ફિલ્મ ‘Dor’ માટે પહેલી પસંદ નહોતા શ્રેયસ તલપડે, જાણો કોણ ભજવવાનું હતું ‘બહરુપિયા’ની ભૂમિકા?

2006માં રિલીઝ થયેલી ફિલ્મ ડોર (Dor)ને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, જ્યાં આ ફિલ્મમાં આપણને શ્રેયસ તલપડે (Shreyas Talpade) એક બહુરુપિયાનાં રોલમાં જોવા મળ્યા હતા.

ફિલ્મ 'Dor' માટે પહેલી પસંદ નહોતા શ્રેયસ તલપડે, જાણો કોણ ભજવવાનું હતું 'બહરુપિયા'ની ભૂમિકા?
Shreyas Talpade

કેટલીક ફિલ્મો ખૂબ જ ખાસ હોય છે, જે પોતાના અભિનેતાનો રસ્તો પોતે શોધી લે છે, આવી જ એક વાર્તા પ્રખ્યાત અભિનેતા શ્રેયસ તલપડેની (Shreyas Talpade) છે, જેમને 2006માં ફિલ્મ ‘ડોર’ (Dor) મળી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે શરૂઆતમાં શ્રેયસ તલપડે આ ફિલ્મનો ભાગ પણ ન હતા, પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મ તેમના હાથમાં આવી અને તેમની કિસ્મત ચમકી ગઈ.

 

ઇકબાલ (2005) પછી ફિલ્મ નિર્માતા નાગેશ કુકુનૂર સાથેના તેમના કામને યાદ કરતા શ્રેયસે કહ્યું કે ‘ડોર’ ફિલ્મમાં મેં બહુરૂપીયાની ભૂમિકા ભજવી હતી. જે ફિલ્મમાં ઝીનતની મદદ કરે છે અને મીરાને શોધે છે. તે આગળ કહે છે કે “ફિલ્મ ‘ડોર’ દરમિયાન ઘણું બધું થયું હતું, જેના કારણે તે મારા જીવનને લગતી સૌથી પ્રિય ફિલ્મ છે. આ ફિલ્મ દરમિયાન હું નિર્માતા તરીકે એક અલગ નાગેશ કુકુનૂરને મળ્યો હતો. આ ફિલ્મમાં બહરૂપીયાના પાત્ર માટે મારી પહેલી પસંદગી નહોતી.”

 

આ ફિલ્મ વિશે વધુ વાત કરતા અભિનેતાએ કહ્યું કે “આ ફિલ્મના નિર્દેશક બહુરૂપિયાની ભૂમિકા ભજવવા માટે એક વરિષ્ઠ અભિનેતાની શોધમાં હતા. જ્યાં આ ફિલ્મમાં તેમણે મને બંનેમાંથી કોઈ એક લીડ એક્ટ્રેસના પતિની ભૂમિકા ભજવવા માટે આપી હતી. પરંતુ થોડા અઠવાડિયા પછી તેમણે મને બહુરૂપીયાની ભૂમિકા માટે સાઈન કર્યો. જ્યાં મેં તેમને કહ્યું હતું, હું ઘણી જગ્યાઓ પર ખુબ મિમિક્રી કરું છું, તેને હું આ ફિલ્મમાં પણ ઉપયોગ કરી શકું છું.”

 

નાગેશ સાથેના તેના કામ વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું, “નાગેશ સાથે કામ કરવું એક અલગ પ્રકારની મજા છે, નાગેશ એક અભિનેતાને એક અલગ જગ્યા આપે છે, જેમાં તે પોતાના પાત્ર સાથે પોતે રમી શકે છે. જ્યાં આ ફિલ્મ દરમિયાન તેમણે મને મારી પોતાની લાઈનો લખવાનું કહ્યું. આ ફિલ્મ કરતી વખતે મેં ઘણી ઈમ્પ્રુવાઈઝેશન કરી હતી, જે મને ઘણું કામ પણ આવ્યું. અમે આ ફિલ્મની શુટિંગ પુષ્કર અને જોધપુરમાં કરી હતી. જ્યાં અમને ખૂબ મજા આવી હતી.

 

શ્રેયસ તલપદેના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં અભિનેતા જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે તેમની આગામી ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”ના શૂટિંગમાં વ્યસ્ત છે. અંજુમ રિઝવી આ ફિલ્મના નિર્માતા છે. જ્યાં આ ફિલ્મનું શૂટિંગ 26મી જુલાઈથી શરૂ થયું છે. આ ફિલ્મ મેડ ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટ અને એ આર એફ સીના બેનર હેઠળ બની રહી છે.

 

 

આ પણ વાંચો :- Raj Kundra હવે કોર્ટના આદેશ વગર નહીં છોડી શકે દેશ, સરનામું બદલવાની પણ આપવી પડશે માહિતી

 

આ પણ વાંચો :- TMKOC Photos: ગણપતિજીની સામે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરશે જેઠાલાલ અને ગોકુલધામ વાસીઓ

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati