બોલિવૂડની આ અભિનેત્રીઓએ લગ્ન તો કોઈએ એવોર્ડ ફંકશનમાં લાખો રુપિયાનો ડ્રેસ પહેર્યો હતો

Bollywood Actress Expensive Dress:બોલિવૂડ અભિનેત્રીઓ હંમેશા તેમની ફેશન અને સ્ટાઈલ માટે પ્રભુત્વ ધરાવે છે. કેટલીક અભિનેત્રીઓ એવી છે. જેઓ એવા મોંઘા પોશાક પહેરે છે કે. તેઓ દરેક જગ્યાએ છવાઈ જાય છે.

બોલિવૂડની આ અભિનેત્રીઓએ લગ્ન તો કોઈએ એવોર્ડ ફંકશનમાં લાખો રુપિયાનો ડ્રેસ પહેર્યો હતો
Bollywood actresses wore dresses worth millions of rupees at the awards function

Bollywood Actress Expensive Dress:બોલિવૂડ અભિનેત્રી(Bollywood actress)ઓ હંમેશા તેમની ગ્લેમરસ સ્ટાઇલ અને શાનદાર પોશાક માટે જાણીતી છે. એક્ટ્રેસના આઉટફિટ્સ( Actress outfits)ને લઈને હંમેશા ચર્ચાઓ થતી રહે છે. અભિનેત્રી પણ હંમેશા આ પ્રયાસમાં હોય છે, તે એવો આઉટફિટ પહેરે કે દરેકની નજર તેના પર પડે. બોલિવૂડ અભિનેત્રીઓ (Bollywood Actress)ફેશનની બાબતમાં આઉટફિટ પર લાખો-કરોડોનો ખર્ચ કરતાં ડરતી નથી. તો આજે આપણે બોલીવુડ અભિનેત્રીઓના એવા પોશાક વિશે વાત કરીશું જે સૌથી મોંઘા કહેવામાં આવે છે.

આ અભિનેત્રીઓએ મોંઘો ડ્રેસ પહેર્યો હતો

પ્રિયંકા ચોપરા જોનસ

બોલિવૂડ (Bollywood) બાદ હવે હોલીવુડમાં પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) જોનાસનો દબદબો છે. પ્રિયંકા હવે વિદેશમાં કોઈ ઈવેન્ટના રેડ કાર્પેટ પર પહોંચે છે ત્યારે ફેશન ડિઝાઈનરની નજર તેમના પર ટકેલી હોય છે. ગ્રેમી એવોર્ડ 2020 ઈવેન્ટ વિશે વાત કરતાં, પ્રિયંકા ઈન્ટરનેશનલ ફેશન ડિઝાઈનર (International fashion designer)રાલ્ફ એન્ડ રુસોનું સફેદ ગાઉન પહેર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગાઉનની કિંમત 78,200 પાઉન્ડ એટલે કે લગભગ 77 લાખ રૂપિયા હતી.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ (Deepika Padukone)હંમેશા તેની સુંદરતા અને સ્ટાઇલ માટે જાણીતી છે. દીપિકા હંમેશા પોતાના આઉટફિટ્સને લઈને ચર્ચામાં રહે છે. દીપિકાએ 2019માં યોજાયેલા મેટ ગાલા એવોર્ડ્સના પિંક કાર્પેટમાં પિંક કલરનો ઓફ-શોલ્ડર ગાઉન પહેરીને એન્ટ્રી કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, ઈન્ટરનેશનલ ડિઝાઈનર ઝેક પોસેન દ્વારા ડિઝાઈન કરાયેલા આ ગાઉનની કિંમત 75,000 યુએસ ડોલર એટલે કે 50 લાખ 50 હજાર રૂપિયા હતી.

ઉર્વશી રૌતેલા

પોતાની ફેશન સ્ટાઈલને કારણે ચર્ચામાં રહેતી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) હંમેશા ખાસ પ્રકારના ડ્રેસ કેરી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉર્વશી થોડા સમય પહેલા એક ફિલ્મના શૂટિંગ માટે દુબઈ ગઈ હતી. જ્યાં ઉર્વશીએ ખૂબ જ મોંઘો ડ્રેસ પહેર્યો હતો. અહેવાલો અનુસાર, અભિનેત્રીએ જે ડ્રેસ પહેર્યો હતો તેની કિંમત 5 મિલિયન યુએસ ડોલર હતી.

અનુષ્કા શર્મા

બાય ધ વે, અનુષ્કા શર્મા (Anushka Sharma)નું નામ પણ સૌથી મોંઘા ડ્રેસ પહેરવાની યાદીમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ તેના લગ્નમાં 30 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.અનુષ્કાના લગ્નના લહેંગાને સબાયસાચી મુખર્જીએ ડિઝાઇન કર્યો હતો.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીની સાડીની સ્ટાઈલના હંમેશા વખાણ થાય છે. અભિનેત્રીના લગ્નની સાડી આજે પણ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે શિલ્પા (Shilpa Shetty)એ તેના લગ્ન પ્રસંગે ડિઝાઇનર તરુણ તહલિયાનીની લાલ સાડી પહેરી હતી. શિલ્પાની આ સાડીની કિંમત 50 લાખ રૂપિયા હતી.

ઐશ્વર્યા રાય

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય (Aishwarya Rai)ના લગ્નની ધૂમ દરેક દેશમાં જ નહીં વિદેશમાં પણ હતી. લગ્નમાં ઐશ્વર્યાએ ખૂબ જ ખાસ સાડી પહેરી હતી. અભિનેત્રીએ લગ્નમાં કાંજીવરમ સાડી પહેરી હતી, જેની કિંમત તે સમયે 75 લાખ રૂપિયા હતી. અભિનેત્રીની સાડી ડિઝાઇનર નીતા લુલ્લાએ ડિઝાઇન કરી હતી.

આ પણ વાંચો: Top 5 bollywood news : ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નની વાત હોય કે પછી કપિલ શર્માની બાયોપિકની વાત, વાંચો બોલીવુડની 5 મોટી ખબર

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati