Viral Video : અક્ષય કુમારે શેર કર્યો એક ખાસ વીડિયો, કેપ્શને જીત્યું ફેન્સનું દિલ
બોલિવુડ એક્ટર અક્ષય કુમારે (Akshay Kumar) સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો છે, જેનું કેપ્શન વાંચીને તમે પણ અક્ષય કુમારના વખાણ કરતા પોતાને રોકી શકશો નહીં. આ વીડિયોમાં અક્ષય કુમારનો પરિવાર જોવા મળી રહ્યો છે.

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) હાલમાં પોતાની ફિલ્મને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમારની ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ (OMG: Oh My God 2) 11 ઓગસ્ટ 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરજસ્ત ટક્કર આપવા માટે સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ પણ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. આ દરમિયાન બોલિવુડ એક્ટર અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળી રહ્યો છે. અક્ષય કુમારની ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’ અને ‘બડે મિયાં છોટે મિયાં’ની રિલીઝની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અક્ષય કુમારના કેપ્શને જીત્યું ફેન્સનું દિલ
બોલિવુડના સુપરસ્ટાર અક્ષય કુમારે હાલમાં જ તેના ફેન્સ સાથે વેકેશનની એક ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તેની પત્ની ટ્વિંકલ ખન્ના, પુત્ર આરવ અને પુત્રી નિતારા પણ જોવા મળે છે. આ પોસ્ટમાં અક્ષયે આ ખાસ પળો માટે ભગવાનનો આભાર માન્યો અને એક સુંદર કેપ્શન પણ લખ્યું છે. આ વીડિયોમાં ત્રણેય લોકો સૂર્યાસ્ત તરફ જોઈ રહ્યા છે અને અક્ષય કુમાર તેમની તસવીરો ક્લિક કરે છે. અક્ષયે તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “મારી ફોટોગ્રાફી સ્કિલને અજમાવવા માટે આનાથી વધુ સારો સમય માંગી શક્યો ન હોત. મારા જીવનમાં આ સૂર્યપ્રકાશ માટે ભગવાનનો આભાર.”
View this post on Instagram
(VC: Akshay Kumar Instagram)
તેમના વેકેશન સિવાય અક્ષય અને ટ્વિંકલે આ વર્ષે તેમની 22મી લગ્નની વર્ષગાંઠ પણ સેલિબ્રેટ કરી છે. અક્ષય કુમાર અને ટ્વિંકલ બંને બોલિવુડના સુપર કૂલ કપલ્સમાંથી એક છે. અક્ષય અને ટ્વિંકલની જોડી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. અક્ષય-ટ્વિંકલના લગ્ન 2001માં થયા હતા.
આ પણ વાંચો : સારા અલી ખાને મુંબઈના ઠંડા વાતાવરણની માણી મજા, બેન્ડસ્ટેન્ડ પર ફરતી જોવા મળી, જુઓ Video
આ ફિલ્મમાં જોવા મળશે અક્ષય
અક્ષય છેલ્લે આ વર્ષની શરૂઆતમાં રાજ મહેતાના ડ્રામા ફિલ્મ સેલ્ફીમાં ઈમરાન હાશ્મી સાથે જોવા મળ્યો હતો. સુપરસ્ટાર અક્ષય કુમાર ટૂંક સમયમાં ‘ઓહ માય ગોડ 2’ સિવાય ‘સોરારઈ પોટરૂ’ની રિમેક અને ટાઈગર શ્રોફ સાથે ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળશે.