AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફોટામાં ચુપચાપ બેઠેલી છોકરી બની ગઈ છે હવે મોટી સ્ટાર, શું તમે તમારી ફેવરિટ અભિનેત્રીને ઓળખી શકશો?

અભિનેત્રીનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં કર્નલ અજય કુમાર શર્મા અને આશિમા શર્માને ત્યાં થયો હતો. તેને કર્ણેશ નામનો મોટો ભાઈ પણ છે. તેના લગ્ન જાણીતા ક્રિકેટર સાથે થયા છે તેમજ તેમને એક નાની દિકરી પણ છે.

ફોટામાં ચુપચાપ બેઠેલી છોકરી બની ગઈ છે હવે મોટી સ્ટાર, શું તમે તમારી ફેવરિટ અભિનેત્રીને ઓળખી શકશો?
Recognize this cute girl by looking at the photo(Image-DNA India)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 11:02 AM
Share

ચુપચાપ ઉદાસ બેઠેલી આ સુંદર છોકરીનો ફોટો આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેને ઓળખવાનો પડકાર લઈ રહ્યા છે. લાલ સ્વેટર અને વાળમાં હેરબેન્ડ પહેરેલી આ છોકરી હાથ પર મોઢું રાખીને બેઠી છે. એવું લાગે છે કે આ છોકરી કંઈક વિચારી રહી છે. આ છોકરી હવે મોટી અભિનેત્રી બની ગઈ છે. મોટી થઈને આ છોકરીએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને પહેલી જ ફિલ્મથી જ ચાહકોના દિલમાં છવાઈ ગઈ. હા, અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી અનુષ્કા શર્માની. ફોટોમાં દેખાતી છોકરી બીજી કોઈ નહીં પણ અનુષ્કા શર્મા (Anushka Sharma) છે. તે માત્ર એક પ્રખ્યાત અભિનેત્રી જ નથી પરંતુ ફિલ્મ નિર્માતા પણ છે.

‘જબ તક હૈ જાન’ માટે મળ્યો ફિલ્મફેર એવોર્ડ

અનુષ્કા શર્મા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હવે તે જાણીતું નામ છે. મૉડલિંગથી કરિયરની શરૂઆત કરનારી અનુષ્કાને યશ રાજ બૅનર દ્વારા એક સાથે ત્રણ ફિલ્મો માટે સાઈન કરવામાં આવી હતી અને અહીંથી તેની કારકિર્દીનો ગ્રાફ ઝડપથી આગળ વધ્યો હતો. કો-એક્ટર તરીકે ફિલ્મ ‘જબ તક હૈ જાન’ માટે તેમને ફિલ્મફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.

અનુષ્કા શર્માનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં કર્નલ અજય કુમાર શર્મા અને આશિમા શર્માને ત્યાં થયો હતો. તેનો એક મોટો ભાઈ પણ છે. જેનું નામ કર્ણેશ છે. અનુષ્કાએ તેનું પ્રારંભિક શિક્ષણ આર્મી સ્કૂલમાંથી કર્યું હતું અને ત્યારબાદ તેણે માઉન્ટ કાર્મેલ કોલેજ, બેંગ્લોરમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

વિરાટ કોહલી સાથે કર્યા લગ્ન

સુપરહિટ ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ પછી તેણે ‘બદમાશ કંપની’, ‘બેન્ડ બાજા બારાત’, ‘પીકે’, ‘જબ તક હૈ જાન’, ‘NH10’, ‘બોમ્બેલ બેલ્વેટ’, ‘દિલ ધડકને દો’માં કામ કર્યું. તેણે ‘સુલતાન’, ‘સુઇ ધાગા’, ‘સંજુ’ અને ‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી ફિલ્મો કરી. અનુષ્કાએ વર્ષ 2017માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી વામિકા છે.

આ પણ વાંચો: Happy Birthday : ઈટાલીમાં ગુપ્ત રીતે રાની મુખર્જીએ આદિત્ય સાથે કર્યા હતા લગ્ન, જાણો અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

આ પણ વાંચો: શું અનન્યા પાંડેએ સિદ્ધાંત ચતુર્વેદી સાથે રિલેશનશિપમાં છે ? અભિનેત્રીએ આપી આ પ્રતિક્રિયા

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">