AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ પૂરું થતાં જ ખુશ થઈ આલિયા ભટ્ટ, પતિ રણબીરના ગીત પર કર્યો ડાન્સ

ફિલ્મ 'ડાર્લિંગ'થી આલિયા ભટ્ટ (Alia Bhatt) પ્રોડ્યુસર તરીકે પોતાની સફરની શરૂઆત કરી રહી છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 5 ઓગસ્ટે રિલીઝ થશે.

'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું શૂટિંગ પૂરું થતાં જ ખુશ થઈ આલિયા ભટ્ટ, પતિ રણબીરના ગીત પર કર્યો ડાન્સ
Alia-Bhatt Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 5:30 PM
Share

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) દરરોજ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ગયા મહિને જૂનમાં તેણે પોતાની પ્રેગ્નન્સી વિશે જણાવીને બધાને હેરાન કરી દીધા હતા. આ સિવાય આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmashtra) પણ આવી રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ તેના રિયલ લાઈફ હીરો રણબીર કપૂર સાથે સ્ક્રીન શેયર કરતી જોવા મળશે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આલિયા ભટ્ટે તેની અપકમિંગ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીનું (Rocky Aur Rani Ki Prem Kahani) શૂટિંગ પણ પૂરું કરી લીધું છે.

આલિયાએ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું

આલિયા ટૂંક સમયમાં જ અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. આ પછી આલિયા ભટ્ટ કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની ઓપોઝિટ રણવીર સિંહ હશે. સમાચાર આવી રહ્યા છે કે આલિયાએ ફિલ્મના તેના ભાગનું શૂટિંગ પૂરું કરી લીધું છે. શૂટિંગ પૂરું કર્યા બાદ આલિયા ભટ્ટ ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. આલિયા ભટ્ટના શૂટ લોકેશનનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો

આલિયા ભટ્ટે ચન્ના મેરેયા પર કર્યો ડાન્સ

ફિલ્મમેકર કરણ જોહરે આલિયા ભટ્ટનો એક વીડિયો શેયર કર્યો છે. જે જોયા બાદ ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શૂટિંગ લોકેશન પર તમામ કાસ્ટ અને ક્રૂ પર આલિયાને વિદાય આપી રહ્યા છે. વીડિયોમાં રણવીર સિંહ પણ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આલિયા ભટ્ટને ડાન્સ કરવાનું કહેવામાં આવે છે. આલિયા ભટ્ટ પણ ખૂબ ખુશ થઈને ચન્ના મેરેયા ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે આ ગીત તેના પતિ રણબીર કપૂરની ફિલ્મનું છે.

વીડિયો શેયર કરતાં કરણ જોહરે લખ્યું- ‘રાનીનું રેપ થઈ ગયું છે અને રોકી તેને ચીયર કરતો જોવા મળે છે. રાનીએ કામ કરી લીધું આ પ્રેમ કહાની પર હવે રોકી તુ પણ આવી જા રેપના મેદાનમાં!’

જુઓ આ વીડિયો

View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

ફિલ્મ ડાર્લિંગ્સને કરી પ્રોડ્યુસ

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ ફિલ્મ ‘ડાર્લિંગ’માં જોવા મળશે. આ ફિલ્મથી આલિયા ભટ્ટ પ્રોડ્યુસર તરીકેની પોતાના સફરની શરૂઆત કરી રહી છે. તેની નવી સફરને લઈને આલિયા ખૂબ જ એક્સાઈટેડ છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 5 ઓગસ્ટે રિલીઝ થશે.

Follow Us
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
g clip-path="url(#clip0_868_265)">