AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં રિજેક્ટ થઈ હતી સારા અલી ખાન, ફેન્સે કહ્યું ‘ત્યાં નેપોટિઝમ નથી ચાલતું’, જુઓ Viral Video

Sara Ali Khan Trolled: સારા અલી ખાન (Sara Ali Khan) ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર આવી છે. એક્ટ્રેસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી રિજેક્ટ થઈ હોવાની વાત કરી રહી છે. હાલમાં એક્ટ્રેસ ટ્રોલનો સામનો કરી રહી છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં રિજેક્ટ થઈ હતી સારા અલી ખાન, ફેન્સે કહ્યું 'ત્યાં નેપોટિઝમ નથી ચાલતું', જુઓ Viral Video
Sara Ali Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 7:37 PM
Share

Sara Ali Khan Trolled: સારા અલી ખાન કોઈને કોઈ કારણોસર ટ્રોલના નિશાના પર આવે છે. હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ વીડિયો જુનો છે. જેમાં સારા કહેતી જોવા મળે છે કે તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી રિજેક્ટ કરવામાં આવી છે. હવે આ વીડિયો પર ટ્રોલ કરનારાઓ કહી રહ્યા છે કે ત્યાં નેપોટિઝમ ચાલતું નથી.

જ્યારે ઓક્સફોર્ડમાંથી રિજેક્ટ થઈ સારા અલી ખાન

સારા અલી ખાને ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં 2019માં આયોજિત એક પ્રોગ્રામમાં પોતાની લાઈફનો એક્સપીરિયન્સ શેયર કરતા કહ્યું કે, ‘મને ઈંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી રિજેક્ટ કરવામાં આવી હતી, જે મારું સપનું હતું અને હું તેમાં પ્રવેશ મેળવી શકી નહીં. તે દિવસે મને ખબર ન હતી કે મારે શું કરવું. મેં પાગલની જેમ રડતાં રડતાં મારી માતાને ફોન કર્યો અને કહ્યું મમ્મી મને ઓક્સફોર્ડમાંથી રિજેક્ટ કરવામાં આવી છે અને મને ખબર નથી કે શું કરવું અને પછી હું કોલંબિયા આવી ગઈ.

આ પછી મેં ન્યુયોર્કમાં ત્રણ વર્ષ પસાર કર્યા. એ ત્રણ વર્ષ મારા જીવનના શ્રેષ્ઠ વર્ષો હતા. આ વીડિયોમાં સારા અલી ખાન આગળ કહેતી જોવા મળે છે કે તે ઓક્સફોર્ડ નથી ગઈ, પરંતુ તે કોલંબિયામાં વધુ ખુશ હતી.

અહીં જુઓ વીડિયો

સારા અલી ખાનને યુઝર્સે કરી ટ્રોલ

સારા અલી ખાનનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના પર યૂઝર્સ સારાને ઓક્સફોર્ડમાં સિલેક્શન પર ટ્રોલ કરી રહ્યા છે. આ દરમિયાન એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘નેપોટિઝમ ત્યાં કામ નથી કરતું, મેમસાબ’. અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘તેને ઓક્સફોર્ડથી કેવી રીતે રિજેક્ટ કરી શકાય, તેના દાદા ત્યાંના છે. હું હેરાન થઈ ગયો.

કોલંબિયામાં અભ્યાસ કર્યા બાદ ભારત પરત આવી એક્ટ્રેસ

તમને જણાવી દઈએ કે સારા અલી ખાન કોલંબિયા યુનિવર્સિટીમાંથી ઈતિહાસ અને રાજનીતિ વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ થયા બાદ ભારત પરત ફરી હતી. આ પછી તેને 2018માં રોમેન્ટિક ડ્રામા કેદારનાથથી બોલિવુડમાં તેના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. એક્શન કોમેડી ફિલ્મ સિમ્બા તેની પહેલી હિટ ફિલ્મ હતી.

આ પણ વાંચો : નેહા ધૂપિયા ફરી બનશે માતા? એક્ટ્રેસના નવા વીડિયોથી પ્રેગ્નેન્સીના સમાચારે પક્ડયું જોર, જુઓ Video

સારા અલી ખાન છેલ્લે વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સિંહ સાથે ગેસલાઈટમાં જોવા મળી હતી. સારા ટૂંક સમયમાં લક્ષ્મણ ઉતેકરની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ઝરા હટકે જરા બચ કેમાં વિકી કૌશલ સાથે જોવા મળશે. આ સિવાય તેની પાસે ‘મર્ડર મુબારક’ પણ છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">