કાળિયાર કેસમાં ફરી મળી સલમાન ખાનને ચેતવણી, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કહ્યું જાહેરમાં માફી માંગે એક્ટર
લોરેન્સ બિશ્નોઈની હાલમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે કહ્યું છે કે કાળિયાર કેસમાં તેની કોમ્યુનિટી સલમાન ખાનને (Salman Khan) માફ નહીં કરે.
ફેમસ પંજાબી સિંગર અને રેપર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ચર્ચામાં છે. ગેંગસ્ટર બિશ્નોઈએ સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધા બાદ પોતાનો આગામી નિશાનો બોલિવૂડ એક્ટર સલમાન ખાનને (Salman Khan) બતાવ્યો હતો. ગયા મહિને સલમાન ખાનના પિતા એક્ટર સલીમ ખાનને મોર્નિંગ વોક દરમિયાન એક્ટર અને તેના પિતા માટે ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જે બાદ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ હતી. હવે હાલમાં એકવાર ફરી લોરેન્સ બિશ્નોઈએ ખુલ્લેઆમ સલમાન ખાનને ચેતવણી આપી છે. આ ચેતવણી 24 વર્ષ જૂના કાળિયાર કેસ વિશે છે. પરંતુ લોરેન્સ બિશ્નોઈ હાલમાં જેલમાં બંધ છે, પરંતુ તેના સંબંધિત અપડેટ્સ બહાર આવતી રહે છે.
મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે હાલમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી છે. જેમાં પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાળિયારને મારવા બદલ અમારી કોમ્યુનિટી સલમાન ખાનને ક્યારેય માફ નહીં કરે. આ સિવાય એવા પણ સમાચાર છે કે ગેંગસ્ટરે સલમાન પાસે જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે.
View this post on Instagram
સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતને પણ મળી હતી ધમકી
આટલું જ નહીં ગયા મહિને સલીમ ખાનને મળેલા ધમકીભર્યા પત્રમાં સલમાન ખાનને મારી નાખવાની વાત લખવામાં આવી હતી. આ પછી સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપી હતી. ધમકીભર્યા પત્રમાં હસ્તીમલે સારસ્વતને લખ્યું હતું કે દુશ્મનનો મિત્ર દુશ્મન જ છે. કોઈને પણ બક્ષવામાં નહીં આવે. પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે તમારા પરિવારને પણ બક્ષવામાં નહીં આવે. ટૂંક સમયમાં તમારી હાલત પણ એવી થશે જેવી સિદ્ધુ મૂસેવાલાની થઈ હતી.
View this post on Instagram
સલીમ ખાનને પણ મળી હતી આવી ધમકી
આવો જ ધમકીભર્યો પત્ર સલમાનના પિતા સલીમ ખાનને પણ મળ્યો હતો. જેમાં એક્ટર અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ સાથે તેમની પણ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા જેવી જ હાલત કરવાની ચેતવણી આપવામાં આવી હતી. ઈદના અવસર પર પહેલીવાર બોલિવૂડ એક્ટર પોતાની બાલકનીમાં ફેન્સ સાથે વાતચીત કરવા માટે આવ્યો ન હતો. તેનું કારણ સુરક્ષા હોવાનું કહેવાય છે.