રાની મુખર્જીએ પાપારાઝી સાથે કેક કટ કરી સેલિબ્રેટ કર્યો બર્થડે, એક્ટ્રેસનો સિમ્પલ લુક થયો વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીની (Rani Mukherjee) કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. તસવીરોમાં એક્ટ્રેસ પાપારાઝી સાથે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. ફેન્સ એક્ટ્રેસની આ તસવીરો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

બોલિવુડની સુંદર એક્ટ્રેસ રાની મુખર્જીની ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. જેને માત્ર સેલેબ્સ જ નહીં પણ ફેન્સ તરફથી પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મના રિસપોન્સથી ખુશ, રાની હાલમાં જ પાપારાઝી સાથે સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
અહીં જુઓ વાયરલ ફોટો
View this post on Instagram
રાનીએ પાપારાઝી સાથે સેલિબ્રેટ કર્યો બર્થડે
રાનીની આ તસવીરોને એક મીડિયા પેજએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. જેમાં તે પાપારાઝી સાથે ફિલ્મ અને તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આજે એટલે કે 21 માર્ચે રાની પોતાનો 44મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. એક્ટ્રેસે આજે પાપારાઝી સાથે તેના બર્થ ડેની કેક કટ કરી છે. તસવીરોમાં રાની સિમ્પલ લુકમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસે વ્હાઈટ શર્ટ સાથે ડેનિમ કૈરી કર્યું છે. આ સાથે તેના વાળમાં બન બનાવીને ચશ્મા કૈરી કર્યા છે. જેમાં તે સુપર ક્યૂટ લાગી રહી છે. ફેન્સ એક્ટ્રેસની આ તસવીરો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
એક્ટ્રેસે ફિલ્મને લઈને કહી આ વાત
આ દરમિયાન પોતાની ફિલ્મ વિશે વાત કરતા રાનીએ કહ્યું, “મને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં આપણે એવી ફિલ્મો બનાવવી જોઈએ જે સીધી લોકોના દિલને સ્પર્શે. જો આપણે સારી ફિલ્મ બનાવીશું તો એવા દર્શકો હશે જે તેને થિયેટરોમાં જોવા આવશે.”
આ પણ વાંચો : Suno Na Suno Na Sunlo Na Song Lyrics : ફિલ્મ ચલતે ચલતેનું ફેમસ સોન્ગ Suno Na Suno Na Sunlo Naના Lyrics વાંચો
બોક્સ ઓફિસ પર આ ફિલ્મે કર્યું આટલું કલેક્શન
તમને જણાવી દઈએ કે રાનીની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ સારી કમાણી કરી રહી છે. એક્ટ્રેસની ફિલ્મે વીકેન્ડ પર લગભગ 6 કરોડ 42 લાખનું કલેક્શન કરી લીધું છે. આ સિવાય ફિલ્મને દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ જ સારો રિસપોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન આશિમા છિબ્બરે કર્યું છે. આ ફિલ્મ સાગરિકા ચેટર્જી નામની મહિલાથી પ્રેરિત છે.