સારા અલી ખાને મુંબઈના ઠંડા વાતાવરણની માણી મજા, બેન્ડસ્ટેન્ડ પર ફરતી જોવા મળી, જુઓ Video
સારા અલી ખાને (Sara Ali Khan) મુંબઈના ઠંડા વાતાવરણની મજા માણી છે. હાલમાં તે બેન્ડસ્ટેન્ડ પર અલગ અંદાજમાં ફરતી અને વેધરની મજા માણતી જોવા મળી હતી. સારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Mumbai: એક સમય હતો જ્યારે કલાકારો પબ્લિક વચ્ચે આવતા ડરતા હતા. આજે પણ કેટલાક કલાકારો આ જ ટ્રેડિશનને ફોલો કરે છે પરંતુ સારા અલી ખાનની (Sara Ali Khan) વાત અલગ છે. સારા અલી ખાન આજે એક મિત્ર સાથે બેન્ડસ્ટેન્ડ પર ચાલતી જોવા મળી હતી. આ પછી બંનેએ કંઈક ખાધું અને પછી ઓટો લઈને ત્યાંથી નીકળી ગયા. સારાના આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
બેન્ડસ્ટેન્ડ પર જોવા મળી સારા અલી ખાન
સોશિયલ મીડિયા પર સારા અલી ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક મિત્ર સાથે બેન્ડસ્ટેન્ડ પર વોક કરતી જોવા મળી રહી છે. શોર્ટ્સ, ટી-શર્ટ પહેરીને સારા ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળી રહી છે. ક્યારેક દરિયા તરફ જોતી, તો ક્યારેક મિત્રો સાથે વાત કરતી, સારા જોરદાર અંદાજમાં જોવા મળી હતી.
View this post on Instagram
(VC: varindertchawla instagram)
View this post on Instagram
(VC: varindertchawla instagram)
બીજા વીડિયોમાં સારા ઓટોમાં બેસીને કંઈક ખાતી અને તેના મિત્ર સાથે મજા માણતી જોવા મળી હતી.
આ પહેલીવાર નથી જ્યારે સારા મુંબઈના રસ્તાઓ પર આ રીતે ફરતી જોવા મળી હોય. તે પહેલા પણ ઘણી વખત આ રીતે ચિલ કરતી હતી, તે ઓટોમાં સવારી કરતી જોવા મળી છે. સ્ટાર હોવા છતાં સ્ટારની જેમ એટિટ્યૂડ ન બતાવવો, તે સારા પાસેથી કોઈએ શીખવું જોઈએ તે હજુ પણ ડાઉન ટુ અર્થ જોવા મળે છે.
આ ફિલ્મોમાં જોવા મળશે સારા અલી ખાન
હાલમાં સારા અને વિકીની ‘જરા હટકે જરા બચકે’ ફિલ્મ રિલીઝ થઈ હતી જેને સારો રિસપોન્સ મળ્યો હતો. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. પરંતુ આવનારા સમયમાં સારા સ્ક્રીન પર ખૂબ જ અલગ પાત્ર ભજવતી જોવા મળશે. ‘મેટ્રો ઈન દિનો’માં સારા મહત્ત્વના રોલમાં જોવા મળશે. પરંતુ ફિલ્મની સ્ટોરી હજુ સુધી રિવીલ કરવામાં આવી નથી. આ સિવાય તે ફિલ્મ ‘એ વતન મેરે વતન’માં જોવા મળશે. આ ફિલ્મમાં સારા એક મહિલા સ્વાતંત્ર્ય સેનાનીના રોલમાં જોવા મળશે.