વિરાટ કોહલીએ જાણીતા સિંગરને બ્લોક કર્યો, સિંગર હજુ પણ શોધી રહ્યો છે કારણ
વિરાટ કોહલી દેશનો સૌથી ફેમસ ક્રિકેટર છે. તેના વખાણ કરતા લોકો થાકતા નથી. એક સિંગર પણ તેનો ખુબ મોટો ચાહક છે પરંતુ આ સિંગરનો દાવો છે કે,ક્રિકેટરે તેને બ્લોક કર્યો છે. તો ચાલો સમગ્ર મામલો શું છે જાણીએ.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી હંમેશા ચર્ચમાં રહે છે. લોકો તેને ખુબ પસંદ પણ કરે છે. તેની બેટિંગના ચાહકો મોટી સંખ્યામાં છે.હાલમાં એક સિંગરે કહ્યું કે, વિરાટ કોહલીએ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કર્યો છે તેવો દાવો કર્યો છે. તે આવું કરવાના કારણે અજાણ પણ છે. હવે વિરાટ કોહલી વિશે આવું કહેનાર સિંગર કોણ છે. તો તમને જણાવી દઈએ કે, આ બીજું કોઈ નહિ પરંતુ ફેમસ સિંગર રાહુલ વૈદ્ય છે. તો ચાલો જાણીએ સિંગરે શું કહ્યું છે.
શું છે સિંગર રાહુલ વૈદ્યનું કહેવું
રાહુલ વૈદ્યએ સ્ટાર ખેલાડી વિરાટ કોહલી વિશે વાત કરતા કહ્યું કે, તેને ક્રિકેટરે બ્લોક કર્યો છે. જેનું કારણ તેને આજે પણ ખબર નથી. તેમણે કહ્યું મને ખબર નથી વિરાટ કોહલીએ બ્લોક ક્યાં કારણોસર કર્યો છે. હું હંમેશા તેના વખાણ કરું છું. તે આપણા દેશનો સારો બેટસમેન છે. કાંઈ થયું હશે. જે મને આજ સુધી સમજાયુ નહિ,આવું તેમણે કેમ કર્યું છે.હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો આને જોયા બાદ અજબ-ગજબના રિએક્શન પણ આપી રહ્યા છે.
View this post on Instagram
કોણ છે રાહુલ વૈદ્ય
ઈન્ડિયન આઈડલની પહેલી સીઝનમાં રાહુલ વૈદ્ય સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ દરમિયાન લોકોએ તેના અવાજની તુલના સોનુ નિગમના અવાજ સાથે કરી હતી. રાહુલ શોનો ફાઈનલિસ્ટ પણ રહ્યો હતો પરંતુ શો જીતી શક્યો ન હતો. અને ત્રીજા સ્થાને રહ્યો હતો અભિજીત સાવંતે શોની ટ્રોફી પોતાને નામ કરી હતી. વર્ષોથી ગાયબ રહેલો રાહુલ વૈદ્ય બિગ બોસની 14ની સીઝનમાં ભાગ લીધો હતો. રાહુલ અનેક રિયાલિટી શોમાં જોવા મળી ચૂક્યો છે.
રાહુલ વૈદ્યએ ટીવી સ્ટાર દિશા પરમાર સાથે લગ્ન કર્યા છે. હાલમાં રાહુલ અને દિશા બંન્ને એક દીકરીના પિતા છે. રાહુલ અને દિશાની જોડી ચાહકોને ખુબ પસંદ આવે છે.