Manasanamaha : વૈશ્વિક સ્તરે વાગ્યો ભારતનો ડંકો આ શોર્ટ ફિલ્મનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું, જાણો કેમ?
તેલુગુ શોર્ટફિલ્મ મનસનમહા (Manasanamaha) દીપકે ખુલાસો કર્યો કે, યોજના છે કે, શૉર્ટ ફિલ્મને એક ફિચર ફિલ્મમાં પરિવર્તિત કરવામાં આવશે, તેમણે કહ્યું કે, તે ખૂબ મોટા પાયે બનાવવામાં આવશે.
Manasanamaha : આ વર્ષ સાઉથની ફિલ્મોએ ખુબ ધમાલ મચાવી છે, પહેલા અલ્લૂ અર્જુન (Allu Arjun)ની ફિલ્મ પુષ્પા ધ રાઈસ અને ત્યારબાદ જૂનિયર એનટીઆર અને રામચરણ તેજાની ફિલ્મ આરઆરઆરએ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે, હવે તેલુગુ ભાષાની શોર્ટ ફિલ્મ મનસનમહા ’ (Manasanamaha)ને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ (Book of World Records)માં નામ નોંઘાયું છે, આ ફિલ્મના ડાયરેક્ટર દીપક રેડ્ડી છે, આ સિવાય વિરાજ અશ્વિન અને દ્રિશિકા ચંદર મુખ્ય ભુમિકામાં છે, શ્રીવલ્લી રાધવેન્દ્ર, પૃથ્વી શર્મા સત્યવર્મા જેવા કલાકારો પણ આ ફિલ્મનો ભાગ છે,
900થી વધુ એવોર્ડસ જીતી રેકોર્ડ બનાવ્યો
આ ફિલ્મ અત્યારસુધી 900 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીતનારી મશહુર ફિલ્મ બની ગઈ છે, ગિનીસ વેબસાઈટની ઓફિશયલ નોટિસમાં આ વાતની પુષ્ટિ થઈ છે, મનસનમહા શોર્ટ ફિલ્મ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયુ છે, શિલ્પા ગજાલાએ ફિલ્મ મનસનમહાને પ્રોડ્યુસ કરી છે, આ શોર્ટ ફિલ્મમાં મ્યૂઝિકને સૈયદ કામરાને ડાયરેક્ટ કરી છે
ફિલ્મે જીત્યા અનેક પુરસ્કારો
આ પહેલા પણ વર્ષ 2021માં આ ફિલ્મે દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સર્વશ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો પુરસ્કાર જીત્યો છે, આ શોર્ટ ફિલ્મે ઓસ્કર અને બાફટમાં નોમિનેશનમાં ભાગ લીધો હતો. મનસનમહા એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં એક યંગ છોકરો તેના પાસ્ટના ત્રણ રિલેશનશિપને યાદ કરતા ઉંડા વિચારોમાં ડુબેલો છે અને પ્રેમની પ્રકૃતિ સમજવાની કોશિષ કરી રહ્યો છે, તેના જીવનમાં એક બાદ એક ત્રણ છોકરીઓ આવે છે જેનું ચરિત્ર અલગ અલગ મૌસમ સાથે મેળ ખાય છે.ચૈત્ર (વસંત), વર્ષા (ચોમાસું) અને સીતા (શિયાળો)ની સાથે જૂના સંબંધો રહી ચૂક્યા છે, ફિલ્મને મોટા સ્ટારનો પ્રેમ મળ્યો છે, અનુષ્કા શેટ્ટી , રશ્મિકા મંદાના જેવા સ્ટાર્સ શોર્ટ ફિલ્મ મનસનમહાને પ્રમોટ કરી છે
અનેક સ્ટારે શુભકામના આપી
ફિલ્મ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ છે. ત્યારે ફિલ્મના નિર્દેશક અને તમામ અભિનેતાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ખુશી શેર કરી છે. આ ફિલ્મના ડાયરેક્ટર દીપક છે. જે દિપક ટ્વિટર પર ગિનીસના સર્ટિફિકેટ શેર કર્યું ત્યારે ફિલ્મ મેજરથી મશહુર થયેલા શેષ અને ફિલ્મ પુષ્પાના ડાયરેક્ટર સુકુમારે ફિલ્મના ડાયરેક્ટર દીપકને આવી રીતે જ ફિલ્મ બનાવવા અને મોટા પુરસ્કાર માટે શુભકામના આપી છે, ફિલ્મનું કુલ બજેટ $5000 રહ્યું અને શૂટિંગ 5 દિવસમાં જ પુરું થયું હતુ. ફિલ્મને તમિલ , મલયાલમ, હિંદી અને કન્નડમાં ડબ કરવામાં આવી છે