Instagram viral video : એરપોર્ટ પર દીપિકાનો હાથ પકડીને જોવા મળ્યો રણવીર સિંહ, બર્થડે વેકેશન માટે થયા રવાના
Instagram viral video : બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનો 5 જાન્યુઆરીએ જન્મદિવસ છે પરંતુ તેના જન્મદિવસ પહેલા જ અભિનેત્રી તેના પતિ રણવીર સિંહ સાથે કોઈ સ્થળે રવાના થઈ ગઈ છે. ઈન્ડસ્ટ્રીનું પાવર કપલ તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. જેમાં સ્ટાર બ્લેક આઉટફિટમાં બંને એકસાથે જોવા મળ્યા હતા.

બોલિવૂડનું પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટમાં છે. લગ્ન બાદ આ કપલ બે ફિલ્મોમાં સાથે જોવા મળ્યું છે. પહેલી ફિલ્મ 83માં બંનેએ પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી. તો હાલમાં જ દીપિકા ફિલ્મ સર્કસમાં સોંગ કરતી જોવા મળી હતી. આ દરમિયાન હવે આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું.
દીપિકા-રણવીર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા
2 જાન્યુઆરીની સવારે આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. આ દરમિયાન કપલ પ્રેમથી એકબીજાનો હાથ પકડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને બ્લેક ટ્વીનિંગમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. રણવીર સિંહ કારમાંથી નીચે ઉતરે છે અને પછી દીપિકા માટે કારનો ડોર ઓપન કરે છે. અભિનેતાની આ સ્ટાઈલ જોઈને ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
પાપારાઝી એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે રણવીર પહેલા કારમાંથી નીચે ઉતરે છે અને પછી તેની પત્ની દીપિકા માટે કારનો દરવાજો ખોલે છે. દીપિકા સ્માઈલ સાથે કારમાંથી નીચે ઉતરે છે અને પાપારાઝી માટે પોઝ આપે છે. તે પછી કપલ હાથ જોડીને એરપોર્ટની અંદર જાય છે.
અહીં વીડિયો જુઓ
View this post on Instagram
વીડિયો શેર કર્યા પછી તરત જ તેના ઘણા પ્રશંસકો કોમેન્ટ્સ સેક્શનમાં જઈને કોમેન્ટ્સ કરી છે અને રણવીરે કારમાંથી બહાર નીકળતી વખતે તે દીપિકાની કાળજી કેવી રીતે લીધી અને તેનો હાથ પકડવાની રીતને પસંદ કરી હતી.
બોલિવૂડના સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જ્યારે પણ જાહેર સ્થળે સાથે દેખાય છે ત્યારે તેમની સ્ટાઇલ અને ફેશન સેન્સથી ચાહકોને આશ્ચર્યચકિત કરી દે છે. સોશિયલ મીડિયાથી લઈને રેડ કાર્પેટ સુધી દરેક જગ્યાએ તેની સ્ટાઈલની ચર્ચા થાય છે. ફરી એકવાર આ કપલ પોતાની સ્ટાઇલના કારણે ચર્ચામાં છે.
આ વીડિયોમાં રણવીરે સફેદ ટીશર્ટ અને બ્લેક પેન્ટ સાથે લાંબો બ્લેક ઓવરકોટ પહેર્યો છે. દીપિકાએ બ્લેક ઓવરકોટ અને લાંબા બ્લેક ડ્રેસ સાથે સફેદ શૂઝ પહેર્યા છે.
બંને 25 ડિસેમ્બરે ગેટવે ઓફ ઈન્ડિયા પર જોવા મળ્યા હતા
આ નવા વર્ષ પર દીપ-વીરે તેની ઉજવણીની કોઈ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા નથી. આ કપલે મુંબઈથી દૂર તેમના અલીબાગના ઘરે પરિવાર સાથે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરી હતી. બંને 25 ડિસેમ્બરે ગેટવે ઓફ ઈન્ડિયા પર જોવા મળ્યા હતા અને 1 જાન્યુઆરીની મોડી સાંજે પાદુકોણ પરિવાર અને દંપતી મુંબઈ પરત ફર્યા ગતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રણવીર છેલ્લે ફિલ્મ ‘સર્કસ’માં જોવા મળ્યો હતો. જે સ્ક્રીન પર ફ્લોપ સાબિત થઈ હતી. આ વર્ષે રણવીર ટૂંક સમયમાં ‘રોકી એન્ડ રાની’ની લવસ્ટોરીમાં જોવા મળશે. જ્યારે દીપિકા પાદુકોણ ફિલ્મ પઠાણ, પ્રોજેક્ટ કે અને ફાઈટરમાં જોવા મળશે.