Mira Rajput Video: શાહિદ કપૂરની પત્નીએ પાપારાઝીને કરી વિનંતી, કહ્યું- મને ઘરે જવા દો, જુઓ Video

Mira Rajput Video: બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત (Mira Rajput) પોતાના લુક અને ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં મીરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Mira Rajput Video: શાહિદ કપૂરની પત્નીએ પાપારાઝીને કરી વિનંતી, કહ્યું- મને ઘરે જવા દો, જુઓ Video
Mira Rajput
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 9:15 PM

Mira Rajput Video: બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની સાથે હવે તેની પત્ની મીરા રાજપૂત (Mira Rajput) પણ લાઈમલાઈટમાં રહે છે. જો કે પહેલા એવું માનવામાં આવતું હતું કે મીરા રાજપૂત પણ બોલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. પરંતુ ફિલ્મોમાં નહીં પરંતુ મીરા રાજપૂત ઘણી એડ્સમાં જોવા મળી છે. શાહિદની પત્ની આ ઈન્ડસ્ટ્રીની નથી પણ તે ગ્લેમર વર્લ્ડ પ્રમાણે પોતાની લાઈફમાં રહે છે.

મીરાએ પાપારાઝીને કરી વિનંતી

હાલમાં મીરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહિદની પત્ની ખૂબ જ સુંદર લાગી રહી છે. મીરાએ ક્રીમી વ્હાઈટ અને બ્લેક કલરનો સુંદર આઉટફિટ પહેર્યો છે. મીરા રાજપૂત બોલિવુડની એક્ટ્રેસને ટક્કર આપે છે. આ વીડિયોમાં મીરા પોતાના ઘર તરફ જતી વખતે જોવા મળી રહી છે. પરંતુ પાપારાઝી તેની તસવીર લેવા તેની સાથે ચાલી રહ્યા છે. જે જોઈને મીરા તેને વિનંતી કરે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ફેન્સ મીરા રાજપૂતના કરી રહ્યા છે વખાણ

મીરા રાજપૂત પાપારાઝીને કહે છે કે મારા બાળકો કાલે સવારે શાળાએ જશે. તમે લોકો મને ઘરે જવા દો. જ્યાં એક તરફ યૂઝર્સ મીરા રાજપૂતની ડિસિપ્લિનને પસંદ કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સે એવું પણ કહ્યું કે બાળકોને રજાઓ છે. તમને જણાવી દઈએ કે મીરા અને શાહિદ કપૂરના લગ્ન વર્ષ 2015માં થયા હતા. આ કપલના આ એરેન્જ્ડ મેરેજ છે. આ કપલને બે બાળકો છે – પુત્રી મીશા કપૂર અને પુત્ર ઝૈન કપૂર.

આ પણ વાંચો : Dadasaheb Phalke Award: આ કેટેગરીમાં સ્ટાર્સને આપવામાં આવશે એવોર્ડ, OTT પ્લેટફોર્મ પણ સામેલ

ગયા વર્ષે શાહિદ અને મીરા મુંબઈના વર્લીમાં તેમના આલીશાન ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા હતા. શાહિદ અને મીરા ઘણીવાર લગ્ન પહેલા તેમની પહેલી મુલાકાત વિશે વાત કરતા જોવા મળે છે. શાહિદ મીરા સાથે દરેક વાત શેર કરે છે. મીરા અને શાહિદ ફેન્સની પ્રિય જોડીમાંથી એક છે. ફેન્સ મીરા રાજપૂતના ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે મીરા સ્ક્રીન પર લોકોનું દિલ જીતી શકશે કે નહીં.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">