AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરૂખ ખાનના ફેન્સ માટે ખાસ ભેટ, ફરી રીલિઝ થવા જઈ રહી છે આ સુપરહિટ ફિલ્મ

બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનના (Shah Rukh Khan) ફેન્સ માટે સારા સમાચાર છે. કિંગ ખાનની ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' (Dilwale Dulhania Le Jayenge) ફરી એકવાર થિયેટરોમાં રિલીઝ થઈ છે.

શાહરૂખ ખાનના ફેન્સ માટે ખાસ ભેટ, ફરી રીલિઝ થવા જઈ રહી છે આ સુપરહિટ ફિલ્મ
Shah Rukh KhanImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 5:07 PM
Share

બોલિવૂડનો બાદશાહ એટલે કે શાહરૂખ ખાન હાલમાં પઠાણની સક્સેસ એન્જોય કરી રહ્યો છે. પઠાણની શાનદાર કમાણીથી કિંગ ખાનનું દિલ ખુશ થઈ ગયું છે. શાહરૂખને 4 વર્ષના લાંબા સમય બાદ  ફળ આખરે મળી ગયું છે. એક બાજુ જ્યાં ચારેબાજુ પઠાણ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ત્યાં બીજી તરફ સુપરસ્ટારના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર છે.

શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર રોમેન્ટિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ કોણે નહીં જોઈ હોય. જો ભૂલથી તમે આ ફિલ્મ ન જોઈ શક્યા હો તો તમારી પાસે આ ફિલ્મ જોવાની એક સારી તક છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફરી એકવાર થિયેટરોમાં રિલીઝ થઈ છે. આજે એટલે કે 10 ફેબ્રુઆરીએ આ ફિલ્મ ફરી રીલિઝ થઈ છે. પરંતુ તમે આ ફિલ્મ માત્ર નેશનલ થિયેટર ચેઈન (મલ્ટીપ્લેક્સ)માં જ જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ આખા અઠવાડિયા સુધી થિયેટરોમાં બતાવવામાં આવશે.

ફિલ્મને મળ્યો અઢળક પ્રેમ

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ શાહરૂખના કરિયરની બેસ્ટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ આદિત્ય ચોપરાએ ડાયરેક્ટ કરી હતી. આદિત્યના ડાયરેક્શનમાં બનેલી આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ શાહરૂખ અને આદિત્ય બંને માટે ખૂબ જ ખાસ છે. આ ફિલ્મ ભારતથી લઈને વિદેશોમાં ખૂબ ફેમસ થઈ. આ ફિલ્મને સમગ્ર દુનિયામાં અઢળક પ્રેમ મળ્યો. શાહરૂખ અને કાજોલની કેમેસ્ટ્રી પણ બધાને પસંદ આવી હતી.

27 વર્ષથી ચાલી રહી છે આ ફિલ્મ

તમને જણાવી દઈએ કે ડીડીએલજે છેલ્લા 27 વર્ષથી મુંબઈના મરાઠા મંદિરમાં ચાલી રહી છે. આ ફિલ્મે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મમાં કિંગ ખાનના રોમેન્ટિક પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તેમની લવ-સ્ટોરી લોકોના દિલને સ્પર્શી ગઈ હતી. ફિલ્મમાં બાબુજીની સામે સિમરનો હાથ માંગવો રાજ માટે સરળ ન હતું. પરંતુ રાજનો પ્રેમ જોઈને બાબુજી પોતે સિમરનને પોતાનું જીવન જીવવાની છૂટ આપે છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’એ ઘણા એવોર્ડ જીત્યા છે, જેમાંથી 10 ફિલ્મફેર પણ જીત્યા છે.

આ પણ વાંચો : કિયારા-સિદ્ધાર્થના લગ્નનો પ્રથમ વીડિયો આવ્યો સામે, અપલોડ થતાની સાથે જ Video Viral

આ શહેરોમાં રિલીઝ થઈ ફિલ્મ

ડીડીએલજે મુંબઈ, પુણે, અમદાવાદ, સુરત, વડોદરા, ગુડગાંવ, ફરીદાબાદ, લખનૌ, નોઈડા, દેહરાદૂન, દિલ્હી, ચંદીગઢ, કોલકાતા, ગુવાહાટી, બેંગલુરુ, હૈદરાબાદ, ઈન્દોર, ચેન્નાઈ, વેલ્લોર ત્રિવેન્દ્રમ સહિત ભારતમાં 37 થી વધુ શહેરોમાં રિલીઝ કરવામાં આવશે. દર્શકો માટે એ ખૂબ જ રસપ્રદ વાત છે કે આ વેલેન્ટાઈન ડે પર તેઓને પઠાણ અને રાજ તરીકે શાહરુખ ખાનને થિયેટરોમાં જોઈ શકશે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">