શહેનાઝ ગિલની યાદોમાં જીવતો છે સિદ્ધાર્થ શુક્લા, ફેનને ઓટોગ્રાફ આપતા પહેલા લખ્યું Sidનું નામ

સોશિયલ મીડિયા પર શહેનાઝ ગિલનો (Shehnaaz Gill) એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ શહેનાઝના વખાણ કરતા સિદ્ધાર્થ શુક્લાને (Sidharth Shukla) એક્ટ્રેસનો સોલમેટ કહી રહ્યા છે. ફેન્સના આમ કહેવા પાછળનું કારણ પણ યોગ્ય છે.

શહેનાઝ ગિલની યાદોમાં જીવતો છે સિદ્ધાર્થ શુક્લા, ફેનને ઓટોગ્રાફ આપતા પહેલા લખ્યું Sidનું નામ
sidnaz
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jun 30, 2022 | 4:21 PM

શહેનાઝ ગિલ (Shehnaaz Gill) તેના કામના કારણે ફેમસ છે તેના કરતા વધારે સિદ્ધાર્થ શુક્લાની (Sidharth Shukla) દોસ્તીના કારણે ફેમસ છે. ટીવીના ફેમસ રિયાલિટી શો ‘બિગ બોસ’માં બંનેની મુલાકાત થઈ હતી. ઘરમાં રહેતા-રહેતા બંનેની કેમેસ્ટ્રી એટલી શાનદાર બની ગઈ હતી કે ફેન્સ તેમને સિડનાઝના નામથી બોલાવવા લાગ્યા હતા. ટીવીની આ પોપ્યુલર જોડી તૂટી ગઈ જ્યારે સિદ્ધાર્થનું અકાળે અવસાન થયું. આ દુ:ખ સહન કરવું જેટલું એક્ટરના પરિવાર માટે મુશ્કેલ હતું તેટલું શહેનાઝ માટે પણ હતું. એક્ટ્રેસ આ દુખમાંથી બહાર આવવાની કોશિશ કરી રહી છે અને પોતાને પ્રોજેક્ટ્સમાં બિઝી રાખી રહી છે. શહેનાઝના એક ફેને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને કોઈપણ ઈમોશનલ થઈ જશે.

હાલમાં અમદાવાદમાં એક ફેશન વીકમાં શહેનાઝ રેમ્પ વોક કરતી જોવા મળી હતી. શહેનાઝ ગિલના એક ફેને ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શહેનાઝ ઓટોગ્રાફ સાઈન કરતી જોવા મળી રહી છે. જેમાં શહનાઝે સિડ અને નાઝ ઓટોગ્રાફમાં લખ્યું હતા અને નાઝ ઉપર સિડનું નામ લખ્યું હતું.

સિડને ભૂલી શકતી નથી શહેનાઝ ગિલ

આ વીડિયોમાં શહેનાઝ ગિલનો ચહેરો દેખાતો નથી, પરંતુ તે ઓટોગ્રાફ સાઈન કરતી જોવા મળે છે. આ વીડિયો શેર કરતાં ફેને લખ્યું, ‘જે રીતે તેણે ઓટોગ્રાફ આપતી વખતે સિડનું નામ ઉપર અને પછી નીચે નાઝ લખ્યું. એકસાથે લખવાને બદલે સિડનાઝને ઉપર નીચે લખ્યું. મને લાગે છે કે તે તેને હંમેશા ઊંચાઈ પર રાખે છે જેમ કે કોઈ ગાર્ડિયન એન્જલ તેને જોઈ રહ્યો છે અને રસ્તો બતાવે છે. સિદ્ધાર્થ શુક્લાને આજે પણ એક્ટ્રેસ પોતાના નામથી અલગ થવા દેવા માંગતી નથી. આ વીડિયોમાં ફેન્સ શહેનાઝ ગિલના જોરદાર વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો

દુલ્હનની જેમ સજેલી જોવા મળી શહેનાઝ

શહેનાઝ ગિલ અમદાવાદમાં થયેલા ફેશન વીકમાં ડિઝાઇનર સામંત ચૌહાણે ડિઝાઇન કરેલા રેડ કલરના લહેંગામાં સ્ટનિંગ જોવા મળી હતી. શહેનાઝ જ્યારે રેમ્પ પર વોક કરવા આવી ત્યારે ફેન્સ તેને જોઈને ખુશ થઈ ગયા. બ્રાઈડલ લુકમાં શહેનાઝ પણ એટલી જ એક્સાઈટેડ હતી. શહેનાઝ ગિલે સ્વર્ગસ્થ ગાયક સિદ્ધુ મૂસેવાલાના પંજાબી ગીત ‘સોહને લગદે’ પર ડાન્સ પણ કર્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati