણવીર સિંહ સાથે જોડતા જોવા મળી રહી છે.

વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટ પર સ્પષ્ટતા કરી, કહ્યું રણવીર સિંહ માટે કહ્યું નથી
vivek agnihotriImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 9:58 AM
Share

Vivek Agnihotri : બોલિવૂડ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) હંમેશા સ્ક્રીન પર સૌથી અનોખી ફિલ્મો રજૂ કરે છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મો અથવા તેમના કોઈપણ નિવેદનો વારંવાર વિવાદોમાં ફસાઈ જાય છે. આ દરમિયાન તેમની એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ડાયરેક્ટરના ટ્વીટથી નવો વિવાદ સર્જાયો છે. ફિલ્મ નિર્માતાએ તાજેતરમાં ટ્વિટ કર્યું હતું કે એક કલરફુલ સ્ટારને ખરાબ ફિલ્મો માટે 10 એવોર્ડ મળ્યા છે. તેમના આ નિવેદને બોલિવૂડ ઈન્ડસ્ટ્રી (Bollywood industry) હચમચાવી નાખ્યું હતું.

સારી એક્ટિંગ માટે સૌને સન્માન મળવું જોઈએ

વિવિકે અગ્નિહોત્રીના આ ટ્વિટથી એવો અંદાજ લગાવવામાં આવ્યો કે. આ કટાક્ષ બોલિવુડ અભિનેતા રણવીર સિંહને લઈ છે. સૌ લોકો જાણે છે કે, પોતાના અજીબો-ગરીબ ફેશન સેન્સ માટે રણવીર હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે ફિલ્મમેકરનું આ ટ્વિટ રણવીર સિંહ માટે હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે પોતાના નિવેદન પર સ્પષ્ટતા પણ આપી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, વિવેકે સ્પષ્ટ કહ્યું, રણવીર ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે, પરંતુ સારી એક્ટિંગ માટે સૌને સન્માન મળવું જોઈએ, એવું નથી કે જ્યારે કોઈ કંઈ કરી રહ્યો ન હોય અથવા કોઈ મહાન હોય. ફિલ્મ નથી કરી રહ્યો. અહીં, હું ઉલ્લેખ કરવા માંગુ છું કે તે રણવીર સિંહ વિશે નથી. તે ફક્ત બતાવે છે કે એવોર્ડ શો કેવી રીતે કામકરે છે.

વિવેક અગ્નિહોત્રી આગળ કહે છે કે, મને પરવાહ નથી કે, એવોર્ડ કઈ રીતે મળે છે મારું એકમાત્ર તર્ક એ છે કે, તમામ એવોર્ડ ખરીદ્યી શકાય છે જેની પાસે પૈસા અને તાકાત છે તે લોકો ખરીદ્યી શકે છે કા પછી જે એવોર્ડ શોમાં ભાગ લે છે તેને એવોર્ડ મળે છે.મને એ નથી સમજાતું કે, તેને એવોર્ડ સમારંભ કેમ કહેવાય, તે માત્ર ઉત્સવ કે સભા સમારંભ હોવો જોઈએ.

તમને જણાવી દઈએ કે, વિવેક અગ્નિહોત્રીએ સોમવારે એક ટ્વિટ કર્યું હતુ, ત્યારબાદ આ વિવાદ શરુ થયો તેમણે ટ્વિટમાં લખ્યું કે, હું હેરાન છું આ વાત જાણીને કે, બોલિવુડ એવોર્ડ઼ માફિયા કઈ રીતે કામ કરે છે. ઉદાહરણ માટે આ વર્ષે કલરફુલ સ્ટારે તમામ 10 એવોર્ડ જીત્યા તેની 2 ફિલ્મો પણ ખરાબ હતી દર્શકોએ પણ તેને રિજેક્ટ કરી હતી. , આ દર્શાવે છે કે એવોર્ડ માફિયા કેટલા ભ્રષ્ટ અને ‘ફોર સેલ’ છે. પરંતુ બોલિવૂડ ચૂપ છે.

g clip-path="url(#clip0_868_265)">