સોનુ સૂદે લખ્યો હતો સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’નો આ ફેમસ ડાયલોગ, કપિલ શર્માના શોમાં થયો ખુલાસો, જુઓ Video
સોનુ સૂદ (Sonu Sood) કપિલ શર્માના શોમાં પહોંચ્યો હતો. આ દરમિયાન સોનુએ જણાવ્યું કે તેને ફિલ્મ 'દબંગ'માં સલમાન ખાન (Salman Khan) માટે કેટલાક ડાયલોગ લખ્યા હતા જે ખૂબ જ લોકપ્રિય થયા હતા. ફિલ્મ 'દબંગ'માં સોનુ વિલનના રોલમાં જોવા મળ્યો હતો. સોનુ સૂદે ફિલ્મ 'દબંગ'માં છેદી સિંહની ભૂમિકા ભજવી હતી. આ સિવાય સોનુ સૂદે ફિલ્મમાં અન્ય ડાયલોગ પણ લખ્યો છે.
સોનુ સૂદ કપિલ શર્માના (Sonu Sood) શોમાં પહોંચ્યો હતો. આ દરમિયાન સોનુએ જણાવ્યું કે તેને ફિલ્મ ‘દબંગ’માં સલમાન ખાન (Salman Khan) માટે કેટલાક ડાયલોગ લખ્યા હતા જે ખૂબ જ લોકપ્રિય થયા હતા. સોનુ સૂદે ફિલ્મ ‘દબંગ’માં છેદી સિંહની ભૂમિકા ભજવી હતી. સોનુ સૂદે જણાવ્યું કે ફિલ્મનો ડાયલોગ ‘હમ તુમ મેં ઈતને છેદ કરેંગે’ લખ્યો છે. ફિલ્મ ‘દબંગ’માં સોનુ વિલનના રોલમાં જોવા મળ્યો હતો.
અહીં જુઓ આ વીડિયો
સોનુ સૂદે લખ્યો હતો આ ફેમસ ડાયલોગ
સોનુએ કહ્યું, ‘મને યાદ છે કે અમે ફિલ્માલયમાં શૂટિંગ કરી રહ્યા હતા અને ‘મુન્ની બદનામ હુઈ’ ગીત પછી અમારો પહેલો દિવસ હતો. મને ડાયલોગ લખવામાં રસ છે અને મેં જે નિર્દેશકો સાથે કામ કર્યું છે તેઓ મારા લેખન પ્રત્યેના શોખથી વાકેફ છે. અભિનવ અને હું સારા મિત્રો છીએ અને અમે લેખનમાં ઘણો પ્રયોગ કરીએ છીએ. આ દરમિયાન આ ડાયલોગનો આઈડિયા આવ્યો અને અભિનવ અને મેં સાથે મળીને તેને તૈયાર કર્યો અને આ રીતે ‘હમ તુમ મેં ઈતને છેદ કરેંગે’ ડાયલોગ બની ગયો. જ્યારે સલમાન ભાઈએ તે સાંભળ્યું ત્યારે તેમને અભિનવને કહ્યું, ‘આ ડાયલોગ શાનદાર છે પણ કોણે લખ્યો છે તે ભૂલશો નહીં.’
સોનુએ આગળ કહ્યું, ‘અમારું શૂટિંગ ચાલી રહ્યું હતું. હું અને સલમાન ભાઈ એક કારમાં સાથે મુસાફરી કરી રહ્યા હતા. સલમાન ભાઈએ મને હમણાં જ પૂછ્યું, ‘સોનુ તું લંબા બડા છે, તૂ કમ્ફર્ટેબલ તો હૈ ના? મેં તેનો જવાબ આપ્યો અને કહ્યું કે કાયદાના હાથ અને સોનુ સૂદની લાત બંને ખૂબ લાંબા છે ભાઈ. સલમાન આ ડાયલોગથી એટલો પ્રભાવિત થયો કે અમે બીજા જ દિવસે તેનું શૂટિંગ કર્યું અને તેને ફિલ્મમાં છેદી સિંહના ડાયલોગમાં સામેલ કર્યો, ‘કાનૂન કે હાથ અને છેદી સિંહ કી લાત, દોના બહુત લંબી હૈ ભૈયા.’