બેથી ત્રણ થવાના છે અલી ફઝલ અને રિચા ચઢ્ઢા, લગ્નના બે વર્ષ બાદ આપ્યા સારા સમાચાર

|

Feb 09, 2024 | 5:53 PM

અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ લગ્નના બે વર્ષ બાદ સારા સમાચાર આપ્યા છે. જેના માટે ફેન્સ અને ફિલ્મ સ્ટાર્સ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. આ કપલ ટૂંક સમયમાં એક બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યું છે. તેને તસવીર સાથે ક્યૂટ કેપ્શન આપીને પોસ્ટમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.

બેથી ત્રણ થવાના છે અલી ફઝલ અને રિચા ચઢ્ઢા, લગ્નના બે વર્ષ બાદ આપ્યા સારા સમાચાર
Richa Chadha - Ali Fazal
Image Credit source: Instagram

Follow us on

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ઈન્ડસ્ટ્રીના પાવર કપલ્સમાંથી એક છે. બંનેએ 6 ઓક્ટોબર 2022ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હાલમાં આ કપલે જ એક પોસ્ટ દ્વારા સારા સમાચારનું એનાઉન્સમેન્ટ કર્યું છે. રિચા અને અલી ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે.

અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેને પોસ્ટમાં બાળકના સ્વાગતના સમાચાર શેર કર્યા છે. કપલે કેપ્શનમાં લખ્યું છે કે, ‘નાના દિલનો અવાજ દુનિયામાં સૌથી મોટો છે.’ આ સાથે તેને બે તસવીરો પણ શેર કરી છે. ફોટામાં 1+1=3 લખેલું છે. જ્યારે બીજી તસવીરમાં બંને સાથે જોવા મળે છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

અહીં જુઓ પોસ્ટ

અલી અને રિચા પર સ્ટાર્સે વરસાવ્યો પ્રેમ

અલી અને રિચાની પોસ્ટ પર તમામ સ્ટાર્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે અને તેમને અભિનંદન આપી રહ્યા છે. કૃતિ ખરબંદા, મૃણાલ ઠાકુર, દિયા મિર્ઝા, રસિકા દુગ્ગલ, આયુષ્માન ખુરાના, કરિશ્મા તન્ના, મિની માથુર, કુશા કપિલા, ઝરીન ખાન, આયરા ખાન, શ્વેતા બાસુ પ્રસાદ સહિતના ઘણા સ્ટાર્સ અભિનંદન આપી રહ્યા છે. આ સારા સમાચારે ફેન્સને ખુશ કરી દીધા છે.

આ સ્ટાર્સ પણ બનવાના છે માતા-પિતા

હાલમાં જ બોલિવુડ એક્ટ્રેસ યામી ગૌતમે પણ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. યામી અને આદિત્ય ધર પણ એક બાળકના માતા-પિતા બનવાના છે. આ સિવાય રિપોર્ટ્સ મુજબ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ બીજા બાળક માટે તૈયાર છે. અનુષ્કા હાલમાં તેની બીજી પ્રેગ્નન્સી ફેઝ એન્જોય કરી રહી છે. તાજેતરમાં વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરે તેમના ઘરે એક છોકરાનું સ્વાગત કર્યું છે.

આ પણ વાંચો: TBMAUJ Review: કેવી રહી શાહિદ કપૂરની ફિલ્મ ‘તેરી બાતો મેં ઉલઝા જિયા’? પત્ની મીરા રાજપૂતે કર્યો ખુલાસો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article