AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેહા ધૂપિયા ફરી બનશે માતા? એક્ટ્રેસના નવા વીડિયોથી પ્રેગ્નેન્સીના સમાચારે પક્ડયું જોર, જુઓ Video

બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા (Neha Dhupia) હાલમાં જ તેના પતિ એક્ટર અંગદ બેદી સાથે જોવા મળી હતી જ્યાં તે સુંદર લાગી રહી હતી. નેહાનો આ વીડિયો જોઈને ઘણા ફેન્સે ઈશારો કર્યો છે કે એક્ટ્રેસ ત્રીજી વખત માતા બનવાની છે. શું તમે આ વીડિયો જોયો છે?

નેહા ધૂપિયા ફરી બનશે માતા? એક્ટ્રેસના નવા વીડિયોથી પ્રેગ્નેન્સીના સમાચારે પક્ડયું જોર, જુઓ Video
Neha Dhupia - Angad Bedi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 6:21 PM
Share

Neha Dhupia Pregnant : બોલિવુડ કલાકારોની ફિલ્મોની સાથે સાથે તેમની પર્સનલ લાઈફ વિશે જણાવવામાં પણ ફેન્સને રસ હોય છે. સોશિયલ મીડિયા પર ફેન્સને તેમના મનપસંદ સેલેબ્સના જીવનને વધુ નજીકથી જાણવાની તક મળે છે અને એટલું જ નહીં તેઓ તેના પર કોમેન્ટ પણ કરી શકે છે અને પોતાના મંતવ્યો પણ કહી શકે છે. હાલમાં જ મિસ ઈન્ડિયા રહી ચૂકેલી બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા તેના પતિ અને એક્ટર અંગદ બેદી સાથે એક ઈવેન્ટમાં જોવા મળી હતી. નેહા અને અંગદનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ સ્ટાર કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અને નેહાને જોઈને કેટલાક ફેન્સનું કહેવું છે કે નેહા ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે.

અહીં જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Voompla (@voompla)

નેહા ધૂપિયા ફરી બનશે માતા?

તમને જણાવી દઈએ કે નેહા ધૂપિયા અને અંગદ બેદી હાલમાં જ એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. આ ઈવેન્ટ જિયો સ્ટુડિયોમાં થઈ હતી જ્યાં જિયોએ નવી ફિલ્મો અને શોની જાહેરાત કરી હતી. આ ઈવેન્ટના રેડ કાર્પેટ પર અંગદ અને નેહાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટ્રેસને જોઈને લાગે છે કે તે દીકરી મેહર અને પુત્ર ગુરિક બાદ ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે.

આ પણ વાંચો : શહેનાઝ ગિલે ફોટો સેશન રોકીને ફેન માટે કર્યું આ કામ, લોકોએ કહ્યું- ફ્લાવર મત સમજના, ફાયર હૈ, જુઓ Video

એક્ટ્રેસના નવા વીડિયોથી પ્રેગ્નેન્સીના સમાચારે પક્ડયું જોર

નેહા ધૂપિયાનો વીડિયો જેના કારણે આ સમાચારે જોર પક્ડયું છે, તમે આ વીડિયોમાં જોઈ શકો છો. જ્યાં અંગદ બ્લેક કુર્તા અને ધોતીમાં હેન્ડસમ દેખાઈ રહ્યો છે, નેહાએ ડીપ નેક ગ્રીન ગાઉન પહેર્યું છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે, એક્ટ્રેસની બોલ્ડનેસની સાથે ફેન્સને આ વીડિયોમાં કંઈક બીજું પણ જોવા મળ્યું છે. કેટલાક ફેન્સ એક્ટ્રેસના બેબી બમ્પને જોઈ રહ્યા છે, જે પછી નેહાની ત્રીજી પ્રેગ્નન્સીના સમાચારે જોર પક્ડયું છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">