AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Raghavendra Wife Dies : કન્નડ એક્ટર વિજય રાઘવેન્દ્રની પત્ની સ્પંદનાનું હાર્ટ અટેકથી અવસાન

Vijay Raghavendra Wife Dies : કન્નડ એક્ટર વિજય રાઘવેન્દ્રની પત્ની સ્પંદના રાઘવેન્દ્રનું બેંગકોકની હોસ્પિટલમાં હાર્ટ એટેકથી અવસાન થયું.

Vijay Raghavendra Wife Dies : કન્નડ એક્ટર વિજય રાઘવેન્દ્રની પત્ની સ્પંદનાનું હાર્ટ અટેકથી અવસાન
Vijay Raghavendra Wife Dies
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 1:52 PM
Share

કન્નડ અભિનેતા વિજય રાઘવેન્દ્રની પત્ની સ્પંદના રાઘવેન્દ્રનું બેંગકોકની હોસ્પિટલમાં હાર્ટ એટેકથી અવસાન થયું. રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે તે તેના પરિવાર સાથે થાઈલેન્ડમાં હતી. વિજય રાઘવેન્દ્રની પત્નીને લો બ્લડ પ્રેશર હતું, જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના પાર્થિવ દેહ આવતીકાલે બેંગલુરુ પહોંચવાની આશા છે, જ્યાં તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવશે. વિજય રાઘવેન્દ્ર અને સ્પંદનાના લગ્ન 26 ઓગસ્ટ 2007ના રોજ થયા હતા. રિટાયર્ડ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બી.કે. શિવરામની પુત્રી સ્પંદના તુલુ વંશની હતી.

આ પણ વાંચો : South Cinema : ચિરંજીવીની ‘ગોડ ફાધર’માં સલમાનની જબરદસ્ત એન્ટ્રી, બંને સ્ટાર્સ એક્શન મોડમાં

ફેન્સમાં શોકની લહેર છવાઈ

તેમને એક પુત્ર શૌર્ય અને એક પુત્રી હતી. 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અપૂર્વા’માં સ્પંદનાએ ગેસ્ટ અપિયરન્સ કર્યું હતું. તાજેતરમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે, જેના કારણે ચિંતાઓ પણ વધી રહી છે, પુનીત રાજકુમાર સહિત અનેક જાણીતી હસ્તીઓનું પણ હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે.

(Credit Source : Vijay Raghavendra)

સ્પંદનાના નિધનથી ઈન્ડસ્ટ્રી અને તેના ફેન્સમાં શોકની લહેર છવાઈ ગઈ છે. આ દુ:ખદ ઘટના તેમના લગ્નની 16મી વર્ષગાંઠ ઉજવવાના 19 દિવસ પહેલા બની હતી. વિજય રાઘવેન્દ્ર હાલમાં બેંગ્લોરમાં છે, જ્યાં તેને તેની આગામી ફિલ્મ કડાના પ્રમોશનમાં ભાગ લેવાનો હતો.

વિજય રાઘવેન્દ્રને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો છે

આ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જો કે પત્ની સ્પંદનાનું અચાનક અવસાન થતાં તેની યોજના અટકી પડી છે. રવિવારે બેંગકોક. સ્પંદનાના પિતા બીકે શિવરામ તેના મૃતદેહને ભારત પરત લાવવા બેંગકોક જવા રવાના થઈ ચૂક્યા છે. મંગળવારે તેમના મૃતદેહને વતન લાવવામાં આવે તેવી શક્યતા છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા વિજય રાઘવેન્દ્રની એક્ટિંગ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને ખૂબ જ પસંદ આવી છે, ફિલ્મ ‘ચિન્નારી મુથા’માં તેની એક્ટિંગને દર્શકોએ ખૂબ વખાણી હતી. આ ફિલ્મ ‘ચિન્નારી મુથા’ માટે અભિનેતા વિજય રાઘવેન્દ્રને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">