એકસાથે સ્ટેજ પર વરુણ ધવન, ટાઈગર શ્રોફ અને શાહિદ કપૂરે કર્યો ડાન્સ, વાયરલ Video એ મચાવી ધૂમ
બોલીવુડ સ્ટાર્સ વરુણ ધવન (Varun Dhawan), ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને શાહિદ કપૂર (Shahid Kapoor) હાલમાં એક ઈવેન્ટમાં ભાગ લેવા કતાર પહોંચ્યા હતા. જ્યાં આ ત્રણેય સ્ટાર્સે કતારની રાજધાની દોહામાં સ્ટેજ પર જબરદસ્ત ડાન્સ કરીને ધૂમ મચાવી હતી. આ ત્રણેયના ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં ત્રણેય સ્ટાર્સ એક પછી એક પોતાના હિટ નંબર પરફોર્મ કરતા જોવા મળ્યા હતા.
બોલિવુડ સ્ટાર્સ શાહિદ કપૂર (Shahid Kapoor), કિયારા અડવાણી, વરુણ ધવન, ટાઈગર શ્રોફ, રકુલ પ્રીત સિંહ અને જેકલીન ફર્નાન્ડિસ તાજેતરમાં કતારની રાજધાની દોહામાં આયોજિત એક ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં આ સ્ટાર્સે એકસાથે સ્ટેજ પર ધૂમ મચાવી હતી. કતારના દોહામાં આ અદ્ભુત બોલિવુડ સ્ટાર્સ પહોંચ્યા અને તેમના જબરદસ્ત ડાન્સ મૂવ્સથી ફેન્સને દિવાના બનાવી દીધા. હવે આ ઈવેન્ટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
હાલમાં સોશિયલ મીડિયા પર વરુણ ધવન, ટાઈગર શ્રોફ અને શાહિદ કપૂરના જબરદસ્ત ડાન્સ વીડિયો વાયરલ થયા છે. જ્યાં આ ત્રણેય સ્ટાર્સ પોતાના ધમાકેદાર ડાન્સથી ફેન્સને દિવાના બનાવતા જોવા મળ્યા હતા. વરુણ ધવન, ટાઈગર શ્રોફ અને શાહિદ કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ત્રણેય સ્ટાર સ્ટેજ પર એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં ત્રણેય સ્ટાર્સ એક પછી એક પોતાના હિટ નંબર પરફોર્મ કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
(VC: tigershroff.1rp instagram)
View this post on Instagram
(VC: instantbollywood instagram)
View this post on Instagram
(VC: varundvn instagram)
વરુણ ધવન, ટાઈગર શ્રોફ અને શાહિદ કપૂરે સાથે ખૂબ કરી પ્રેક્ટિસ
વરુણ ધવન, ટાઈગર શ્રોફ અને શાહિદ કપૂરે આ ઈવેન્ટ માટે સાથે મળીને ખૂબ પ્રેક્ટિસ કરી હતી. શાહિદ કપૂર અને ટાઈગર શ્રોફે તેની કેટલીક તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા. દોહા ઈવેન્ટમાં ધૂમ મચાવ્યા પહેલા પ્રેક્ટિસના વીડિયો આ સ્ટાર્સે શેર કર્યા હતા.
View this post on Instagram
(PC: varundvn instagram)
View this post on Instagram
(VC: tigerjackieshroff instagram)
આ ફિલ્મોમાં જોવા મળશે સ્ટાર્સ
વરુણ ધવન, ટાઇગર શ્રોફ અને શાહિદ કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો ત્રણેય સ્ટાર્સ પોતાના કામમાં વ્યસ્ત છે. ફિલ્મ સ્ટાર વરુણ ધવન ટૂંક સમયમાં થ્રિલર ફિલ્મ ‘ઈક્કીસ’માં જોવા મળશે. આ સિવાય તેની પાસે ‘ભેડિયા 2’ પણ છે. ટાઈગર શ્રોફ ટૂંક સમયમાં ‘ગણપત’માં જોવા મળશે. આ સિવાય તેની પાસે ‘સ્કૂઢીલા’ અને અક્ષય કુમારની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પણ છે. જ્યારે શાહિદ કપૂર એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં એક્ટ્રેસ કૃતિ સેનન સાથે જોવા મળશે.
આ પણ વાંચો: સોનુ સૂદે લખ્યો હતો સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’નો આ ફેમસ ડાયલોગ, કપિલ શર્માના શોમાં થયો ખુલાસો, જુઓ Video