Kaali Film Controversy: કાલી ફિલ્મના પોસ્ટર પર વિવાદ બાદ ફિલ્મ નિર્માતા મણિમેકલાઈ વિરુદ્ધ થઈ FIR, દિલ્હી અને UPમાં નોંધાયો કેસ

ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના પોસ્ટરને (Kaali Film Controversy) લઈને વિવાદ ઉભો થયો છે. આ મામલામાં યુપી અને દિલ્હી પોલીસે ફિલ્મ નિર્દેશક મણિમેકલાઈ (Leena Manimekalai) વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને અન્ય ઘણા આરોપો માટે કેસ નોંધ્યો છે.

Kaali Film Controversy: કાલી ફિલ્મના પોસ્ટર પર વિવાદ બાદ ફિલ્મ નિર્માતા મણિમેકલાઈ વિરુદ્ધ થઈ FIR, દિલ્હી અને UPમાં નોંધાયો કેસ
kaali film controversy fir registered against leena manimekalai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 3:55 PM

ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના પોસ્ટરે સોશિયલ મીડિયા(Film Kaali Controversy) પર તોફાન ઊભું કરી દીધું છે. સોશિયલ મીડિયા પર પણ તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે ફિલ્મ નિર્માતાઓ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ફિલ્મ નિર્દેશક લીના મણિમેકલાઈ (filmmaker Leena Manimekalai) વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. કાલીના પોસ્ટરમાં દેવીને ધૂમ્રપાન કરતી અને LGBTQ ફ્લેગ પકડીને દર્શાવવાના કારણે આનો વિરોધ થઈ રહ્યો છે. આ માટે ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે.

વિવાદાસ્પદ પોસ્ટરના સંબંધમાં નોંધાઈ FIR

યુપી પોલીસે ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ વિરુદ્ધ હિંદુ દેવી-દેવતાઓના અપમાનજનક ચિત્રણ, ગુનાહિત ષડયંત્ર, પૂજા સ્થાન પર ગુના, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી શાંતિનો ભંગ કરવાના આરોપમાં તેની ફિલ્મ ‘કાલી’ વિરુદ્ધ FIR નોંધી છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે, IFSO યુનિટે ફિલ્મ ‘કાલી’ સંબંધિત વિવાદાસ્પદ પોસ્ટરના સંબંધમાં IPCની કલમ 153A અને 295A હેઠળ FIR નોંધી છે.

વિરોધ પર મણિમેકલાઈએ કહ્યું- હું જીવિત છું ત્યાં સુધી મારો અવાજ બુલંદ રાખીશ

ટીકા કરાયેલા ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ સોમવારે કહ્યું હતું કે, જ્યાં સુધી તે જીવિત છે ત્યાં સુધી તે નિર્ભયપણે પોતાનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે. મૌખિક હુમલાના જવાબમાં, ટોરોન્ટો સ્થિત ફિલ્મ નિર્દેશકે વળતો જવાબ આપતા કહ્યું છે કે, તે (આ માટે) પોતાનો જીવ આપવા તૈયાર છે. વિવાદ પરના એક લેખના જવાબમાં મણિમેકલાઈએ તમિલ ભાષામાં ટ્વિટર પોસ્ટમાં લખ્યું, મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી. જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી મારે નિર્ભય અવાજ તરીકે જીવવા માંગુ છું. જો આની કિંમત મારી જીંદગી છે, તો તે પણ આપી શકીશ. મદુરાઈમાં જન્મેલા ફિલ્મ નિર્માતાએ શનિવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર કાલીનું પોસ્ટર શેર કર્યું અને કહ્યું કે, આ ફિલ્મ ટોરોન્ટોના આગા ખાન મ્યુઝિયમમાં ‘રિધમ્સ ઑફ કેનેડા’ વિભાગનો એક ભાગ છે.

મણિમેકલાઈએ લોકોને પોસ્ટરના સંદર્ભને સમજવા માટે ફિલ્મ જોવાની વિનંતી પણ કરી હતી. બીજા લેખના જવાબમાં, તેણે કહ્યું, આ ફિલ્મ ટોરોન્ટોની શેરીઓમાં કાલીની ચાલ દરમિયાન એક સાંજની ઘટનાઓ વિશે છે. જો તેઓ ફિલ્મ જોશે, તો તેઓ ‘અરેસ્ટ લીના મણિમેકલાઈ’ને બદલે ‘લવ યુ લીના મણિમેકલાઈ’ હેશટેગનો ઉપયોગ કરશે.

અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">