RRR Viral Video: આરઆરઆર દ્વારા ચાહકો માટે મેગા ટ્રીટ તરીકે મેકિંગ વીડિયો લોન્ચ, ફિલ્મના તમામ સુપરસ્ટારની ઝલક બતાવવામાં આવી

RRR Making Video : વીડિયોનાં અંતમાં ફિલ્મના તમામ સુપરસ્ટાર્સની એક ઝલક બતાવવામાં આવી છે. જેમાં આલિયા ભટ્ટ, અજય દેવગન, રામ ચરણ, જુનિયર એનટીઆર જેવા સ્ટાર્સ સામેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 4:43 PM

RRR Viral Video: ભારતની સૌથી મોટી અને સૌથી રાહ જોવાતી ફિલ્મ્સમાંની એક, આરઆરઆર (RRR) એ આખરે ચાહકો માટે મેગા ટ્રીટ તરીકે તેનો મેકિંગ વીડિયો લોન્ચ(Video Launch) કરી દિધો છે. આ મેકિંગને જોઈને, તમને ખ્યાલ આવશે કે આ ફિલ્મમાં શું ધમાકો કરવામાં આવી રહ્યો છે. રાજામૌલીનો જુસ્સો જોઈને, આ ફિલ્મની તમારી રાહ વધુ મુશ્કેલ બનશે. વીડિયોના અંતમાં ફિલ્મના તમામ સુપરસ્ટારની એક ઝલક બતાવવામાં આવી છે. જેમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) , અજય દેવગન (Ajay Devgn), રામ ચરણ (Ram charan), જુનિયર એનટીઆર જેવા સ્ટાર્સ સામેલ છે.

તેના વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે અંગ્રેજોથી આપણી આઝાદી માટે લડનારા સૈનિકોએ કેવી રીતે લડત કરી હતી. ફિલ્મ નિર્માતા એસ.એસ. રાજામૌલી (S. S. Rajamouli), પેન મૂવીઝ અને તેમની આરઆરઆર ટીમે સોશિયલ મીડિયા પર મેકિંગ વીડિયોને કેપ્શન આપતા શેર કર્યું.”

મેકિંગ વીડિયોમાં સારા વાર્તાકાર, એસ.એસ. રાજામૌલીની આરઆરઆરના સેટ પર એક એક ભવ્ય પ્રસંગની ખબર પડે છે, જેમા સ્વતંત્રતા પહેલા એક દમ પરફેકટ સેટિંગ છે. મોટા પાયે પાવર પેક્ડ એક્શન દ્રશ્યોથી લઈને સૌથી મોટા અને જોરદાર ધમાકા સુધી આ ફિલ્મ સાથે એક મોટી છલાંગ માટે તૈયાર થઈ જાવ

આ ફિલ્મમાં એક સાથે વિવિધ ઉદ્યોગોના બધા મોટા સ્ટાર્સના દેખાવની ઝલક તમને અહીં જોવા મળશે. મેકિંગ વીડિયો તે સાબિત કરવા માટે પૂરતું છે, કે આરઆરઆર ખરેખર ભારતની સૌથી મોટી અને ભવ્ય ફિલ્મોમાની એક હશે. આઝાદી પૂર્વે ભારતમાં સ્થાપિત આ ફિલ્મ પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાનીઓ, કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામરાજુના યુવાન જીવન પરની કાલ્પનિક વાર્તા છે.

ભારતની સૌથી મોટી મલ્ટિસ્ટારરમાં રામ ચરણ, એનટીઆર જુનિયરની સાથે અજય દેવગન અને આલિયા ભટ્ટ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન એસ.એસ.રાજામૌલી કરી રહ્યા છે, જે રેકોર્ડબ્રેક બાહુબલી શ્રેણીના માસ્ટરમાઈન્ડ રહી ચુક્યા છે. પેન સ્ટુડિયોએ સમગ્ર ઉત્તર ભારતમાં થિયેટર વિતરણના અધિકારો પ્રાપ્ત કર્યા છે અને તમામ ભાષાઓ માટે વિશ્વવ્યાપી ઇલેક્ટ્રોનિક અધિકારો પણ ખરીદ્યા છે.

પેન મરુધર ફિલ્મને નોર્થ ટેરિટરીમાં ડિસ્ટ્રીબ્યૂટ કરશે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ સહિત અન્ય ઘણી ભાષાઓમાં રિલીઝ થવા માટે તૈયાર છે. “આરઆરઆર” કોવિડ સંજોગોને ધ્યાનમાં રાખીને 13 ઓક્ટોબર 2021 ના ​​રોજ વિશ્વવ્યાપી સ્ક્રીન પર આવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">