AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhediya 2: વરુણ ધવનની ‘ભેડિયા 2’ અને શ્રદ્ધા-રાજકુમારની ‘સ્ત્રી 2’ની જાહેરાત, જાણો રિલીઝ ડેટ વિશે

શાહરૂખ ખાન સ્ટારર ડંકી, વરુણ ધવનની ભેડિયા 2, સ્ત્રીની સિક્વલ તેમજ 100 થી વધુ ફિલ્મો અને વેબ સિરીઝની ઝલક Jio સ્ટુડિયોના વીડિયોમાં જોવા મળી છે. ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થતા જ ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Bhediya 2: વરુણ ધવનની 'ભેડિયા 2' અને શ્રદ્ધા-રાજકુમારની 'સ્ત્રી 2'ની જાહેરાત, જાણો રિલીઝ ડેટ વિશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 12:27 PM
Share

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જિયો સ્ટુડિયોએ એક ટ્રેલર રિલીઝ કર્યું છે, જેમાં તેમના આગામી પ્રોજેક્ટ્સ જોવા મળ્યા છે. જેમાં શાહરૂખ ખાનની ડાંકી, શાહિદ કપૂરની બ્લડી ડેડી, જેનું પોસ્ટર હાલમાં જ સામે આવ્યું છે. વરુણ ધવનની ભેડિયા 2, કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂરની ભૂલ ચૂક માફ, શાહિદ કપૂર અને કૃતિ સેનનની અનટાઈટલ્ડ, સ્ત્રી 2 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય અમિતાભ બચ્ચનની સેક્શન 84, આર માધવનની હિસાબ બરાબર, વિક્કી કૌશલ અને સારા અલી ખાનની ઝરા હટકે ઝરા બચકે, વિક્રાંત મેસી અને મૌની રોયની બ્લેકઆઉટ જેવી ફિલ્મોના નામ સામેલ છે.

અનેક નવી વેબ ઓરિજિનલ્સની પણ જાહેરાત

આ યાદીમાં લાલ બત્તી, એક રાજનિતિક થ્રિલર, યુનિયનઃ ધ મેકિંગ ઓફ ઈન્ડિયા, રફુચક્કર, બજાઓ, ધ મેજિક ઓફ શેરી, ડોક્ટર્સ, અને બીજી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.તમને જણાવી દઈએ કે, ચાહકો ઘણા સમયથી ડંકીની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે ટ્રેલરમાં રાજકુમાર હિરાણી સાથે શાહરૂખ ખાનની ઝલક જોયા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે અને વીડિયો પર પોતાની પ્રતિક્રિયા બતાવી રહ્યા છે.

આ પણ વાંચો : શું છે Parineeti Chopraના ફિટનેસનું રહસ્ય? 86 કિલો વજન પછી 58 કિલો વજન કેવી રીતે કર્યું

‘સ્ત્રી 2’ ક્યારે રિલીઝ થશે?

વર્ષ 2018માં, ફિલ્મ સ્ત્રી રીલિઝ થઈ હતી, જે દર્શકોને પસંદ આવી હતી. અમર કૌશિક દિગ્દર્શિત સ્ત્રી એક હોરર-કોમેડી હતી, જેના ગીતો પણ હિટ થયા હતા. દર્શકો લાંબા સમયથી ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ અપડેટ આવ્યું ન હતું. આવી સ્થિતિમાં હવે શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી અને પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી’ એટલે કે ‘સ્ત્રી 2’ની સિક્વલ 31 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે.

ભેડિયા 2 ક્યારે રિલીઝ થશે

વરુણ ધવન, કૃતિ સેનન અને અભિષેક બેનર્જીની ફિલ્મ ભેડિયા 25 નવેમ્બર 2022ના રોજ રિલીઝ થઈ હતી. તે બોલિવૂડની કોમેડી ફિલ્મ હતી, જેનું નિર્દેશન અમર કૌશિક દ્વારા કરવામાં આવ્યું હતું. જિયો સ્ટુડિયોના ઈવેન્ટમાં ફિલ્મની સિક્વલની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન વરુણ સ્ટેજ પર આવ્યો અને પૂરી એનર્જી સાથે ફિલ્મની સિક્વલનું સરપ્રાઈઝ આપ્યું. આ દરમિયાન વરુણે ફરી એકવાર ભેડિયાનો અવાજ કર્યો. ફિલ્મની રિલીઝની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 2025માં રિલીઝ થશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">