AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: કાર્તિક આર્યનની નવી ફિલ્મ સત્ય પ્રેમ કી કથાના સેટ પરથી લીક થયો વીડિયો ! લુંગી પહેરીને અલગ સ્ટાઈલમાં જોવા મળ્યો એક્ટર

Kartik Aaryan Video: કાર્તિક આર્યનની (Kartik Aaryan) અપકમિંગ ફિલ્મ સત્યપ્રેમ કી કથાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કાર્તિક આર્યન વીડિયોમાં લુંગી પહેરીને સેટ પર જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે.

Viral Video: કાર્તિક આર્યનની નવી ફિલ્મ સત્ય પ્રેમ કી કથાના સેટ પરથી લીક થયો વીડિયો ! લુંગી પહેરીને અલગ સ્ટાઈલમાં જોવા મળ્યો એક્ટર
Satyaprem Ki Katha
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 6:42 PM
Share

Mumbai: કાર્તિક આર્યન (Kartik Aaryan) અને કિયારા અડવાણીની અપકમિંગ ફિલ્મ સત્યપ્રેમ કી કથાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સત્યપ્રેમ કી કથાનો આ વીડિયો ફિલ્મના શૂટિંગ દરમિયાનનો છે, આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક મંદિરનો સેટ બનાવવામાં આવ્યો છે જ્યાં ઘણા કલાકારો સાઉથના ટ્રેડિશનલ ડ્રેસમાં ડાન્સ કરતા જોવા મળે છે. આ સાથે એક્ટર કાર્તિક આર્યન વચ્ચે લીલા શર્ટ સાથે લુંગી પહેરીને ડાન્સ કરી રહ્યો છે. સત્યપ્રેમ કી કથા ફિલ્મના સેટ પરથી આ લીક થયેલો વીડિયો એક ડાન્સ સીક્વન્સનો જણાવવામાં આવી રહ્યો છે.

કાર્તિક આર્યન-કિયારા અડવાણીની જોવા મળશે રોમેન્ટિક કેમેસ્ટ્રી

સાજિદ નડિયાદવાલાની ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોરદાર જોવા મળશે. ફિલ્મના સેટ પરથી વાયરલ થયેલા વીડિયોને જોઈને સમજી શકાય છે કે સત્યપ્રેમ કી કથાને પણ સાઉથને ટચ આપવામાં આવ્યો છે.

સત્યપ્રેમ કી કથાનું ટીઝર થયું રિલીઝ

સત્યપ્રેમ કી કથાનું વીડિયોનું ટીઝર પણ હમણાં જ રીલીઝ કરવામાં આવ્યું છે. જેમાં બંને કલાકારો નદી, બરફીલી ખીણો, ખેતરો અને મેળામાં રોમાન્સ કરતા જોવા મળે છે. કાર્તિક-કિયારાના લગ્ન પણ એક સુંદર મહેલમાં બતાવવામાં આવ્યા હતા, પરંતુ આખી ફિલ્મ કાર્તિક-કિયારાના લગ્ન પર આધારિત નથી પરંતુ પછીથી આવનારી સમસ્યાઓ પર આધારિત છે. ફિલ્મના ટીઝરમાં કાર્તિક-કિયારાની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે. એટલે કે સ્ટોરી લાઈન લગ્ન પછીના કપલ વચ્ચેની સ્ટોરી દર્શાવે છે.

આ પણ વાંચો : IIFA 2023 : બાળકને જોતા જ રોકાયો સલમાન ખાન, તેને ગળે લગાવ્યો, ક્યૂટ મોમેન્ટનો વાયરલ થયો Video

ક્યારે રિલીઝ થશે કાર્તિક-કિયારાની ફિલ્મ?

સત્યપ્રેમ કી કથાનું ડાયરેક્શન સમીર વિધ્વંસ દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રોડક્શન સાજિદ નડિયાદવાલાએ કર્યું છે. કાર્તિક આર્યન ફિલ્મમાં સત્યપ્રેમ અગ્રવાલ ઉર્ફે સત્તુ નામના છોકરાના રોલમાં છે, જ્યારે કિયારા કથા દેસાઈ નામની છોકરીના રોલમાં જોવા મળશે. સત્યપ્રેમ કી કથા ફિલ્મમાં ગજરાજ રાવ અને સુપ્રિયા પાઠક પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 29 જૂને થિયેટરોમાં રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">