Suniel Shetty પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની સુંદર દીકરીઓને મળ્યો, VIDEO જોયા પછી ચાહકોએ કર્યા વખાણ
Suniel Shetty With Shahid Afridi : શાહિદ આફ્રિદીએ સુનીલ શેટ્ટી સાથે વાતચીત કરવાનો અને તેની પુત્રીઓનો અભિનેતા સાથે પરિચય કરાવતો એક આનંદી વીડિયો શેર કર્યો છે.
Suniel Shetty With Shahid Afridi : બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન શાહિદ આફ્રિદી અને તેની પુત્રીઓને મળી રહ્યો છે. આ વીડિયો બીજા કોઈએ નહીં પણ શાહિદે પોતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ કર્યો છે. લોકોને આ વીડિયો એટલો ગમ્યો કે હવે તેને ફેન પેજ પર શેર કરવામાં આવી રહ્યો છે અને તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : Odisha Viral Video Watch: સ્નાન કરી રહી હતી મહિલા, મગરે તેને જડબામાંથી પકડીને તેના ટુકડા કરી નાખ્યા-જુઓ Video
બંનેની મુલાકાત દુબઈમાં થઈ હતી
આ વીડિયો દુબઈમાં તેમની તાજેતરની મીટિંગ દરમિયાન શૂટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સુનીલ અને શાહિદ એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને એકબીજા સાથે વાતચીત પણ કરે છે, શાહિદ આફ્રિદી પણ સુનીલને તેની પુત્રીઓ સહિત તેના પરિવાર સાથે પરિચય કરાવે છે. પૂર્વ પાકિસ્તાની કેપ્ટને તેની નાની પુત્રીને સુનીલને ‘અસ્લામુ અલૈકુમ‘ વિશ કરવા કહ્યું.
જુઓ આ વીડિયો…
View this post on Instagram
(Credit Soure : Niche lifestyle)
ફેન્સે કરી આવી કોમેન્ટ
ઇન્સ્ટાગ્રામ પર એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો પર એક વ્યક્તિએ કોમેન્ટ બોક્સમાં લખ્યું છે કે, “બંનેને સન્માન સાથે મળ્યા તે જોઈને આનંદ થયો.” બીજાએ લખ્યું, “સાંસ્કૃતિક રાજકીય મતભેદોને ધ્યાનમાં લીધા વિના લોકોનો આદર કરો.” બીજાએ કહ્યું, “તેને જોઈને ખૂબ આનંદ થયો.” એક વ્યક્તિએ એમ પણ લખ્યું કે, “શું છે આ ક્રોસઓવર (રડતું ઇમોજી).” “ભારત-પાક મૈત્રીપૂર્ણ મુલાકાત,” એક ચાહકે લખ્યું.
સુનીલનો આગામી પ્રોજેક્ટ
સુનીલ શેટ્ટીએ આ મહિનાની શરૂઆતમાં ‘હેરા ફેરી 3’ વિશે અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, તે અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે ફ્રેન્ચાઈઝીમાં પરત ફરવા માટે તૈયાર છે. સાથે જ જણાવ્યું કે ચોક્કસપણે ફિલ્મનું શૂટિંગ ખૂબ જ જલ્દી થવાનું છે. સુનિલે કહ્યું, “અમે પ્રોમો શૂટ કરી લીધો છે. અમે ફિલ્મ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છીએ. મેં ફિંગર ક્રોસ કરી લીધી છે! હું આશા રાખું છું કે કોઈની નજર ના લાગે.”