AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood News : શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’ના બહિષ્કારનો ટ્રેન્ડ ચાલુ, દીપિકા પાદુકોણ છે કારણ…?

શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ પઠાન સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ થઈ રહી છે. કેટલાક યુઝર્સ આ પાછળનું કારણ દીપિકા પાદુકોણને (Deepika Padukone) જણાવી રહ્યા છે.

Bollywood News : શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન'ના બહિષ્કારનો ટ્રેન્ડ ચાલુ, દીપિકા પાદુકોણ છે કારણ...?
Srk Deepika
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 11:54 AM
Share

શાહરૂખ ખાનની (Shah Rukh Khan) આગામી ફિલ્મ પઠાનને (Pathaan) લઈને વિવાદોનો સિલસિલો વધી રહ્યો છે. આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બાદ હવે લોકોએ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનને પોતાનું આગામી ટાર્ગેટ બનાવ્યું છે. આ સાથે હવે બોયકોટ (Boycottbollywood) પઠાન ટ્વિટર પર પણ ટ્રેન્ડ કરવા લાગ્યો છે. શાહરૂખની ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. હવે આની પાછળનું કારણ શું છે, ચાલો તમને જણાવીએ.

સોશિયલ મીડિયા પર આમિર બાદ શાહરૂખ ખાનનું કમબેક પણ લોકોને પસંદ નથી આવી રહ્યું. જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ લોકોએ બોયકોટની માંગ વધારવાનું શરૂ કર્યું છે. જો કે, લોકોએ ફિલ્મનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું, તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. પરંતુ, કેટલાક યુઝર્સ આ કારણે દીપિકા પાદુકોણને નિશાન બનાવી રહ્યા છે.

બહિષ્કારનું કારણ કેમ છે દીપિકા ?

હા, હવે તમે વિચારી રહ્યા હશો કે, દીપિકાએ એવું શું કર્યું કે તેની પાછળના કારણની જવાબદારી તેને આપવામાં આવી રહી છે. તો તમને જણાવી દઈએ કે કેટલાક લોકો દીપિકાની જેએનયુ મુલાકાતને શાહરૂખની ફિલ્મ પઠાનના બહિષ્કારનું કારણ ગણાવી રહ્યા છે.

તે જ સમયે, એક યુઝરે ટ્વિટ કરતા લખ્યું છે કે, ‘નેક્સ્ટ મિશન બોયકોટ પઠાન.’ અન્ય એક યુઝરે લખ્યું છે કે, મિશન સ્ટાર્ટ #BoycottPathan.

ફિલ્મના બિઝનેસ પર પડશે અસર?

ઉલ્લેખનીય છે કે, શાહરૂખની ફિલ્મ પઠાન આવતા વર્ષે 25 જાન્યુઆરી 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. અભિનેતા પોતાની ત્રણ મોટી ફિલ્મો સાથે બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ પણ મહત્વના રોલમાં જોવા મળશે. બંનેનો ફર્સ્ટ લૂક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવે ફિલ્મની રિલીઝના લગભગ 6 મહિના પહેલાથી જ બહિષ્કારની માંગણી શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે દીપિકા અને શાહરૂખની આ ફિલ્મનું શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે. સાથે જ, શું આ બહિષ્કારથી ફિલ્મના કલેક્શન પર પણ અસર પડે છે?

g clip-path="url(#clip0_868_265)">