AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કિયારા-સિદ્ધાર્થના લગ્નનો પ્રથમ વીડિયો આવ્યો સામે, અપલોડ થતાની સાથે જ Video Viral

બંનેના લગ્ન માટે ફેન્સ અને સોશિયલ મીડિયા પર ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ બધા વચ્ચે તેમણે પોતાના લગ્નનો પ્રથમ વીડિયો શેયર કર્યો છે. આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 1:59 PM
Share

બોલિવૂડ સ્ટાર સિદ્ધાર્થ અને કિયારા હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. આ બંનેના લગ્ન માટે ફેન્સ અને સોશિયલ મીડિયા પર ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ બધા વચ્ચે તેમણે પોતાના લગ્નનો પ્રથમ વીડિયો શેયર કર્યો છે. આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.લગ્ન પછી પણ બોલિવૂડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ચર્ચામાં છે. મંગળવારે બંનેએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. આ બધા વચ્ચે તેમના લગ્નને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમના લગ્નના ફોટો સોશિયલ મીડિયા મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. 4 ફેબ્રુઆરીના રોજ કિયારા અને સિદ્ધાર્થ પોતાના પરિવાર સાથે લગ્ન માટે જૈસલમેર પહોંચ્યા હતા. તેમના લગ્ન માટે અનેક મહેમાનો પણ જૈસલમેર પહોચ્યા હતા.

કિયારા સિદ્ધાર્થના લગ્નનો સુંદર વીડિયો

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

હાલમાં જ શેયર કરવામાં આવેલા આ વીડિયોમાં લગ્નના સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. જૈસલમેરના સૂર્યગઢ પેલેસમાં વરઘોડો આવ્યા બાદ કિરાયા અને સિદ્ધાર્થ એકબીજાને હાર પહેરાવા માટે મળે છે. આ દરમિયાન કિયારા સિદ્ધાર્થ થોડા ફિલ્મી થતા જોવા મળી રહ્યાં છે. એકબીજાને હાર પહેરાવતી વખતે બંને એકબીજા સાથે મસ્તી કરતા પણ જોવા મળી રહ્યાં છે. હાર પહેરાવ્યા બાદ એકબીજાને કિસ કરીને તેમણે વાતાવરણને રોમાંટિક બનાવી દીધું હતું. આ વીડિયોમાં તેમની ફિલ્મ શેરશાહનું ફેમસ સોન્ગ ડોલા ડોલાનું નવું વર્ઝન વાગી રહ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

8 ફેબ્રુઆરીએ બંને જેસલમેરથી દિલ્હી જવા નીકળ્યા હતા, આ દરમિયાન બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા. નવી દુલ્હન કિયારા અડવાણી એરપોર્ટ પર ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી. કિયારા માંગમાં સિંદૂર લગાવેલી અને હાથમાં ચૂડો પહેરેલી જોવા મળી હતી.કિયારાએ ટ્રેડિશનલ અંદાજમાં સિદ્ધાર્થના ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો.

કિયારા સિદ્ધાર્થ લાલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. કિયારા ખુબ ઓછા મેકઅપમાં જોવા મળી હતી. તેના બંને ચહેરો પર માત્ર પ્રેમ અને લગ્નનો ગ્લો જોવા મળી રહ્યો હતો. કિયારાએ રેડ એથનિક સૂટ અને ગોલ્ડન હીલ્સમાં જોવા મળી હતી. બંને એ મીડિયાકર્મીઓ વચ્ચે મીઠાઈ પણ વહેંચી હતી.

કિયારા સિદ્ધાર્થના લગ્નના ફોટોને મળી સૌથી વધારે લાઈક

કિયારા સિદ્ધાર્થના લગ્ન બાદ તેમની પહેલી ઝલકના ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા, તે સૌથી વધારે વાયરલ થયા હતા. અન્ય તમામ સ્ટાર કરતા આ ફોટોને સૌથી વધારે લાઈક મળી હતી. ફેન્સે આ ફોટો પર ખુબ પ્રેમ વર્ષાવ્યો હતો.

Follow Us
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
g clip-path="url(#clip0_868_265)">