Happy Birthday : ઈટાલીમાં ગુપ્ત રીતે રાની મુખર્જીએ આદિત્ય સાથે કર્યા હતા લગ્ન, જાણો અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો
રાની મુખર્જી એવા સેલેબ્સમાંથી એક છે જેઓ તેમના અંગત જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. રાનીના પતિ આદિત્ય ચોપરા પણ બોલિવૂડના મોટા ફિલ્મમેકર છે, પરંતુ તેઓ પણ લાઇમલાઇટથી દૂર રહે છે.
Happy Birthday Rani Mukerji : રાની મુખર્જી (Actress Rani Mukerji) અને આદિત્ય ચોપરા (Aditya Chopra)બોલિવૂડના લોકપ્રિય કપલમાંથી એક છે. જોકે આ બંને અન્ય કપલ્સની જેમ ઈવેન્ટ્સ, પાર્ટીઓમાં સાથે જોવા મળતા નથી. બંને પોતાના જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે. ત્યારે આજે રાનીના જન્મદિવસ પર અમે તમને અભિનેત્રીની લવ સ્ટોરી (Rani Mukerji Love Story) વિશે જણાવીશું.
ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ બાદ રાની અને આદિત્ય પ્રથમ વખત રેસ્ટોરન્ટમાં મળ્યા હતા. જોકે, રાનીના કહેવા પ્રમાણે, બંનેની મુલાકાત ત્યારે થઈ જ્યારે તે કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ કરી રહી હતી.
આ રીતે આદિત્ય અને રાનીના સંબંધોની શરૂઆત થઈ
આદિત્ય ચોપરાએ વર્ષ 2009માં તેની પત્નીથી છૂટાછેડા લીધા હતા. આ પછી આદિત્ય અને રાનીના સંબંધોની શરૂઆત થઈ. તે સમયે બંને પોતાના અંગત જીવનમાં ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. ઘણા લોકોએ કહ્યું હતું કે, રાની અને આદિત્ય વચ્ચેના સંબંધો આદિત્યના લગ્ન ચાલુ હતા ત્યારે પણ હતા, પરંતુ રાનીએ આ અહેવાલોનું સાચું સત્ય જણાવતા કહ્યું કે, આદિત્ય સાથેના મારા સંબંધો ત્યારે શરૂ થયા જ્યારે બંનેના છૂટાછેડા થયા.
શત્રુઘ્ન સિન્હાએ કર્યો હતો ખુલાસો
તમને જણાવી દઈએ કે,આદિત્ય અને રાની તેમના સંબંધોને છુપાવતા હતા, પરંતુ તેમના સંબંધોનો ખુલાસો શત્રુઘ્ન સિન્હાએ (Shatrughan Sinha)કર્યો હતો.શત્રુઘ્ને એક ઈવેન્ટ દરમિયાન રાની મુખર્જીને રાની ચોપરા કહી હતી. વર્ષ 2013માં દિવંગત ફિલ્મ નિર્માતા યશ ચોપરાના પૂતળાના વિમોચન દરમિયાન શત્રુઘ્ને કહ્યું હતું કે, “હું પમેલા ચોપરા, ઉદય, રાની ચોપરા અને બાકીના પરિવારને આ માટે શુભેચ્છા પાઠવું છું.”
ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ રાની અને આદિત્યએ પરિવારના સભ્યો વચ્ચે ઈટાલીમાં લગ્ન કર્યા હતા. જો કે આજ સુધી બંનેના લગ્નનો ફોટો સામે આવ્યો નથી. લાંબા સમય બાદ બંનેના લગ્નનો ખુલાસો થયો હતો. બંનેને એક પુત્રી આદિરા છે અને પોતાની જેમ બંને તેને લાઇમલાઇટથી પણ દૂર રાખવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો : શું અનન્યા પાંડેએ સિદ્ધાંત ચતુર્વેદી સાથે રિલેશનશિપમાં છે ? અભિનેત્રીએ આપી આ પ્રતિક્રિયા