South Cinema : ચિરંજીવીની ‘ગોડ ફાધર’માં સલમાનની જબરદસ્ત એન્ટ્રી, બંને સ્ટાર્સ એક્શન મોડમાં
હાલમાં જ સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીની (Superstar Chiranjeevi) ફિલ્મ ગોડ ફાધરમાં (Godfather) સલમાન ખાનની એન્ટ્રીએ બધાને ચોંકાવી દીધા છે. હવે એક્ટર સાઉથ સિનેમામાં પોતાના એક્શન અવતારથી પોતાના ફેન્સને દિવાના બનાવવા જઈ રહ્યો છે.
બોલિવૂડ બાદ સલમાન ખાન (Salman Khan) હવે સાઉથ સિનેમામાં (South Cinema) પણ પોતાનું ટેલેન્ટ બતાવવા માટે તૈયાર છે. હાલમાં જ સામે આવેલા સાઉથ એક્ટર ચિરંજીવીની ફિલ્મ ‘ગોડ ફાધર’ના (Godfather) ટીઝરે બધાને ચોંકાવી દીધા છે. હા, સલમાન ખાન ચિરંજીવીની આગામી ફિલ્મમાં એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન એક ખાસ પાત્ર ભજવી રહ્યો છે. જે બાદ બોલિવૂડના ભાઈજાન સાઉથ ઈન્ડસ્ટ્રી પર પણ કબજો જમાવવામાં સફળ રહેશે, તેમાં કોઈ શંકા નથી.
લીડ એક્ટ્રેસ અભિનેત્રી નયનતારા, સલમાનની સ્ટાઈલ જોવા માટે લોકો બેતાબ
ફિલ્મનું ટીઝર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ સતત આવી રહી છે. હવે બંને કલાકારોને એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા માટે તેમના ચાહકોમાં ઉત્તેજનાનું સ્તર વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસની ભૂમિકા સાઉથની જાણીતી અભિનેત્રી નયનતારા ભજવી રહી છે.
ટીઝર વીડિયો જોયા બાદ ફેન્સ પણ ફિલ્મની સ્ટોરી જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં નયનતારાના પાત્રને ગોડફાધરની વિરુદ્ધ બતાવવામાં આવ્યું છે. તે નથી ઈચ્છતી કે ગોડફાધર પાછા ફરે. તે જ સમયે, ક્લિપમાં સલમાનને બાઇક પર સ્ટંટ કરતા જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સુક બન્યા છે. સલમાનની આ સ્ટાઈલ જોવા માટે લોકો બેતાબ છે.
ચિરંજીવી અને નયનતારા જોવા મળશે એકબીજાની વિરૂદ્ધ
આ ફિલ્મમાં સલમાન ખાન ખાસ પાત્રમાં છે. તે જ સમયે, ચિરંજીવી અને નયનતારા એકબીજાની વિરૂદ્ધ જોવા મળશે. સલમાન ખાન આ ફિલ્મ દ્વારા પહેલીવાર સાઉથ સિનેમામાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે સલમાનનો કેમિયો રોલ ફિલ્મમાં મૂડ કેવી રીતે ઉમેરે છે. બધા જાણે છે કે, એક ફિલ્મમાં સલમાનનો દેખાવ તે ફિલ્મ હિટ થવા માટે પૂરતો છે. તો હવે લોકો ફિલ્મના ટ્રેલરની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ફિલ્મ ‘ગોડફાધર’ દશેરા પર થશે રિલીઝ
નિર્દેશક મોહન રાજા દ્વારા નિર્દેશિત ફિલ્મ ગોડફાધર એક રાજકીય એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ લુસિફરની ઓફિશિયલ રિમેક છે. આ ફિલ્મથી સલમાન ખાન તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યો છે. હાલમાં, ફિલ્મની રિલીઝ ડેટ વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તે 5 ઓક્ટોબર, 2022 એટલે કે દશેરાના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આવી સ્થિતિમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે અભિનેતા સલમાન ખાન અને ચિરંજીવી દશેરાના દિવસે શું નવું કરે છે?