UT 69 Trailer: જેલમાં કેવી રીતે પસાર થયા રાજ કુન્દ્રાના દિવસો? ફિલ્મમાં જોવા મળશે આખી સ્ટોરી, જુઓ Video

UT 69 Trailer: બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ કુન્દ્રા એક ફિલ્મ લઈને આવી રહ્યા છે. તે તેના જીવન પર આધારિત છે અને તેની ડેબ્યુ ફિલ્મ પણ હશે. રાજ કુન્દ્રા પોતે આ ફિલ્મમાં પોતાનો રોલ પ્લે કરતો જોવા મળી રહ્યા છે. તેની પત્ની શિલ્પા શેટ્ટીએ આ ટ્રેલરનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ટ્રેલરની સાથે શિલ્પાએ રાજના નામે એક કેપ્શન પણ લખ્યું છે.

UT 69 Trailer: જેલમાં કેવી રીતે પસાર થયા રાજ કુન્દ્રાના દિવસો? ફિલ્મમાં જોવા મળશે આખી સ્ટોરી, જુઓ Video
raj kundra movie UT 69 Trailer
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2023 | 7:03 PM

UT 69 Trailer: શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો ન હોય પરંતુ તે અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. એક્ટર એક પોપ્યુલર બિઝનેસમેન છે અને હવે તે ફિલ્મો કરવાની પણ તૈયારી કરી રહ્યો છે. તેના જીવન પર બનેલી એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને UT 69 નામ આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં રાજ કુન્દ્રાના જીવનનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. આ ટ્રેલર સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીએ શેર કરીને રાજ કુન્દ્રાને પ્રોત્સાહિત કર્યો છે.

ટ્રેલરની વાત કરીએ તો તેને જોયા પછી સ્પષ્ટ થાય છે કે તે રાજ કુન્દ્રાના કેસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેમાં તે વર્ષ 2021માં ફસાઈ ગયો હતો. તેના પર અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ હતો. આ પછી તેને દોષી ઠેરવવામાં પણ આવ્યો હતો અને તેને જેલમાં જવું પડ્યું હતું. આ દરમિયાન તેની પત્ની શિલ્પા શેટ્ટી સાથેના સંબંધો પણ બગડ્યા હતા. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું હતું કે જેલમાં રાજ કુન્દ્રાને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રેલરની સાથે શિલ્પાએ રાજના નામે એક કેપ્શન પણ લખ્યું છે.

સિંગર કૌશલ પીઠાડિયા અમદાવાદીઓને ગરબે રમાડશે
Memory Power : મગજને આ રીતે બનાવો શાર્પ, અપનાવો આ ટ્રિક, માનસિક સ્વાસ્થ્ય પણ રહેશે સ્વસ્થ
આજનું રાશિફળ તારીખ : 09-10-2024
પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video

અહીં જુઓ ટ્રેલર

(VC: theshilpashetty instagram)

શિલ્પાએ આના પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે ‘ઓલ ધ બેસ્ટ કૂકી, તમે એક સાહસી વ્યક્તિ છો અને મને તમારી આ વાત સૌથી વધુ ગમે છે. તમારી સમજદારી અને પોઝિટિવિટી માટે. મારું જીવન એક રોલરકોસ્ટર રહ્યું છે. મેં તેની એક સ્લાઈસ તમારી સાથે પણ શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે તેણે ફિલ્મના ડાયરેક્ટર શાહનવાઝ અલીનો પણ આભાર માન્યો હતો.

શું હતો મામલો?

કેસની વાત કરીએ તો વર્ષ 2021માં રાજ કુન્દ્રા પર હોટશોટ્સ નામની એપ હેઠળ અશ્લીલ ફિલ્મોને પ્રોડ્યુસ અને ડિસ્ટ્રીબ્યૂટ કરવાનો આરોપ લાગ્યો હતો. 19 જુલાઈ 2021ના રોજ આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી રાજ કુન્દ્રાના વર્તનમાં પણ બદલાવ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજકાલ તે જ્યાં પણ જોવા મળે છે ત્યાં તે ફેસ પર માસ્ક પહેરીને જોવા મળે છે. લોકો આના પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપે છે.

આ પણ વાંચો: નેશનલ ફિલ્મ એવોર્ડ દરમિયાન રણબીર કપૂર વહિદા રહેમાનના બચાવ માટે આવ્યો આગળ, જુઓ Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">