AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરુખાને પ્રથમ Valentine Day પર ગૌરી ખાનને આ ભેટ આપી હતી, કિંગ ખાને 34 વર્ષ બાદ કર્યો ખુલાસો

વેલેન્ટાઈન ડેના પર શાહરૂખ ખાને તેના ચાહકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન, એક પ્રશ્નના જવાબમાં, તેણે ખુલાસો કર્યો છે કે તેણે વેલેન્ટાઇન ડે પર પહેલીવાર ગૌરીને કઈ ગિફ્ટ આપી હતી.

શાહરુખાને પ્રથમ Valentine Day પર ગૌરી ખાનને આ ભેટ આપી હતી, કિંગ ખાને 34 વર્ષ બાદ કર્યો ખુલાસો
શાહરૂખ ખાને Valentine Day પર પત્ની ગૌરીને પ્રથમ ભેટ આ આપી હતીImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 4:34 PM
Share

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને, જે ફિલ્મ પઠાનની સફળતાનો આનંદ માણી રહ્યો છે, તેણે મંગળવારે ફરી એકવાર ટ્વિટર પર આસ્ક એસઆરકે સેશન શરૂ કર્યું. સેશન શરૂ થતાની સાથે જ પ્રશ્નોનો પુર આવ્યો હતો. હજારો ચાહકોએ શાહરૂખને તેમના પ્રશ્નો પૂછ્યા. આ દરમિયાન એક ચાહકે વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને કિંગ ખાનને એક ખાસ સવાલ પૂછ્યો હતો.સાધિકા મિલ નામના ટ્વિટર યુઝરે પૂછ્યું કે, શાહરૂખ ખાને વેલેન્ટાઈન ડે પર ગૌરી મેમને પ્રથમ ભેટ શું આપી હતી?

કિંગ ખાને આ પ્રથમ ભેટ આપી

જેના પર શાહરૂખ ખાને તરત જ જવાબ આપ્યો. તેણે લખ્યું, “આજે 34 વર્ષ થઈ ગયા છે, જો મને યોગ્ય રીતે યાદ છે. કદાચ ગુલાબી રંગની પ્લાસ્ટિકની earrings આપી હતી.”Ask SRKની શરુઆત કરતાં શાહરૂખ ખાને ટ્વિટર પર લખ્યું, “ઘણો સમય થઈ ગયો. આપણે ક્યાંથી આવ્યા? મને લાગે છે કે AskSRK પોતાને અપડેટ કરે તે સારું રહેશે. મહેરબાની કરીને રમુજી પ્રશ્નો પૂછો.ચાલો શરુ કરીએ.”

એસઆરકેને સેશન દરમિયાન પુછ્યો પ્રશ્ન

શાહરૂખ ખાન હંમેશા તેના મજેદાર જવાબોથી ચાહકોનું દિલ જીતી લે છે. મંગળવારે પણ કંઈક આવું જ બન્યું હતું. એક ચાહકે પૂછ્યું, “સર, એ એબ્સ હજી ત્યાં છે કે બટર ચિકને દબાવી દીધા છે.” કિંગ ખાને પણ આ ફની સવાલનો ફની અંદાજમાં જવાબ આપ્યો હતો. તેણે લખ્યું, “જેમ કે મારા બેબી ટાઈગર શ્રોફે કહ્યું, ‘દૂસરોં કે આતે નહીં મેરે જાતે નહીં’ હાહાહા.”સેશન દરમિયાન ચાહકે શાહરૂખ ખાનને ઘણા સવાલો પૂછ્યા અને બોલિવૂડના બાદશાહે તેને ફની જવાબો પણ આપ્યા. જ્યારે એક ચાહકે પૂછ્યું કે, તમે કેમ છો? તો કિંગ ખાને પઠાનનો ડાયલોગ માર્યો અને કહ્યું કે હું જીવતો છું.

બોક્સ ઓફિસ પર પઠાણનો દબદબો રહ્યો

દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જેવા સ્ટાર્સ પણ શાહરૂખ ખાન સાથે પઠાનમાં જોવા મળ્યા છે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ લોકોને પસંદ પડી હતી.

g clip-path="url(#clip0_868_265)">