AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO New Rules: EPFO માં સરકાર કરવા જઈ રહી છે 5 મોટા ફેરફાર, જુના 8.25% વ્યાજદરોમાં નહીં થાય કોઈ જ ઘટાડો

EPF પર સરકારે જૂના વ્યાજદરોમાં કોઈ જ ઘટાડો નથી કર્યો અને તેમે 8.25% યથાવત્ રાખ્યો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ મનસુખ માંડવિયાની આગેવાનીમાં મળેલી EPFO ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

EPFO New Rules: EPFO માં સરકાર કરવા જઈ રહી છે 5 મોટા ફેરફાર, જુના 8.25% વ્યાજદરોમાં નહીં થાય કોઈ જ ઘટાડો
| Updated on: Mar 02, 2026 | 5:54 PM
Share

નોકરિયાત લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO એ કરોડો સબસ્ક્રાઈબર્સ માટે સોમવાર રાહતના સમાચાર લઈને આવ્યો છે. સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે PF માં જમા થઈ રહેલી રકમ પર વ્યાજદરોની જાહેરાત કરી છે. આ નાણાકીય વર્ષ માટે EPF પર 8.25% ના દરે વ્યાજ મળશે. સરકારે પહેલેથી ચાલુ વ્યાજદરોમાં કોઈ ઘટાડો કર્યો નથી અને તેને 8.25% પર યથાવત્ રાખ્યો છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી EPFOની CBTની 239 મી બેઠકમાં ખાતાધારકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા. જેમા 5 નિર્ણયો એવા છએ જે સીધી રીતે તમને રાહત પહોંચાડશે.

1. વ્યાજ દરમાં સ્થિરતા: 8.25% રિટર્ન

બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે EPF જમા રાશી પર 8.25%ની વાર્ષિક વ્યાજદર આપવાની ભલામણ કરી છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ છતા EPFO ગત વર્ષની જેમ જ આકર્ષક વ્યાજદરોને યથાવત્ રાખી છે. સરકાર પાસેથી અધિકારીક નોટિફિકેશન બાદ વ્યાજ સીધુ તમારા PF ખાતામાં ક્રેડિટ કરી દેવામાં આવશે.

2. દાવો ન કરાયેલી અટકેલી રાશી પણ આપમેળે ખાતામાં જમા થઈ જશે

હંમેશા નોકરી બદલવાને કારણે કે જૂના ખાતાને ભૂલી જવાને કારણે નાની બેલેન્સવાળા (1000 રૂપિયા કે તેનાથી ઓછી) ખાતા ઘણીવાર નિષ્ક્રીય થઈ જાય છે. બોર્ડે આવા ખાતાઓ માટે એક ઓટો ક્લેમ સેટલમેનેટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

તેનાથી ફાયદો એ થશે જ્યારે 1000 રૂપિયા સુધીની અનક્લેમ્ડ રકમ માટે તમારે કોઈ ફોર્મ ભરવાની કે ઓફિસ જવાની જરૂર નથી. EPFO સીધુ તમારા આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં આ પૈસા મોકલી દેશે. પહેલા ચરણમાં લગભગ 1.33 લાખ ખાતા ₹5.68 કરોડ સીધા ટ્રાન્સફર કરવામમાં આવશે.

3. ‘EPF યોજના 2026’: નિયમો સરળ કરવામાં આવ્યા

સરકારે સામાજિક સુરક્ષા સંહિતા, 2020 અનુસાર હાલની EPF, EPS (પેન્શન) અને EDLI (વીમા) યોજનાઓના પુનર્ગઠનને મંજૂરી આપી છે. આને હવે EPF યોજના-2026, EPS-2026 અને EDLI-2026 નામ આપવામાં આવશે. આનાથી એડવાન્સિસ પાછા ખેંચવાની અને વિવાદોના નિરાકરણની પ્રક્રિયા સરળ બનશે અને તે વધુ પારદર્શક બનશે.

4. કંપનીઓ માટે માફી યોજના

નિયમોનું પાલન ન કરનારા ટ્રસ્ટ અને સંસ્થાઓ માટે ‘માફી યોજના’ શરૂ કરવામાં આવી છે. આનાથી કોર્ટમાં અટવાયેલા હજારો કર્મચારીઓના પીએફ કેસ આગામી છ મહિનામાં ઉકેલી શકાશે.

5. ડિજિટલ સુધાર અને ભરતી

EPFO એ તેની ડિજિટલ સિસ્ટમને CITES 2.0 માં અપગ્રેડ કરી છે, જે દાવાની પતાવટને ઝડપી બનાવશે. વધુમાં, EPFO ​​માં ખાલી જગ્યાઓ ભરવા માટે, હવે IBPS દ્વારા પરીક્ષાઓ લેવામાં આવશે, જે વધુ સારી ગ્રાહક સેવા સુનિશ્ચિત કરશે.

જુનાગઢના રાધા દામોદર મંદિરમાં હોળી પહેલા રાળ મનોરથનું કરાયુ આયોજન, દર્શન માટે ઉમટ્યા કૃષ્ણપ્રેમીઓ- Video

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, અનેક શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત, અનેક શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર
24 કલાકમાં અમદાવાદ આવતી -જતી 29 ફ્લાઇટ રદ
24 કલાકમાં અમદાવાદ આવતી -જતી 29 ફ્લાઇટ રદ
તહેવારોમાં શાંતિનું સુરક્ષા કવચ: અમદાવાદ પોલીસ એક્શન મોડમાં!
તહેવારોમાં શાંતિનું સુરક્ષા કવચ: અમદાવાદ પોલીસ એક્શન મોડમાં!
g clip-path="url(#clip0_868_265)">