AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વીર સાવરકર બનવા માટે રણદીપ હુડ્ડાએ કરી ઘણી મહેનત, ઘટાડ્યું 18 કિલો વજન

રણદીપ હુડ્ડા (Randeep Hooda) બોલિવૂડના સૌથી ફિટ એક્ટરમાંથી એક છે. રણદીપ હુડ્ડા તેના દરેક લુક પર ખૂબ જ પરફેક્શન સાથે કામ કરે છે.

વીર સાવરકર બનવા માટે રણદીપ હુડ્ડાએ કરી ઘણી મહેનત, ઘટાડ્યું 18 કિલો વજન
Randeep Hooda
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 5:11 PM
Share

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા (Randeep Hooda) હાલમાં પોતાના નવા પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. ટૂંક સમયમાં ફેન્સને રણદીપ હુડ્ડા એક નવા પાત્રમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે રણદીપ હુડ્ડા એક ફિટ એક્ટર છે અને ફિટનેસના કારણે તે ફેન્સમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. રણદીપ હુડ્ડા પોતાના દરેક લુક પર ખૂબ જ પરફેક્શન સાથે કામ કરે છે. એક્ટરે તેની અપકમિંગ ફિલ્મ માટે પણ કંઈક આવું જ કર્યું છે. રણદીપ હુડ્ડા તેના અપકમિંગ પ્રોજેક્ટમાં વીર સાવરકરની (Veer Savarkar) ભૂમિકા ભજવી રહ્યો છે. જેના માટે તેને પોતાનું વજન પણ ઘણું ઓછું કર્યું છે.

રણદીપ હુડ્ડાએ ઘટાડ્યું 18 કિલો વજન

અપકમિંગ ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકર માટે એક્ટર રણદીપ હુડ્ડાએ પોતાનું બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. એક્ટરે મે મહિનામાં તેની ફિલ્મ વિશે જાહેરાત કરી હતી. આ ફિલ્મ વીર સાવરકરના જીવન પર આધારિત હશે અને રણદીપ હુડ્ડા તેમનું પાત્ર ભજવતો જોવા મળશે. એક મીડિયા ઈન્ટરવ્યુમાં કરણદીપ હુડ્ડાએ કહ્યું હતું કે આ રોલ માટે તેને અત્યાર સુધી 18 કિલો વજન ઘટાડ્યું છે.

1 સપ્ટેમ્બરના રોજ એક્ટર રણદીપ હુડ્ડાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ટ્રાન્સફોર્મેશન લુકની સેલ્ફી શેર કરી હતી. ફોટોમાં રણદીપ હુડ્ડા લિફ્ટમાં ઉભો જોવા મળ્યો હતો. આ સાથે તેને કેપ્શન લખ્યું- ‘આપણે બધાને કોઈને કોઈ સમયે લિફ્ટની જરૂર હોય છે.’ ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રણદીપે ઘણું વજન ઘટાડ્યું છે.

આવી રીતે ઓછું કર્યું વજન

રણદીપ હુડ્ડાએ કહ્યું હતું કે તે સ્પોર્ટ્સ પર્સન છે. સ્પોર્ટ્સના કારણે જ તે આ રીતે વેઈટ ગેઈન અને વેઈટ લોસ કરી શકે છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ તેની પોસ્ટ પર રિએક્શન આપી રહ્યા છે. તેની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- ‘ગજબ છે ભાઈ.’ તમને જણાવી દઈએ કે આ પહેલા પણ રણદીપ હુડ્ડાએ ફિલ્મ ‘સરબજીત’ માટે માત્ર 28 દિવસમાં 18 કિલો વજન ઘટાડ્યું હતું , જે તે સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2016માં આવી હતી. ફિલ્મમાં એક્ટિંગની સાથે લોકોએ રણદીપના ડેડિકેશનની પણ પ્રશંસા કરી હતી.

Follow Us
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
એકતાનગર ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને લઈને, ફિલ્મ કલાકારો આવ્યા
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">