રણદીપ હુડ્ડાએ પોતાના રિલેશનશીપને ઓફિશિયલ કર્યા, જાણો કોણ છે લિન લેશરામ
અભિનેતા રણદીપ હુડ્ડા એ દિવાળીના શુભ અવસર પર પરિવાર સાથે કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. આ ફોટોમાં લિન લેશરામ પણ જોવા મળી રહી છે. આ ફોટો શેયર થતાની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.
બોલિવૂડના દમદાર અભિનેતા રણદીપ હુડ્ડા હાલ ફરી ચર્ચામાં છે. તેમણે પોતાની મિત્ર લિન લેશરામ સાથેના પોતાના રિલેશનશીપને ઓફિશિયલ કરી દીધુ છે. અભિનેતા રણદીપ હુડ્ડા એ દિવાળીના શુભ અવસર પર પરિવાર સાથે કેટલાક ફોટોઝ શેયર કર્યા છે. આ ફોટોમાં લિન લેશરામ પણ જોવા મળી રહી છે. આ ફોટો શેયર થતાની સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી રણદીપ અને લિન એકબીજાને ડેટ કરી રહ્યા છે જેવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. પણ હવે રણદીપ હુડ્ડા એ પોતાના સંબંધોને ઓફિશિયલ કરીને ડેટિંગની અફવા પર ફૂલ સ્ટોપ લગાવ્યુ છે.
મેરી કોમ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી લીને પણ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રણદીપ સાથેની તસવીરો શેર કરી છે. રણદીપના આ સ્ટેટસને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોએ લાઈક કર્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ફોટોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
રણદીપ હુડ્ડાની દિવાળી પર ઈન્સ્ટાગ્રામ પોસ્ટ
View this post on Instagram
રણદીપ હુડ્ડા એ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લિન અને તેના માતા-પિતા સાથેની તસવીરો પોસ્ટ કરી છે. તે તમામ લોકો ભારતીય ટ્રેડિશનલ કપડોમાં જોવા મળી રહ્યા છે. આ પોસ્ટના કેપ્શનમાં રણદીપ હુડ્ડા એ લખ્યુ છે કે, આખી દુનિયા માટે પ્રેમ અને પ્રકાશ. આ પોસ્ટ પરથી લોકોને લિન અને રણદીપ હુડ્ડાના સંબંધો પાક્કા સમજી લીધા છે. હજારો ફેન્સ આ પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કોણ છે લિન લેશરામ ?
લિન લેશરામ એક અભિનેત્રી અને જવેલરી ડિઝાઈનર છે. તેણે મેરી કોમ અને ઓમ શાંતિ ઓમ જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યુ છે . તે પહેલીવાર વર્ષ 2021માં રણદીપ હુડ્ડાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સાથે દેખાઈ હતી. આ પોસ્ટ લિન લેશરામના જન્મ દિવસ પર કરવામાં આવી હતી. ત્યારથી જ તે બન્નેના સંબંધોની ચર્ચા થઈ રહી છે.
ટૂંક સમયમાં એક ખાસ ફિલ્મમાં જોવા મળશે રણદીપ હુડ્ડા
આગામી ફિલ્મમાં સ્વતંત્રવીર સાવરકરમાં રણદીપ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સાવરકરનું પાત્ર ભજવવું એ પોતાનામાં એક પડકાર છે અને રણદીપ કેવી રીતે આ પડકારનો સામનો કરે છે તે જોવું રસપ્રદ રહેશે.